________________
૧૦૨
જીવ-વિચાર-પ્રકાશિકા અગ્નિકાય, વાયુકાય તથા બે ઈન્દ્રિય આદિ જેમાં ગતિ હોવાથી તેને સમાવેશ ત્રસમાં કર્યો છે. આમ છતાં પ્રથમ એને ગતિગ્રસ અને બે ઈન્દ્રિય આદિને પ્રધાનત્રસ કહ્યા છે, એટલે આ અપેક્ષાકૃત ભેદ છે; પરંતુ સામાન્ય વ્યવહાર તે પૃથ્વીકાય આદિ પાંચેયને સ્થાવર માનવાનો છે, એટલે પ્રકરણકારે તેની ગણના સ્થાવરમાં કરેલી છે.
કેટલાક કહે છે કે “જીવંત શરીરે સામાન્ય રીતે. કેક પંચા–મેં નરમ હોય છે, તે પૃથ્વીકાય જેવા કઠિન કેમ હોઈ શકે ?” પણ આમ કહેવું એગ્ય નથી. પ્રાણીએનાં હાડકાં, શીંગડાં, નખ વગેરે કઠિન હોવા છતાં તેમાં જીવ હેય છે, તેમ પૃથ્વી કઠિન હોવા છતાં તેમાં જીવ હોઈ શકે છે. અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ. કે જેમ માદક દ્રવ્ય પીવાથી મનુષ્ય મૂછિત દશામાં પડે રહે છે અને તેમાં હલન-ચલનાદિ વ્યવહાર જવામાં આવતું નથી, તેમ પૃથ્વી સચેતન હોવા છતાં તેમાં રહેલું ચૈતન્ય અમુક અંશે મૂછિત હોવાથી તે જોઈએ તેવું વ્યક્ત થતું નથી અને આપણા અનુભવમાં આવી શકતું નથી, પણ. શાસ્ત્ર અને યુક્તિને આધાર લઈએ તે આપણી બુદ્ધિમાં ઉતરી શકે એવું છે.
જેઓ એમ કહે છે કે “જે વિપુઃ જે વિષgઃ” તેઓ તે પૃથ્વી વગેરેમાં ચૈતન્ય હવાને ઈન્કાર કેમ કરી શકે? જે સ્થલમાં–પૃથ્વીમાં વિષ્ણુને વાસ હોય તે ચૈતન્યને વાસ કેમ ન હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org