________________
૬૪૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
છેલ્લા કેટલાક દશકામાં આધ્યાત્મિક ઉપદેશકોએ પણ આ ચાલુ જમાનાની અસરમાં જેટલે અંશે આવીને તેવા રિવાજ ઉપર કટાક્ષો કરીને ઉપદેશ આપ્યા હશે, તેટલું પ્રજાને બીજા હાથ પર નુકસાન થયું છે. આધ્યાત્મિક દષ્ટિ બરાબર હતી, પરંતુ તેની પાછળની સુધારક દષ્ટિ બરાબર ન હતી. એ રીતે પણ સુધારકોને તે વખતે આપણા જીવનમાં ઘૂસવાનો અને તેના ઉપર ટીકા કરવાનો તે વખતે પ્રસંગ મળી ગયો, એટલે જ આજે તેઓ આપણા જીવનના દરેક ભાગમાં અને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓ અને બીજા સારા રિવાજો પર ટીકા કરતા થયા છે. તે એક મોટું નુકસાન થયું છે. તેઓએ એ વખતે જોયું કે, “ભલેને આધ્યાત્મિક દૃષ્ટિથી કે જેને જે રીતે ઠીક પડે, તે દૃષ્ટિથી ઉપદેશ આપે પણ આજે એ રીતે પણ આપણી વાત પ્રજા પાસે ઉપદેશકો સ્વીકરાવરાવે છે. અને તેવા રિવાજોની પ્રતિજ્ઞાઓ આપે છે, માટે આપણું કામ થાય છે.” એમ સમજીને તેઓએ પણ તે વખતે તેમાં સહકાર કરેલો. આ ઉપરથી કેટલાકને એ આશ્ચર્ય થશે કે, આવી રડવા કૂટવા જેવી કુરૂઢિઓ, લોહીના લાડુ જેવી વાતને ટેકો અપાય છે, તે જૈન ધર્મની દૃષ્ટિથી પણ કઈ રીતે સંગત છે ? પરંતુ આ વાત અમોએ જૈન ધર્મના ત્યાગમય સિદ્ધાંતની દષ્ટિથી નથી લખી, પરંતુ માર્ગાનુસારી વ્યવહારદષ્ટિ પર ખ્યાલ રાખીને લખી છે. અને તે બનેયનું આપણા જીવનમાં કેવી રીતે સ્થાન છે તેના સ્પષ્ટીકરણ સાથે લખી છે. એટલે ગેરસમજ થવાનો સંભવ નથી અને હાલના પ્રચારકોની દષ્ટિ તો નથી આધ્યાત્મિક કે નથી માર્ગાનુસારી. માત્ર પરદેશી સ્વાર્થની દૃષ્ટિનું અનુકરણ છે. એટલે તેઓની ગમે તેવી નિંદા કરે તેથી બીવાનું ન હોય, લોહીના કહે કે પરુના કહે તે સર્વ શબ્દો ઉપેક્ષ્ય જ છે. કેમ કે, તેમની વાત ધ્યાન આપવા લાયક જ ન ગણાય. વળી દેશનાયકોએ પરદેશી સંસ્કૃતિ અને પ્રચારના મોટામાં મોટા ગુલામો કે હથિયારો છે, તે તો આગળ અનેક રીતે સાબિત કરવામાં આવેલ છે.
કન્યાવિક્રયની નિંદા પણ આવા જ લક્ષ્યથી શરૂ થયેલી છે. યદ્યપિ કન્યાનું શુલ્ક લેવું તે હિંદની શિષ્ટ પ્રજામાં મૂળથી જ નિંદ્ય ગણાતું આવ્યું છે. આવડી મોટી આખી પ્રજામાં બીજી રીતે સામાજિક દરજ્જો ટકાવી રાખવા કોઈ એવી ભૂલ કરી પણ બેસે. એટલે તેને સામાજિક અપ્રતિષ્ઠા આપવા તેવાં નિંદાનાં વાક્યો શાસ્ત્રોમાં મળે પણ ખરાં પરંતુ આજના સુધારકોને નથી પડી કન્યાવિક્રયની, નથી પડી હરવિજ્યની. તેમને તો આવા બહાના મારફત આપણી લગ્નવ્યવસ્થા ફેરવી નાંખવા તેમાં ઘૂસવાનું છિદ્ર જોઈતું હતું, તે આ રીતે મળી ગયું એટલે તેને ઉશ્કેરીને મોટું કરવામાં આવ્યું. તેઓનો હેતુ, આંતરજાતીય, આંતરરાષ્ટ્રીય, વર્ણાન્તર, લગ્નો તરફ પ્રજાને દોરવા, વિધવા વિવાહ કરાવવા, છૂટાછેડા લેવરાવવા એવી એકાદ પ્રાથમિક હિલચાલની જરૂર હતી. હજારો વર્ષના સંજોગોને લીધે અમુક અમુક કુટુંબોમાં એવી પરિસ્થિતિ ગોઠવાઈ હોય, તેથી એકાએક નાતના આગેવાનો કન્યાવિક્રય કરનાર ઉપર વધારે પડતું દબાણ ન લાવી શકે. એ સ્થિતિમાં કન્યાવિક્રય જેવા રિવાજના નામે પણ થોડા ઘણાને ઉશ્કેરી રાખ્યા હોય, તેઓ બળ કરીને પણ કંઈક પણ સ્વરૂપમાં તેવા રિવાજ વિરુદ્ધ ઠરાવ કરાવી શકે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org