________________
તિર્યંચ છ
હોય તે અનેક વૈજ્ઞાનિકેએ અનેક છંદગી સુધી એકધારું કાર્ય કરવું પડે એમ છે.
અહીં એટલું જણાવવું જરૂરી છે કે આજે પશુપક્ષીઓના જીવન સંબંધી અનેક અભ્યાસપૂર્ણ ગ્રન્થ પ્રાપ્ત થાય છે અને તે ઘણું રસપ્રદ માહિતી પૂરી પાડે છે. ઉપરાંત આપણા ચાલુ સાહિત્યમાં પણ પશુ-પક્ષીના વિશિષ્ટ ગુણે સંબંધી અનેકવિધ માર્મિક ને પ્રાપ્ત થાય છે અને તે આપણું જીવન માટે દૃષ્ટાંત રૂપ લેખાય છે. દાખલા તરીકે સિંહનું પરાક્રમ, હાથીનું બુદ્ધિચાપલ્ય, ઘેડાની સ્કૃતિ, બળદને પુરુષાર્થ, ગાયની નમ્રતા, વાનરની ચપલતા, કૂતરાની વફાદારી, ગડનું ઉડ્ડયન, સમળી (ચીલ)ની ઝડપ, શકરાની દષ્ટિ, બગલાનું ધ્યાન, મેરની કલા, કૂકડાની મર્દાઈ, બુલબુલનું ગાન, કોયલના કંઠની મધુરતા વગેરે વગેરે.
જૈન મહર્ષિઓએ પશુ-પક્ષીઓની તમામ જાતિએને ત્રણ વિભાગમાં સમાવેશ કર્યો છે : (૧) જલમાં ગતિ કરનારા અર્થાત્ જલચર. (૨) સ્થલ પર ગતિ કરનારા અર્થાત્ સ્થલચર અને (૩) ખ એટલે આકાશમાં ગતિ કરનારા અથત ખેચર. આ સિવાય ચે વિભાગ શક્ય જ નથી. આ જગતમાં એવું કયું સ્થાન છે કે જે જલ, સ્થલ કે આકાશ સિવાય અન્યત્ર આવેલું હોય? આપણું લશ્કરના પણ ત્રણ જ વિભાગે છે : (૧) દરિયાઈ કાફલે, (૨) જમીન પરનું સૈન્ય અને (૩) આકાશી દળ. એટલે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org