________________
જીવ-વિચાર-પ્રકાશિકા
અહી પાંચ ઇન્દ્રિયા સંબંધી ઘેાડું વિવેચન આવશ્યક છે. ઈન્દ્રનુ' જેલિંગ કે ચિહન તે ઈન્દ્રિય. અહીં ઈન્દ્ર શબ્દથી આત્માને ગ્રહણ કરવાના છે, કારણ કે સ ઉપલબ્ધિ અને ભાગના પરમ ઐશ્વય થી તે યુકત હાય. છે. ઉપલબ્ધિ એટલે જાણવાની શક્તિ. આવરણના અભાવ થતાં આત્મા સર્વ વસ્તુને જાણી શકે છે. ભાગ એટલે વિવિધ ભાવને અનુભવ. જુદી જુદી સ્થિતિમાંથી પસાર થતાં આત્માને વિવિધ ભાવાના અનુભવ થાય છે. ઈન્દ્રિય આત્માને હાય છે, પણ અનાત્મ એવા પત્થર, કાચ કે. યંત્ર આદિને હોતી નથી, તેથી ઈન્દ્રિય એ આત્માનું લિંગ કે ચિલ્ડ્રન છે.
૯૮
ઈન્દ્રિયા પાંચ છે : (૧) સ્પર્શીનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૪) ધ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય અને (૫) શ્રોત્રન્દ્રિય. હાથ, પગ વગેરે કેટલાંક અવયવાને કર્મેન્દ્રિય કહેવામાં આવે છે, એ અપેક્ષાએ આ પાંચ જ્ઞાનેન્દ્રિયા છે.
'
૮ મનના સમાવેશ ઈન્દ્રિયામાં થાય કે નહિ ? એ પ્રશ્નના ઉત્તર નકારમાં છે. કાર્ય તથા સ્વરૂપ વગેરેની એકતાને લીધે જાતિ કે વર્ગ નિર્માણ થાય છે. અહીં પાંચ ઈન્દ્રિયાનો જે વગ ગણવામાં આવ્યે છે, તેના કાય તથા સ્વરૂપમાં અને મનના કાર્ય તથા સ્વરૂપમાં મેાટો તફાવત છે. ઈન્દ્રિયે માત્ર મૂર્ત પદાર્થાને અમુક અંશે ગ્રહણ કરી શકે છે, જ્યારે મન તે મૂર્ત અને અમૂર્ત એ અને પ્રકારના પદાર્થાને અનેક રૂપે ગ્રહણ કરી શકે છે.
વળી
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org