________________
૩૧૪
જીવ-વિચાર–પ્રકાશિકા
હાથની આંગળીના એક વેઢા જેટલી લંબાઈને આત્માંગુલ કહેવામાં આવે છે; આઠ જવના મધ્ય ભાગને એકઠા કરીએ તેટલી લંબાઈને ઉધાંગુલ કહેવામાં આવે છે અને જે ઉભેધાંગુલથી ચારસો ગણું લાંબું તથા અઢી ગણું પહેલું હોય, એટલે ક્ષેત્રરૂપમાં એક હજારગણું મોટું હોય, તેને પ્રમાણમુલ કહેવામાં આવે છે. આમાંથી કયા અંગુલને ક્યારે. ઉપયોગ કરે? તે અંગે બૃહતસંગ્રહણમાં નીચેની ગાથા જેવામાં આવે છે:
आयंगुलेण वत्थु, सरीरमुस्सेह अंगुलेण तहा । नगपुढविविमाणाईमिणसु पमाणंगुलेणं तु ॥
આત્માંશુલ વડે વસ્તુઓ મપાય છે, ઉસેધાંગુલ વડે નરાદિ ચારે ગતિના છનાં શરીર મપાય છે અને પ્રમાણુગુલ વડે મેરુ વગેરે પર્વતે, રત્નપ્રભા વગેરે નારક પૃથ્વીઓ તથા સૌધર્માવલંકાદિ વિમાને વગેરે મપાય છે. તાત્પર્ય કે જગતના સામાન્ય વ્યવહારમાં વસ્તુઓનું જે માપ કહેવાય છે, તે આત્માગુલની અપેક્ષાઓ કહેવાય છે. શાસ્ત્રમાં એકેન્દ્રિયાદિ જેનાં શરીરનાં જે માપ કહ્યાં છે, તે ઉત્સધાંગુલની અપેક્ષાએ કહ્યાં છે અને મેરુપર્વત, રત્નપ્રભા આદિ નારક પૂથ્વીઓ, તેમજ વિમાને વગેરેનાં જે માપ કહ્યાં છે, તે પ્રમાણુગુલની અપેક્ષાએ કહ્યાં છે. અહીં શરીરના પ્રમાણમાં વિષય હેઈ અંગુલ શબ્દથી ઉસેધાંગુલ સમજવાનું છે. - અઢા–અસંખ્ય. જેની ગણના સંખ્યા વડે થઈ ન શકે તેને અસંખ્ય કહેવાય છે. સામાન્ય લોકે અબજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org