________________
૭૯૬
પંચ પ્રતિકમાણસૂત્ર
પ્રતિક્રમ્ય તે કર્મ-ક્રોધાદિ જાણો, ટલે તે તો સર્વ લેખે પ્રમાણો; મલે જે સુજનસંગ દઢરંગ પ્રાણી, ફલે તો સકલ કજજ એ સુજસ વાણી. ૯.
રાયસી પ્રતિક્રમણ
છે ઢાલ સાતમી છે બ્રહ્મચર્યના દશ કહ્યા અથવા જુઓ જુઓ અચરજ અતિભલું - એ દેશી. દેવસી પડિકકમણ વિધિ કહ્યો,- કહિએ હવે રાઈનો તેહરે; ઈરિય’ પડિકમિય “ખમાસમણ મ્યું, “કુસુમિણ દુસુમિણ’ જેહ રે. ૧. ચતુર નર ! હેતુ મન ભાવ - એ આંકણી. તેહ ઉપશમ કાઉસ્સગ્ગ કરો, ચાર લોગસ્સ મનિ પાઠ રે; દિઠિ-વિપરિયાસ' સો ઉસ્સાસનો, “ધી-વિપરિયાસ' રાત આઠ રે. ચતુર. ૨. “ચિઈ વંદન’ કરિય સઝાય મુખ. ધર્મ વ્યાપાર કરે તાવરે, જાવ પડિકકમણ વેલા હુએ, ચઉ “ખમાસમણ દિએ ભાવરે. ચતુર. ૩. “રાઈ પડિકકમણ ઠાઉ ઈમ કહી, “સબૂસ્સવિ રાઈ કહેઈ રે; “સકકલ્થય ભણી “સામાયિક' કહી, “ઉસ્સગ્ગ” એક ચિંતઈ રે. ચતુર ૪. બીજે એક દર્શનાચારનો, ત્રીજે અતિચાર ચિતરે; ચરિત્રનો તિહાં એક હેતુ છે, અલ્પ વ્યાપાર નિસિ ચિત્તરે. ચતુર ૫. પારી “સિદ્ધસ્તવ' કહી પછે, જાવ કાઉસ્સગ્ન વિહિપુલ્વરે, પ્રત્યેક કાઉસ્સગ્ગ પડિકકમણથી, અશુદ્ધનો શોધ એ અપુવૅરે. ચતુર ૬. ઈહાં વીર છમાસી ત૫ ચિંતવે, હે જીવ ! તું કરી શકે તેહરે; ન શકું એ ગાઈ ઈગુણતિસતાં, પંચ માસાદિ પણ જેહરે. ચતુર છે. એક માસ જાવતેર ઊણડો, પછે ચઉતિસ માંહિ હાણ; જાવ ચઉથ આંબિલ પોરિસિં, -નમુકકારસી યોગ જાણી રે. ચતુર ૮. શક્તિ તાંઈ ચિત્ત ધરી પારીએ, મુહપત્તિ વંદન પચ્ચકખાણ રે; “ઈચ્છામો અણુસઠિ' કહી તિગ થઈ, થય-ચિઈવંદણ સુહજાણ રે. ચતુર. ૯. સાધુ વલી શ્રાદ્ધકૃત પૌષધો, માગે આદેશ ભગવન્નરે; “બહુવેલ સંદિસાઉ ‘બહુવેલ કરું, લઘુતર અનુમતિ મન્નરે. ચતુર. ૧૦. ચઉ ખમાસમણ વંદે મુનિ, “અઢાઈજેસુ' તે કહે સદ્યરે, કરે પડિલેહણ ભાવથી, સુજસ મુનિ વિદિત સુગુણરે ચ૦ ૧૧.
પખી પ્રતિક્રમણ વિધિ
ઢાલ આઠમી . મધુબિંદુઆની, અથવા સરસતી ! મુઝરે માતા ! દિયો બહુમાન રે – એ દેશી. હવે પપિયરે ચઉદસિ દિન સુધી પડિકમે પડિકમતારે નિત્ય, ન પર્વ અતિક્રમે; ગૃહશોધ્યું રે પ્રતિદિન તો પણ શોધીએ, ૫ખસંધિરે ઈમ મન ઈહાં અનુરોધિયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org