________________
પંચ પ્રતિકમાણસૂત્રો
બાપના કૂવામાં ડૂબવું” વગેરેથી નિંદવામાં આવે છે. પણ તેવી નિંદા પણ આજના પ્રચારનું એક અંગ છે, માટે કોમી વાદ તોડવા કે કુરૂઢિઓ તોડવા કે વહેમો કાઢવા જે જે આ જમાનાની હિલચાલો છે, તે સ્પષ્ટ રીતે આપણને કોઈ ને કાંઈ નુકસાનકારક છે જ. તે આધ્યાત્મિક દૃષ્ટિથી કે નથી અને માર્ગાનુસારી પણ નથી.
આમ સમજીને માર્ગાનુસારી અને પ્રભુની આજ્ઞામાં રહેવાથી જ લાભ છે. તેમાંથી ચૂકવાથી નુકસાન છે. ભારતના રીતરિવાજનાં તત્ત્વો અને તેની પાછળના સાયન્સ અને વિજ્ઞાનને સમજીને ત્યાગ કરવા લાયક હોય તો તેનો સમજીને ત્યાગ કરવો જોઈએ. પરંતુ બહારના માણસોની નિંદાથી કે સ્તુતિથી ગભરાઈને કે દેખાદેખીથી તેમ કરવું ન જોઈએ કે ફુલાવું ન જોઈએ. આ બાબત પંચતંત્રમાંની ઘણી કથાઓમાંથી શીખવા જેવું છે.
આવી હાલના જમાનાની સાથે તુલના કરીને વિશેષ વિચારણાઓ જુદા જુદા પ્રસંગોએ આ ગ્રંથના લેખકે કરેલ છે. તેમાંથી વિશેષાર્થીઓએ જોઈ લેવું. તેનાં નામો અત્રે લખીએ છીએ. (૧) કરેમિ ભંતે! સૂત્ર અને પ્રભુ મહાવીર સ્વામીની મહાપ્રતિજ્ઞા. (૨) વિશ્વાવલોકન અને જીવનવિકાસ. (૩) પ્રાકૃત પ્રવેશિકાની પ્રસ્તાવના. (૪) આ સંસ્થા તરફથી બહાર પડેલ :
૧. સ્નાત્રપૂજા સંગ્રહની પ્રસ્તાવના. ૨. જીવવિચારની પ્રસ્તાવના. ૩. નવતત્વની પ્રસ્તાવના. ૪. દંડકની પ્રસ્તાવના. ૫. બાળપ્રવેશિકાની પ્રસ્તાવના. ૬. દ્રવ્યગુણ પર્યાયના રાસમાંના અને ૭. શ્રીમદ્દ ઉ. મહારાજના ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ બીજામાંના ત્રણ લેખો અને પ્રસ્તાવના.
૮. શેઠ વેણીચંદ સુરચંદના જીવનચરિત્રની પ્રસ્તાવના. (૫) પાટણ કેશરભાઈ જ્ઞાનમંદિર તરફથી બહાર પડેલ તત્વાર્થ સૂત્રમાંનું રહસ્ય પરિમલ અને
પ્રસ્તાવના. (૬) તથા છૂટાં છૂટાં પ્રસિદ્ધ – અપ્રસિદ્ધ લેખો, પત્ર વ્યવહારો વગેરે.
જેમાં પ્રસંગે પ્રસંગે હાલના જમાનાની ભાવના સાથે જૈન ધર્મનાં રહસ્યો ઘટાવીને તેની પોકળતા અને જૈન ધર્મનાં રહસ્યોની ખૂબી સમજાવી છે. અને જડવાદના અંતિમ પરિણામ સુધી પહોંચીને તલસ્પર્શી વિચારો કરવામાં આવેલા છે, જેમાંથી ખપી જીવોને સંભવ છે, કે કદાચ આ દિશાના ઉપયોગી ઘણા વિચારો જાણવા મળે.
મુદ્દો એક જ છે કે, આજે પ્રાચીન ધર્મનો અભ્યાસ આ જમાનો ખંડનાત્મક દૃષ્ટિથી જ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org