________________
સિદ્ધ છે
તે તીર્થકર કહેવાય છે અને બાકીના સામાન્ય કેવલી કહેવાય છે.
પાંચમા, છઠ્ઠા અને સાતમા પ્રકારમાં સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને બુદ્ધબેધિતસિદ્ધની ગણના થાય છે, તેનું રહસ્ય પણ સમજી લઈએ. એ તે નિશ્ચિત કે કે બોધ પામ્યા વિના મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થતી નથી અને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થયા વિના સિદ્ધિપદ સાંપડતું નથી. બેધ પામ એટલે સંસારની અસારતાનું પૂરેપૂરું ભાન થવું અને આત્મ-કલ્યાણ માટે સંયમાદિ અનુષ્ઠાનની મહત્તા સમજવી. આ પ્રકારને બંધ કેટલાક આત્માઓને જાતિસ્મરણાદિ જ્ઞાન વડે સ્વયં થાય છે, તે કેટલાક આત્માએને કઈ પણ નિમિત્ત મળવાથી થાય છે અને કેટલાક આત્માઓને જ્ઞાન-દર્શન–ચારિત્રસંપન્ન એવા આચાર્યાદિના ઉપદેશ વડે થાય છે. આ ત્રણ પ્રકારેને અહીં અનુક્રમે સ્વયં બુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને બુધિતસિદ્ધ કહેવામાં આવ્યા છે.
આઠમ, નવમા અને દશમા પ્રકારમાં સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધને નિર્દેશ થયેલે છે. તેને અર્થ એ છે કે આત્મા શરીરની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ કે નપુંસક ગમે તે લિંગમાં રહેલું હોય, પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં મસ્ત બને અને કર્મકટકને સંહાર કરે તે એ અવશ્ય સિદ્ધિસદનમાં દાખલ થઈ શકે છે તથા નિરંજન-નિરાકાર એવા સિદ્ધ પર્માત્માની પંક્તિમાં બિરાજી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org