________________
પંચ પ્રતિકમાણસૂત્રો
(૨) સિદ્ધ ભગવંતોના આઠ ગુણો : ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત અવ્યાબાધ સુખ, ૪. અનંત ચારિત્ર, ૫. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુપર્યાય, ૮. અનંતવીર્ય.
(૩) આચાર્ય ભગવંતોના છત્રીશ ગુણ : ૫ ઈન્દ્રિયોને વિકાર તરફ જવા ન દેતાં તેને દબાવી રાખવી. બ્રહ્મચર્યવ્રતની નવ ગુપ્તિઓ. ૪ કષાયનો ત્યાગ. પાંચ મહાવ્રતોનું પાલન. ૫ સમિતિ અને ૩ ગુપ્તિનું પાલન. પ+૯+૪+૫+૧+૫+૩=૩૬ એ છત્રીશ ગુણો.
(૪) ઉપાધ્યાય ભગવંતોના પચીસ ગુણો : ૧. આયારાંગ (આચારાંગ), ૨. સૂયગડાંગ [સૂત્રકૃતા], ૩. ઠાણાંગ [સ્થાના], ૪. સમવાયાંગ [સમવાયા], ૫. ભગવતી, ૬. નાય ધમ્મકહા [જ્ઞાતાધર્મકથા], ૭. ઉવાસગદશાંગ [ઉપાસકદશા], ૮. અંતગડદશાંગ [અન્તકૃદશાન], ૯. અનુત્તરોવવાઈ [અનુત્તરપપાતિક], ૧૦. પન્ડ વાગરણ [પ્રશ્ન-વ્યાકરણ), ૧૧. વિવાગ [વિપાક-સૂત્ર એ અગિયાર અંગ ભણાવવા તથા ૧. ઉવવાઈ સૂત્ર [ઔપપાતિક સૂત્ર] ૨. રાય-પસણીય સૂત્ર [રાજ-પ્રશ્નીય સૂત્ર] ૩. જીવાભિગમ ૪. પન્નવણા [પ્રજ્ઞાપના] ૫. જંબુદ્દીવપન્નતિ [જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ] ૬. ચંદપન્નતિ [ચન્દ્રપ્રજ્ઞપ્તિ] ૭. સૂરપન્નતિ [સૂર્યપ્રજ્ઞપ્તિ) ૮. કપિયા [કલ્પિકા) ૯. કપૂવડંસિયા [કલ્પાવતંસિકા] ૧૦. પુષ્ક્રિયા [પુષ્પિકા) ૧૧. પુષ્ફ-ચૂલિયા [પુષ્પ-ચૂલિકા] ૧૨. વન્તિ દશા [વૃષ્ણિ દશા]: એ બાર ઉપાંગો ભણાવવા, (૧૧+૧૨=૨૩) તથા ૨૪. કરણસિત્તરિ અને ૨૫. ચરણસિત્તરીનું પાલન અને શિક્ષા.
(૫) સાધુ-મુનિરાજોના સત્તાવીસ ગણો : ૫ મહાવ્રત. ૧ રાત્રિ ભોજન વિરમણ. ૬ કાયના જીવોની વિરાધનાનો ત્યાગ. ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ. ૧ લોભનો ત્યાગ. ૧ ક્ષમા. ૧ ચિત્તની નિર્મળતા. ૧ પ્રમાર્જના અને પ્રતિલેખના. ૧ સંયમ. ૩ સાવધ મન-વચન કાયાનો રોધ. ૧ પરિષહ સહવા. ૧ ઉપસર્ગ સહવા. એ ર૭ સત્તાવીસ. ૧૨+૮+૩૬+૨૫+૨૭=૧૮. કુલ એકસો આઠ ગુણો પંચ પરમેષ્ઠીના છે.
[ઇતિ શ્રી પશ્વમંગલ સૂત્ર
૨. શ્રી આચાર્ય-સ્થાપના-સૂત્ર
૧. શ્રી પંચિંદિય-સૂત્ર-૧ શબ્દાર્થ:- પંચિંદિઅપાંચ ઈન્દ્રિયોને. સંવરણો રોકનાર. તહ તથા. નવવિહ નવ પ્રકારની. બંભચેરબ્રહ્મચર્યવ્રતની. ગુત્તિધરો રક્ષા વાડને ધારણ કરનાર. ચઉવિહ=ચાર પ્રકારના કસાય કષાયથી. મુકકો મુકાયેલા. ઈચ=એ. અઢારસગુગેહિં અઢાર ગુણો વડે. સંજુત્તાયુકત સહિત.
પંચમહવ્યય= પાંચ મહાવ્રતોએ. જુવોયુકત સહિત. પંચવિહાયાર=પાંચ પ્રકારના આચારને. પાલણસમો પાળવામાં સમર્થ. પંચસમિઓ પાંચ પ્રકારની સમિતિએ યુકત તિગુનો ત્રણ ગુપ્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org