________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૩૯
૧. મરણ પાછળ રડવા કૂટવાનું યોગ્ય છે કે અયોગ્ય તે વિચારવા જેવું છે. આધ્યાત્મિક દષ્ટિથી અયોગ્ય
છે, પરંતુ સાંસારિક દૃષ્ટિથી માર્ગાનુસારી જણાય છે. ૨. સુધારાવાળા રડવા-ફૂટવાનો તથા મરણ પાછળનો નિષેધ કરે છે, તે આધ્યાત્મિક દૃષ્ટિથી કરતા
નથી પરંતુ તેઓ તો માત્ર આપણા જીવનમાં પલટો લાવવા માટે આપણા જીવનની તમામ બાજુઓ ફેરવી નાંખવા માગે છે. પરંતુ એકદમ એ બધી બાબતો હાથમાં ન લેતાં શરૂઆતમાં મરણ પાછળની કેટલીક રીતભાતો, કન્યાવિક્રય વગેરે જેવી આગળ તરી આવતી વસ્તુઓ પકડીને “હિંદુઓના સંસારમાં સુધારા વધારા કરવાની જરૂર છે.” એવું વાતાવરણ ઊભું કરી શકયા છે. અને જે થોડા ઘણા તે વખતે પોતે કેળવેલા અને પગાર વગેરેથી કે સરકારી નોકરી ધંધા કે લાગવગથી આશ્રિત વગેરે માણસો મળ્યા તેમનાથી એક સંસ્થા સ્થાપીને કાયમને માટે પ્રચારક ખાતું ખોલ્યું છે. ચોરાનું નખ્ખોદ ન જાય, તેથી કોઈને કોઈ હિલચાલ કરનાર મળ્યા કરે જેમ જેમ વખત જતો જાય, તેમ તેમ અને જેમ જેમ આર્ય સંસ્કૃતિની તાલીમ મળ્યા વગરની ઊછરતી પ્રજાને એ વિચારોથી કેળવતા જાય, તેમ તેમ કોઈને કોઈ કુરિવાજ જેવું લાગે, અને બીજાઓને બીજું કંઈ કુરિવાજરૂપ લાગે. એટલે હિંદુઓનાં ખાનપાન, લગ્નવ્યવહાર, ઘરસંસાર, ધંધારોજગાર, ધાર્મિક વિધિઓ એમ જીવનના દરેકે દરેક અંગમાં કુરૂઢિ અને કુરિવાજપણું લાગતું જાય, તે દરેક તોડવા જુદા જુદા પ્રયત્નો અંદરોઅંદર ચાલે. હવે તો આજના શિક્ષિતોને તો એટલા બધા કુરિવાજે લાગે છે કે, તેનો છેડો જ નથી રહ્યો. આજે રડવા કૂટવા અને કન્યાવિક્રય પૂરતા જ સુધારા-વધારા કરવાના રહ્યા નથી, પરંતુ એવી સેંકડો બાબતો ઊભી કરી છે અને એ બધા પ્રથમના રિવાજો કાઢી નાંખીને શું કરવું એ પ્રશ્નના જવાબમાં, તે મૂળ બાબતમાં જ સુધારો-વધારો થતો નથી, પરંતુ બીજી બાજુ કેળવાયેલા વર્ગમાં તેને સ્થાને બીજી વસ્તુઓ પ્રચારમાં મૂકી હોય છે, તે આગળ વધારવા આંગળી ચીંધવામાં આવે છે. આજના “આગળ ધસો, આગળ વધો” શબ્દોનો આ અર્થ છે. એટલે જેમ જૂનું ખસે તેમ નવું પથરાતું જાય તેવી ગોઠવણ કરવામાં આવેલી છે. તે વધુ કુરૂઢિરૂપ, વધુ વહેમરૂપ, વધુ ખરાબ છતાં પણ તે બધું યે જમાનાને નામે પોષણ પામે જ જાય છે.
દાખલા તરીકે, હોકાની નિંદા કરી પણ તેને ઠેકાણે બીડી સિગારેટ ગોઠવાયા, જમણવારની નિંદા કરી તેને ઠેકાણે ટી-પાર્ટી, ગાર્ડન પાર્ટી વગેરે ગોઠવાયા. છાશને બદલે ચા, અફીણને બદલે દારૂ, ઢોલ-શરણાઈને બદલે બેંડ વગેરે, રાજાઓના હજૂરિયાઓના બદલે વકીલો ગોઠવાયા, ચારણોને બદલે છાપાં, ખેસને બદલે નેકટાઈ, નાતજાતને બદલે સંસ્થાઓ, કલબો અને એસોસિયેશનો ગોઠવાયાં, ઉઠમણાને બદલે શોકસભાઓ વગેરે ગોઠવાયાં છે. એટલે પ્રજાના ચાલુ રીતરિવાજને કુરૂઢિ, વહેમ કે કુરિવાજને નામે નિંદવા સાથે જ, કેળવીને ઘડેલા બીજા વર્ગમાં તે તે પ્રવૃત્તિને સ્થાને બીજી વસ્તુઓ બરાબર ગોઠવી દીધી હોય છે, કે જે એક એક ધીમે ધીમે પ્રચાર પામતી જાય છે અને આપણને નડી રહી છે.
અર્થાત, કન્યાવિક્રય કે રડવા કૂટવાના રિવાજ વિરુદ્ધ પ્રચાર કરનારનો હેતુ માત્ર કુરિવાજ દૂર કરવા પૂરતો જ નહોતો પરંતુ, આપણા આખા જીવનમાં પલટો આણવા પૂરતો હતો, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org