SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાગસૂત્રો ૬૯૯ તેમજ છે. આ આખા સ્તોત્રમાં માત્ર એક જ ગાથા ઘણું જ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. આ ગાથા કયાંની હશે ? અહીં કેમ મુકાઈ હશે ? તેની પાછળ શો ઈતિહાસ હશે ? તે કાંઈ કલ્પના કરી શકાતી નથી. ગાથાના સંદર્ભ ઉપરથી માત્ર એટલું જ સમજાય છે કે આ શાંતિ સ્તોત્રના રચનારા કોઈ પણ આચાર્ય મહારાજાએ આ સ્તોત્ર ઉદ્ધરીને જ્યારે જાહેરમાં મૂક્યું હશે ત્યારે તે સાંભળીને, બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી અરિષ્ટનેમિ ભગવંતનાં માતા શિવાદેવી દેવી રૂપે એ શહેરમાં હાજર હશે, તે બહુ જ ખુશી થયા હશે, ને શ્રી સંઘને આશીર્વાદ આપીને ગયાં હશે. તે વખતની આ ગાથા અહીં ઉદ્વરી લીધી હશે. અથવા કોઈ બીજા સંદર્ભમાં એ ગાથા હશે. પરંતુ શિવાદેવી શબ્દ, શિવ થવાનો આશીર્વાદ, અશિવની શાંતિ વગેરે શબ્દો આ શાંતિપાઠના ઉદ્દેશને બંધબેસતા જોઈને શિવમસ્તુ શ્લોકની પેઠે પણ તેનો અહીં સંગ્રહ કર્યો હોય. એવો પણ અભિપ્રાય છે કે તીર્થંકર પદ સવિજીવ કરું શાસનરસી ભાવનાથી બંધાય છે અને એ ભાવના તીર્થંકરની માતા છે અને અમારું તમારું શિવ થાય, અશિવ જાય તેમ કહી અહીં આ ભાવના મૂકી હોય અથવા કેટલાકનું કહેવું એવું છે કે, “આ સ્તોત્ર જ એ દેવીએ બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યું, અને આ પ્રમાણે આશીર્વાદ આપીને ગયાં.” ખરેખર માનવાને કારણ પણ મળે છે કે, આ સ્તોત્રમાં કોઈપણ ઠેકાણે સ્તોત્રકર્તાનું નામનિશાન નથી. અને કોઈનું નામ મળતું હોય, તો માત્ર આ શિવાદેવીનું જ મળે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આખું સ્તોત્ર સંસ્કૃતમાં અને માત્ર કર્તાની ગાથા જ પ્રાકૃતમાં કેમ ? તેથી એ સંભવ છે કે, બીજી કોઈ સંકલનાની એ ગાથા હોય. છેલ્લી બે ગાથાઓ લઘુશાંતિને અંતે પણ છે, તે અહીંથી ત્યાં ગઈ હશે કે ત્યાંથી અહીં આવી હશે એ પ્રશ્ન રહે છે. લઘુશાન્તિ અને બૃહચ્છાન્તિ પહેલાં શ્રી સંઘે માન્ય કરેલા કોઈપણ બીજા શાન્તિ પાઠો બોલાતા હશે, કેમ કે સ્તવન, સ્તોત્ર-સઝાય, સ્તુતિ-થોય, આલોચન પાઠ, ચૈત્યવંદન વગેરેની માફક શાન્તિ પાઠ ઐચ્છિક છે. ૭૫-અથ સંતિ-કર સ્તવનમ-૯ ૧. મંગળાચરણ અને વિષયનિર્દેશ સંતિ કરે = શાન્તિ કરનાર. સંતિ-જિગં=શાતિજિનેશ્વર. જગ-સરગં=જગતને શરણ રૂપ. જય-સિરીઈ વિજયલક્ષ્મીને. દાયા આપનાર. સમરામિ=સ્મરણ કરું છું. ભત્ત-પાલગ-નિવાણી-ગરુડ-કય સેવં = ભકતોનું પાલન કરનાર. નિર્વાણી દેવી અને ગરુડયક્ષ વડે સેવાયેલા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy