________________
સનસ્પતિકાય
૧૩
દવે બહાર લઈ જઈએ તે તેને પ્રકાશ પણ તેની સાથે જાય છે, તેમ આ અનંત જીવોમાંથી કેઈ જીવ છૂટો પડે તે તેનું વ્યક્તિત્વ પણ સાથે જ જાય છે. તાત્પર્ય કે અનંત સાથે રહેવા છતાં તેમનું વ્યક્તિત્વ લય પામતું નથી.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કેसमगं वक्रताणं, समगं तेसिं सरीरनिफ्फत्ती । समगमाहारगहणं, समगं उसासनिस्सासा ॥१॥ एगस्स उ जं गहणं, बहूणं साहारणाण तं चेव । जं बहुआणं गहणं, समासओ तंपि एगस्स ॥२॥ साहारणमाहारो, साहारणमाणपाणगहणं च । साहारणजीवाणं, साहारण लक्खणं एयं ॥३॥
સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનાર પ્રથમ એનિમાંથી બુર્જમીને સાથે જ આવે છે અને તેમની શરીરનિષ્પત્તિ પણ સાથે જ થાય છે. તેઓ આહાર સાથે જ ગ્રહણ કરે છે અને શ્વાસેચ્છવાસ પણ સાથે જ લે છે.
એકનું જે ગ્રહણ છે, તે જ બહુ એવા સાધારણનું ગ્રહણ છે. અથવા જે બહુનું ગ્રહણ છે, તે સમાસથી એકનું
જ ગ્રહણ છે. . સાધારણ આહાર અને સાધારણ શ્વાસોચ્છવાસ એ સાધારણ જીવેનું સાધારણ લક્ષણ છે.”
તાત્પર્ય કે સાધારણ ની જીવનકિયા ભિન્નભિન્ન હતી. નથી, પણ એકી સાથે અને એક પ્રકારે જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org