________________
જીવ-વિચાર-પ્રકરણના નિર્માતા એ ઉલ્લેખ કરેલે નથી. વિશેષમાં આ કૃતિ વાદિવિતાલની હોય તે તેની રચના પછી પાંચ વર્ષ સુધીમાં તેના પર કોઈ પણ વૃત્તિ કેમ ન રચાઈ? તેમનું શિષ્યમંડલ વિદ્વાન હતું અને તેની પરંપરા અમુક સદી સુધી તે ચાલેલી જ છે. આ પ્રકરણ પરની પ્રથમ ટીકા છેક વિક્રમની સત્તરમી સદીના પ્રારંભમાં દૃષ્ટિગોચર થાય છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણું કે જેના તરફથી આ કૃતિ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજીની હવા બાબત વિશેષ પ્રચાર થયે છે, તે આ પ્રકરણની પ્રસ્તાવનામાં તે માટેનું પુષ્ટ પ્રમાણુ રજૂ કરી શકેલ નથી, અને તેણે જે પ્રમાણ રજૂ કર્યું છે, તે વિચારણીય છે. તે જે નિર્દેશ માટે તપાગચ્છ પટ્ટાવક લીને હવાલે આપે છે, તેમાં આ ઉલેખ છે જ નહિ. તેમના તરફથી પાઠક રત્નાકરજીની સંસ્કૃત ટીકા સાથે જે જીવ-વિચાર–પ્રકરણ સને ૧૯૧૫માં બહાર પડયું, તેના ઉદ્દઘાતમાં તે એમ જ લખ્યું હતું કે “ ગુણ गणालङ्कता श्रीमच्छान्तिसूरिपादाः प्रकृतप्रकरणं रचितवन्त इयन्मात्रं पञ्चाशत्तमगाथायाः प्रकटमेवावगम्यते, तेषां सत्तासमयादिगतो निर्णयोऽस्माकं स्मृतिपथे नास्ति ।' - આ વિષયમાં પાછળથી પ્રમાણ મળી આવ્યું હોય એ બનવા એગ્ય છે, પણ એ પ્રમાણુ એવું હોવું જોઈએ કે જે પાઠકેને પૂરી પ્રતીતિ કરાવી શકે અસ્તુ - હવે જે એક પ્રમાણુ આ કૃતિ વાદિવેતાલ શ્રી શાન્તિસુરિજીની હેવાનું સૂચવે છે, તેને અહીં નિર્દેશ કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org