________________
જ
જીવ-વિચાર-પ્રકાશિકાર
રીચ કહે છે કે “એક રતલ ચેરીફુટ પર ૧૨૦૦૦૦૦૦ જતુએ, એક રતલ કાળી દ્રાક્ષ પર ૧૧૦૦૦૦૦૦ જંતુઓ અને એક રતલ લીલી દ્રાક્ષ પર ૮૦૦૦૦૦૦ જતુઓ સમાઈ શકે છે. વળી એક વૈજ્ઞાનિક કહે છે કે “સૂક્ષ્મદર્શક યંત્રથી એવાં ઝીણું જંતુઓ દેખાય છે કે એક સેયના અગ્રભાગ પર ૯ કોડને સમાવેશ થઈ શકે.” હવે પાણી અતિ સૂક્ષ્મબિંદુને જીવ શરીર તરીકે ધારણ કરી શકે કે નહિ? તે વિચારી જુઓ. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે જીવ દેહપરિણામી છે, એટલે મેટા દેહમાં મોટે, નાના દેહમાં નાનું અને અતિ નાના દેહમાં અતિ નાને થઈને રહે છે. તાત્પર્ય કે જલનું અત્યંત નાનું બિંદુ પણ સચેતન હોય છે અને અપકાયજીના અસંખ્યાત શરીરના સમૂહરૂપ હોય છે ને તેમાં પ્રત્યેક શરીર દીઠ જુદો જુદો જીવ હોય છે.
અગ્નિ તથા વાયુમાં પણ આ રીતે ચૈતન્ય હોય છે અને વનસ્પતિમાં તે તેની નિશાનીઓ બહુ સ્પષ્ટ દેખાય છે. તેને વિચાર આગળ આઠમા પ્રકરણમાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org