________________
-
--
-
-
જીવ-વિચાર-મકાશિમાં -થઈને તેમને “કવીન્દ્ર” અને “વાદિચકવતી' નામનાં માનવંતા બિરુદ આપ્યાં. ' આ કસ્તુરીની લેકેત્તર સુગંધ જેમ થોડીવારમાં સર્વત્ર ફેલાઈ જાય છે, તેમ સમર્થ મહાપુરુષોની ખ્યાતિ ચેડા જ સમયમાં દેશ-દેશાન્તરમાં ફેલાઈ જાય છે. આ આચાર્યશ્રીની સમર્થ કવિ અને વાદી તરીકેની ખ્યાતિ સાંભળીને મહાકવિ ધનપાળે તેમને ધારાનગરીમાં પધારવાનું આમંત્રણ આપ્યું કે જે માલવદેશની રાજધાનીનું પદ ભગવતી હતી અને દિગગજ પંડિતના નિવાસને લીધે સરસ્વતીની ક્રીડાભૂમિ -બનેલી હતી.
આચાર્યશ્રીએ મહાકવિ ધનપાળના આમંત્રણને સ્વીકાર કરી ધારાનગરી તરફ વિહાર કર્યો. છેલ્લા મુકામે રાજા ભેજ સામે આવ્યું અને તેણે આચાર્યશ્રીને આવકાર આપીને જણાવ્યું કે “ધારાની સભામાં ઉદ્ભટ વાદીઓ છે, તેમાંના જેટલા વદીઓને તમે જીતશે, તેટલા લાખ માલવી દ્રમ્સ -તમને આપીશ. મારે જેવું છે કે ગુજરાતના જૈન સાધુઓમાં વિદ્વત્તાનું કેટલું સામર્થ્ય છે?”
- આચાર્યશ્રીએ આ પડકાર ઝીલી લીધું અને ધારાનગરી પહોંચ્યા પછી રાજસભામાં વાદ આરંભે. તેમાં એક પછી એક ચોરાશી વાદીઓને જિતી લીધા. આ રીતે આચાર્યશ્રી રાજા ભેજની સભાના વાદીઓ માટે વેતાલ સમ નીવડ્યા,
એટલે રાજા જે તેમને વાદિવેતાલ' બિરુ આપ્યું તથા -શરત પ્રમાણે ૮૪ લાખ માલવી દ્રમ્મ અપણ કર્યા. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org