________________
૮૦૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
શૃંગાર હે મિત દર્પણ દર્શન વ્યગ્ર તે, લાગે બીજું અંગાર હે મિત્ત ! હું જાણું ૧૧. પ્રાસાદ તેણીયે ન જોઈઓ, ખૂણો પડિયો એક હે મિત્ત ! દેશ પડિં-મ્યું એહને ?' સા કહે ધરી અવિવેક હે મિત્ત! હું જાણું ૧૨. ભતિ પીંપલ અંકુર હુઓ, તે પણ ન ગણે સાઈ હે મિત્ત ! તેણે વધતે ઘર પાડીયું, જિમ નદી-પૂરે વનરાઈ હે મિત્ત ! હું જાણું ૧૩. દેસાઉરી આવ્યો ઘરધણી, તેણે દીઠો ભગ્ન પ્રાસાદ હે મિત્ત ! નીસારી ઘરથી ભામિની, તે પામીયો અતિથી વિષાદ હે મિત્ત ! હું જાણું ૧૪. તેણે ફરી પ્રાસાદ નવીન કર્યો, આણી બીજી ઘરનાર હે મિત્ત ! કહે “ જે પ્રાસાદ એ વિણસશે, તો પહિલીની ગતિ ધાર' હે મિત્ત ! હું જાણું. ૧૫. ફિરિ ગયો દેશાંતરે વાણીયો, તે ત્રિકું સંધ્યાએ જોઈ હે મિત્ત! ભાગું કાંઈ હોય તે સમારતાં, પ્રાસાદ તો સુંદર હોય છે મિત્ત ! હું જાણું ૧૬. ધણી આવ્યો દીઠો તેહવો, ઘર-સ્વામીની કીધી તેહ હે મિત્ત ! બીજી હુઈ દુઃખ-આભોગિની, ઉપનય સુણજે ધરિ નેહ રે મિત્ત ! હું જાણું. ૧૭. આચારય ગૃહ-પ્રભુ વાણીયો, પ્રાસાદ તે સંયમ રૂપ હે મિત્ત ! તેહને રે રાખવો ઉપદિશે ન કરે તે થાએ વિરૂપ હે મિત્ત ! હું જાણું ૧૮. પ્રાસાદ તે જેણે થિર કર્યો, તે પામ્યો, સુજસ જગીશ હે મિત્ત ! ઈહાં પૃચ્છક કથક તે એક છે, નય રચનાએ ગુરુ ને શિષ્ય હે મિત્ત ! હું જાણું. ૧૯.
પ્રતિક્રમણનો ત્રીજો પર્યાય પડિહરણા
ઢાલ બારમી છે . બન્યો રે વિદ્યારો કલ્પડો – એ દેશી. - હવે પડિહરણા - પડિકકમણનો, પર્યાય સુણો ઈણી રીતિ, હો મુણિંદ ! પરિહરણા સર્વથી વર્જના, આશાદિકની સુનીતિ, હો મુણિંદ ! ૧. પડિકકમણ તે અવિશદ યોગથી. એ આંકણી. એક ગામે એક કુલપુત્રની, ભગિની દોઈ ગ્રામે ઉઢ હો મુણિંદા પુત્રી એક તસ દોઈ બહિનના, હુઆ સુત યુવા ભાવ પ્રરૂઢ, હો મુણિંદ ! પડિ૨. પુત્રી અર્થે તે આવિયા, કહે સુવિવેકી કુલપુત્ર, હો મુણિંદ ! ‘તુમ સુત દોઈ મુજ એકજ સુતા, મોકલી દિઉ જે હોય પવિત્ર, હો મુણિંદ ! પડિ. ૩. તે ગઈ સુત દોઈ તે મોકલ્યા, ઘટ આપી કહ્યો “આણો દૂધ', હો મુણિંદ ! કાવડ ભરી દૂધ નિવર્તિયા, તિહાં દોઈ, મારગ અનુરૂદ્ધ, હો મુણિંદ ! પડિ. ૪. એક નિકટ તે અતિહિ વિષમ અછે, દૂરે તે સમ છે મગ, હો મુણિંદ ! સામે આવ્યો એક વિષમ ત્યજી, બીજો નિકટથી વિષમતે મગ્ન હો મુણિંદ ! પડિ ૫. ઘટ ભાગ્યે તસ ઈક પગ ખેલ્યો, બીજો પણ પડતો તેણ, હો મુણિંદ ! સામે આવ્યો તેણે પય રાખીયો, સુતા દીધી તેણ ગુણેશ, હો મુણિંદ! પડિટ ૬. ‘ગતિ ત્વરિતે આવજે નવિ કહ્યું, પય લાવજો” કહ્યું એમ, હો મુણિંદ ! કુલપુત્રે વક્ર તિરસ્ક ધરો
૧. તેણે જોઈયો. ૨. વિકટ. ૩. લગ્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org