________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૨૯
ઉપરથી પરિસ્થિતિ નભાવી લે છે. આની જોડી જગતમાં નહીં જ મળે. આવા આદર્શ સ્ત્રીવર્ગવાળા જ્ઞાતિઓના સમુદાયોના સમુદાયો આ દેશમાં છે. માત્ર કોઈ કોઈ અપવાદિક વ્યકિતઓ સિવાય ત્યારે યુરોપ વગેરેમાં આવી વ્યક્તિઓ માત્ર આપવાદિક હોય છે. પરંતુ આજના જાહેર વાતાવરણનું ધ્યેય ભારતના જીવનમાં દોષો જોવાનું જ છે, એટલે ગુણો જાહેરમાં આવતા નથી.
આ બધું પ્રણાલિકાવાદ તોડવાના, નવચેતન પ્રગટાવવાના, જુનવાણીને ભૂકો કરવાના સમાજની સિતમની ભઠ્ઠી તોડી પાડવાના બહાના નીચે આજના અજ્ઞાન નવયુવકો કેટલાક થોડા ઘણા દાખલા ઉપરથી તોડવા પ્રયાસ કરી રહ્યા છે. તે ખરેખર પગમાં જ કુહાડો મારે છે, ભાંગવું સહેલું છે, પણ લાખો મહાત્માઓની મહેનતથી ઉત્પન્ન થયેલું આવું રચનાત્મક પ્રજા પોષક તત્વ ઉત્પન્ન કરવું તદ્દન અશકય જ છે.
પરંતુ દેશના ધંધાઓ જ્યારે પરદેશીઓના હસ્તક ચાલ્યા જતા જાય છે, અને પુરુષોને તેમાં માત્ર દલાલી, નોકરી કે સનદી ધંધા કરવા પડે છે, તો પછી સ્ત્રીઓ બાદ કેમ રહી જાય ? આજ સુધી પુરુષોને પરદેશી આર્થિક તંત્રના ગુલામ બનાવી રાખવામાં આવ્યા હતા. પરંતુ એટલેથી ભાવિ કાળમાં નભી શકે તેમ નથી. એટલે વધુ મજૂરોની સંખ્યા મેળવવા પુરુષો અને સ્ત્રીઓ બન્નેયને ભેળવવા માટે આ જાતનો આર્થિક સ્વતંત્રતાનો પ્રચાર કરવામાં આવ્યો છે. સ્ત્રીઓ સ્વતંત્ર હતી, હવે તે પણ ગુલામ બનશે. એટલે કે એક પૈડું જે રીતે ગુલામીમાં ચાલતું હતું, તેની સાથે બીજું પડું નહોતું ચાલતું. એટલે હવે બન્નેય પૈડાં એક જ સાથે ચાલશે, અને કેળવણીની સંસ્થાઓ વર્ધા સ્કીમ મારફત તેમને જોઈએ તેવા માફકસરના ઘડીને તૈયાર કરી લેશે. આજની સ્ત્રી ઉદ્યોગશાળાઓનું પણ ભાવિ આ જ છે. અને તેની સાથે સ્ત્રીઓના જૂના સારા સંસ્કાર તોડીને નવા દાખલ કરવાનાં સાધનો તરીકે પણ તેનો કેટલેક અંશે ઉપયોગ થશે. કેમ કે તે મુખ્ય ધ્યેય છે. આ આર્થિક સ્વતંત્રતાનું આખરી પરિણામ. ધાર્મિક, પવિત્ર, કાયમી લગ્નને બદલે રશિયાના સમાજવાદની જેમ અમુક વખત પૂરતા લગ્નના કરારને રસ્તે સ્ત્રીઓ અને પુરુષો ચડી જશે અને પવિત્ર ભાવનાઓનું ખેદાનમેદાન નીકળી જશે. રશિયાના આજના સમાજવાદ કરતાં ભારતીય વ્યવસ્થામાં સંપત્તિની ઉત્પત્તિ, વહેંચણી અને વિનિમયતા વધારે સમતોલ છે, અને તે વ્યવસ્થાનાં મૂળ તત્ત્વોમાં પ્રવિકાસ અને શરીરનાં સુતત્ત્વો વધારે પ્રમાણમાં છે. આવી એક આગળ વધેલી પ્રજાની સામે એવા ઊતરતા આદર્શો મોહક શબ્દોમાં ધરીને પ્રજાને મૂળ સ્થાન ઉપરથી ઉતારવાથી તે પ્રજા વહેલી અવનતિને રસ્તે ચડી જશે.
આ ભાવિ આપણે માટે આજના સમાજવાદનું છે, તે પણ યુરોપીય સ્વાર્થની જાળનો એક અંકોડો છે. તેથી અહીંની પ્રજાને નુકસાન છે. રશિયાની પ્રજાને ફાયદો થયો હોય તે સ્વાભાવિક છે. કેમ કે, તે પ્રજા સુધરેલી નહોતી, હવે સુધરતા સુધરતા આ સમાજવાદને દરજે આવી છે તે આગળ વધીને હિંદની પૂર્વની પૂર્ણવ્યવસ્થાની ટોચે જવા મહેનત કરશે. અને હિંદીઓને કે જેઓ રડીખડી પણ સારા રૂપમાં આદર્શ વ્યવસ્થા ઉપર છે, તેને સમાજવાદની વ્યવસ્થા ઉપર ઉતારવાથી જ તે પ્રજા કંઈક નીચી જ પડે. અલબત્ત, બેકારી પછી નવા ધંધામાં ગોઠવાયેલા નોકરો કે મિલ મજૂરો વગેરે સિવાયની પ્રજા હજુ ભારતીય વ્યવસ્થા ઉપર છે, તે સર્વને મિલ મજૂરોની પ્રગતિને નામે શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org