________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૫૯૯
પોષણ થાય, સત્તા અને જગત ઉપર આધિપત્ય વધે, તેવું પરિણામ લાવવું તે છે. તે તેઓની અહિંસા. તેમાં આવતી કોઈ પણ ચીજનો નાશ કરવો તે પણ હિંસા. આ નવી અહિંસા ખાતર જ ગણવી. અને તેના પરિણામરૂપ નાનાં મોટાં પ્રાણીઓ કે પશુઓનો નાશ થાય અને મનુષ્યોનો પણ સંહાર થાય, તો પણ હરકત ન ગણાય. અલબત્ત જે મનુષ્યો એ અહિંસામાં તત્કાલીન મદદ કરતા હોય તેમને સુખસગવડ મળે અને તેમાંય બીજાં જંતુઓ કે મનુષ્યોની હિંસા થાય તેની હરકત નહીં.” અને એ રીતે ગોરી પ્રજાના વિકાસની દૃષ્ટિથી અને તેમાં મદદ કરતા બીજા માણસોની દૃષ્ટિથી માનવદયા એ જ તેમની દયાનો મુખ્ય વિષય છે. જે સર્વ સામાન્ય માનવ દયા જ તેમનો વિષય હોત તો એટલે અંશે પણ તેને હિંસા ન કહેત. પરંતુ કેટલેક અંશે આપણે તેમને આર્યસંસ્કૃતિની અને જૈનદષ્ટિની અહિંસા કહેત પરંતુ શુદ્ધ માનવદષ્ટિની પણ અહિંસા તેમની વ્યાખ્યામાં સમાયેલી નથી. પરંતુ તેમની વ્યાખ્યામાં માનવામાં પણ લક્ષ્ય તો ગોરી પ્રજા જ છે. એટલે સ્વાર્થી અહિંસા છે. જેમ એ અહિંસા વધે તે એ પ્રજાની સત્તા સુખસગવડ વધે, તેમ ખરી અહિંસા અને બીજું પ્રાણીઓ તથા બીજા માનવોની હિંસા થાય જ. એ ચોખ્ખો હિસાબ સમજાય તેવો છે અને એ સ્વાર્થી અહિંસાને જગતમાં પ્રતિષ્ઠા અપાવવા જ હાલ તો જીવદયા મંડળી મારફત માનવી અહિંસાનો પ્રચાર કરાવવા, આપઘાત કરતા કે એવી રીતે અકાળે મરણ પામતા માનવોને બચાવવાની શરૂઆત કરવામાં આવેલી છે. પણ તે તો કામચલાઉ અને જેનો વગેરેની આધ્યાત્મિક અહિંસા વિરદ્ધ લોકમત કેળવવા માટે છે. કેમ કે, ગોરી પ્રજાનાં રાષ્ટ્રોએ અંદરખાનેથી એકમત થઈને આખી દુનિયા ઉપર પોતાની સત્તા અને માલિકી સ્થાપવા સાથે, પોતાની સંતતિમાં વધારો કરી આખી દુનિયામાં વસવાટ સ્થાપવા માટે - કાળી પ્રજાઓને ઓછી કરવા - તેનાં વેપાર, સત્તા, ધંધા, ખેતી વગેરે સીધા યા તો આડકતરા હાથ કરવા માંડ્યાં છે, અને તેને પરિણામે પ્રજાનો કેટલો બધો સંહાર ભવિષ્યમાં કલ્પી શકાય છે ? અને કેટલી ભયંકર હિંસા થશે ? હવે તેઓનો આ કાર્યક્રમ શરૂ છે, તેને પરિણામે પ્રજાનો મોટો ભાગ ધીમે ધીમે બેઆબરૂ, બેકાર, રોગી, ગાંડો, મૂર્ણ થતો જાય અને કેટલોક તો જાહેરની જાણ વિના જ નાશ પામી જાય. આ બધી ઘટના ચાલુ છે, ચાલુ રહેવાની છે, રોજ રોજ તેને માટે નવી નવી યોજનાઓ અને સ્કીમો અમલમાં આવતી જાય છે, છતાં તેના ઉપર કૃત્રિમ અહિંસાને નામે પડદો પડ્યો રહે છે. પ્રજાના ધ્યાનમાં એ વસ્તુસ્થિતિ આવે જ નહિ. માટે મફત દવાખાનાં, અનાથાશ્રમો, જીવદયા અને ખાસ કરીને માનવદયા માટેનાં ખાતાં, અનાથ બાળકોની રક્ષાનાં ખાતાં વગેરે ઉઘડાવવામાં આવે છે. આધુનિક જીવદયાના ખાતાંઓનું હવે પછીના કાળમાં આ પ્રકારનું સ્થાન છે.
અર્થાત્ હાલની સંસ્કૃતિને આગળ વધારનારી સંસ્થાઓના કામમાં અને વહીવટમાં જ્યાં જ્યાં જેનોની કહો કે ભારતીય આધ્યાત્મિક અહિંસા આડે આવે છે, તેને ગરીબો અને સ્ત્રીઓની દયાને નામે, સીધી કે આડકતરા કાયદાઓથી, મ્યુનિસિપાલિટીઓ મારફત, દેશનેતાઓ મારફત કે આવી મંડળીઓ મારફત ફેરવાયેલા અર્થવાળી અહિંસાનો પ્રચાર કરાવીને તેવા કાયદાઓ અને ઠરાવો કરાવીને નિંદવામાં આવે છે, દખલ કરવામાં આવે છે.
એટલે ગાંધીજીની આખી અહિંસાનો અર્થ પણ આ ઉપરથી સમજાશે. વાછરડાને ઝેર દેવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org