________________
૭૨૪
પંચ પ્રતિકમાણસૂત્રો
હવે ત્યાં આવી ચડેલા કોઈક રાજાએ તે શ્રેષ્ઠ રૂપવાળી નારીને પોતાની સાથે લઈ લીધી; તે તેની માનીતી રાણી થઈ.
પેલા વાનરને કોઈ મદારી લોકોએ પકડી લીધો અને તેને નાચતાં શીખવ્યું. પછી તેને અંતેઉર સહિત બેઠેલા રાજા પાસે લઈ જવામાં આવ્યો. તે વાનરે રાણીને ઓળખી લીધી. તેમજ રાણીએ પણ વાનરને ઓળખ્યો. વારંવાર વાર્યા છતાં પણ તે વાનર રાણીની સન્મુખ તેને લેવા જાય છે, ત્યારે રાણીએ તેને કહ્યું કે,
હે વાનર ! જેવો અવસર તેવું ચાલવું જોઈએ. તારી ભૂલ તને જ નડી છે, તે તું યાદ કર !”
માટે અક્ષર માત્રાદિક અધિક ઉમેરીને બોલવાથી સૂત્ર પણ નુકસાન માટે થાય, એમ બુદ્ધિમાન જનોએ જાતે વિચારી જૂનાધિક ન થાય તેમ શુદ્ધ સૂત્રોચ્ચાર કરવો. હવે અક્ષર માત્રાદિક ન્યૂન સૂત્રપાઠ બોલતાં હાનિ થાય, તે બતાવવા માટે ઉદાહરણ આપે છે:
૩. રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સમવસર્યા. તેમની પાસે ધર્મદેશના સાંભળી સભા વિસર્જન થયા બાદ સ્વગૃહ પ્રતિ જતાં શ્રેણિક રાજાએ પાંખ વગરના થઈ પડેલા પંખીની પેરે આકાશમાં ઊંચા ચઢતા અને નીચા પડતા એક વિદ્યાધરને દૂરથી જોયો. તેનું કારણ જાણવાની ઈચ્છાથી રાજા ત્યાંથી પાછા ફરી સમવસરણમાં આવી પ્રભુને તે વ્યતિકર પૂછવા લાગ્યા.
ત્યારે પ્રભુએ કહ્યું કે, “એ વિદ્યાધર આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે, તેથી તે વિદ્યા તેને બરાબર સંકુરતી નથી અને એથી જ એ ચઢે-પડે છે.”
એ વાત અભયકુમાર સાંભળી અને તે વિદ્યાધર પાસે આવી કહેવા લાગ્યા કે, “તમે અક્ષર ભૂલી ગયા છો. જો તમે મને એ વિદ્યા આપવી કબૂલ કરો, તો હું તમને એ અક્ષર બતાવું.'
વિદ્યાધરે તેમ કરવા કબૂલાત આપી. અભયકુમારે પદાનુસારિણી લબ્ધિ વડે તે અક્ષર તેને કહી બતાવ્યો. પછી વિદ્યાધરે તેને વિદ્યા આપી અને પોતે ક્ષેમકુશળ ઈષ્ટ સ્થાને જઈ પહોંચ્યો. જૂનાધિક અક્ષર ભણવ ભણાવવામાં આવે તો તે આશ્રયી પણ તેવું જ પરિણામ જાણવું.
હીન તેમજ અધિક અક્ષર ઉભય પ્રકારની ભૂલ આશ્રયી ઉદાહરણ આપે છે.
૪-૫. રોગી માણસને તેનાં પિતામાતા કે વૈદ્ય પ્રમુખ જે તેની દયા ચિંતવીને તીખાં, કડવાં, કષાયેલાં ઔષધ ઓછા પ્રમાણમાં આપે, તો તે જલદી સાજો થઈ શકે નહિ. અને જે સ્વેચ્છાથી તેને અધિક પ્રમાણમાં આપવા માંડે તો તે મરી જાય. એટલે જેમ રોગી માણસને અન્યૂનાધિક ઔષધ અને આહાર વડે જ સુખ શાન્તિ રહે છે, તેમ સૂત્ર આથમી પણ સમજવું.
કારણ - “અક્ષર માત્રાદિક હીનાધિક કરતાં સૂત્રનો ભેદ થાય છે, સૂત્રના ભેદથી અર્થનો ભેદ ફિરફારો થાય છે (અર્થમાં વિરોધ આવે છે), અર્થભેદથી ક્રિયા રૂપ ચારિત્રનો ભેદ-વિપર્યય થાય છે, ચારિત્રનો ભેદ થવાથી મોક્ષનો અભાવ (ગેરલાભ) થાય છે, અને મોક્ષનો અભાવ થવાથી દીક્ષાનું નિષ્ફળપણું સિદ્ધ થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org