________________
-ચક્રવર્તી રાજગોપાલાચારી, મદ્રાસ રાજ્યના લીજિયત અને એ
મેન્ટ ખાતાના પ્રધાન શ્રી વેંકટસ્વામી નાયડુ, મદ્રાસ રાજ્યના ડેપ્યુટી -સ્પીકર શ્રી ભક્તવત્સલમ, મદ્રાસ રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મહેસુર રાજ્યના મુખ્ય મંત્રી શ્રી હનુમતયા, મહેસર કેગ્રેસના પ્રમુખ શ્રી ચનૈયા, મહેસુર રાજ્યના વિદ્યામંત્રી એ. જી. રામચંદ્ર રાવ, ભારત સરકારના ઉદ્યોગપ્રધાન શ્રી કે. સી. રફી, શ્રી ગોપાલ રહું, મેજર જનરલ કરિઅપ્પા, વગેરે જેન ધર્મ પ્રત્યે સભાવવાળા બન્યા હતા. આ રીતે સહવાસમાં આવીને જૈન ધર્માનુરાગી બનેલા નાના અધિકારીઓ, વકીલે અને શિક્ષક વગેરેની સંખ્યા ઘણી મેટી છે. તેઓ વર્ષમાં પ્રાયઃ એક વખત તેમના દર્શને આવતા, અને કૃતાર્થ થતા. મહારાષ્ટ્રના ગવર્નર શ્રી શ્રી પ્રકાશ પણ તેમની ઓજસ્વી વ્યાખ્યાન શૈલીથી અત્યંત પ્રભાવિત થયા હતા.
પૂજ્યશ્રી ઉદારતા, મધ્યસ્થતા, ખુશમિજાજ આદિ અનેક ગુણોથી અલંકૃત હતા અને એક સમર્થ જૈનાચાર્યની ખ્યાતિ ધરાવતા હતા. અનેક નગરની નગરપાલિકાઓએ તથા અગ્રેસરેએ તેમને સન્માનપત્ર અર્પણ કર્યા હતાં અને ભાવભરી અંજલિઓ સમર્પિત કરી હતી. વળી તેમણે દક્ષિણમાં દૂર સુધી વિચારીને જે ભવ્ય લેકેપકાર કર્યો, તે માટે તેમને “ દક્ષિણદેશદ્ધારક ” તથા દક્ષિણદીપક”ની પદવીઓ અર્પણ થયેલી હતી.
વક્તા વિદ્વાન હોય, વિમલચારિત્ર-વિભૂષિત હોય અને વસ્તૃત્વ કલાવિશારદ હેય—ત્યાં ચમત્કારિક પરિણામ આવે એમાં આશ્ચર્ય - શું ? ચારિત્રનાયકની દેશના અનેક હિંસકેની હિંસા છેલવી હતી, અનેક જૂઠાઓને સાચું બોલતા કર્યા હતા, અનેક ચરને પ્રામાણિક જીવન જીવતાં શીખવ્યું હતું. અનેક વિષયલંપટોને સન્માર્ગે આસ્થા હતા, અનેક વ્યસનીઓને વ્યસનમાંથી મુક્ત કર્યા હતા અને જ્યાં - કલેશ, કંકાસ તથા કુસંપની હોળીઓ સળગી રહી હતી, ત્યાં શાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org