________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
મુખ્ય પરિણામ હિંદ માટે જ છે. જો કે સંપૂર્ણ સ્વતંત્રતાની શરત મૂકી છે, એટલે માંગણી વધુ પડતી છે. પરંતુ બ્રિટિશ સત્તા થોડી સ્વતંત્રતા આપે અને લડાઈની શરતમાં છેવટે જર્મનોને આ દેશમાં માત્ર વેપારની છૂટ આપે, એ બહુ નાની છૂટ કહેવાય. વસવાટની છૂટને માટે દેખીતો વાંધો ઊભો પણ રાખે, જો કે જર્મની વસાહત માંગે છે. પણ અહીં વેપાર કરવા આવેલા અહીંના વતની ગણાય એ સ્વાભાવિક છે. કેમ કે, અહીં લઘુમતી કોમો માટે જે હકકો અને રક્ષાઓ તેઓના આવતાં પહેલાં ગોઠવાઈ રહેશે. એટલે તો સ્વાભાવિક રીતે જ તેનો લાભ તેઓને મળશે જ. એટલે એ વાત બેયમાંથી એકેય ચર્ચશે નહીં અને બહાર એવું બતાવી શકાશે કે, “જર્મની વસાહતો માંગે છે, પણ એ કાંઈ અત્યારે આપી શકાય નહીં, હાલ તો વેપારી છૂટ આપવામાં આવી છે.” એમ દુનિયા જર્મનીનો વિજય પણ કેટલેક અંશે જોઈ શકે અને બ્રિટિશ પણ વસાહત ન આપવાની પોતાની ધારણામાં મકકમ રહેવાનું બતાવી શકશે, અને અહીંની પ્રજાને ઊંચા નીચા થવા માટેનું દેખીતું કારણ ન મળે, નહિતર આવા આવા જુદા જુદા પરદેશીઓને વસાવીને સરકાર હજુ અમને કેટલા બેકાર કરવા માંગે છે એવી બૂમ ઊઠે. જો કે હિંદુ સાથે જ બીજી વસાહતોમાં પણ વેપારી હકકો કદાચ આપશે. તેમજ જર્મનીના પ્રથમનાં સંસ્થાનો લડાઈના વાતાવરણ નીચે તેને કબજે થતા જશે. યહૂદીઓ માટે પણ પહેલાં તો બીજાં સંસ્થાનોમાં વસાવવાની વાતો જ કરી હતી. હિંદમાં વસાવવા માટે મુદ્દાના આગેવાનો સાથે વાતચીત થઈ ગયા પછી એ પ્રશ્ન જાહેરમાં ચર્ચો હતો. તેમાં હિંદનું નામ પણ લેવામાં નહોતું આવ્યું. પણ એ હિલચાલનું મૂળ લક્ષ્ય હિંદુ જ હતું. તે વખતે અમેરિકાના અગ્રેસર નેતા રુઝવેલ્ટે પણ યહૂદીઓની દયા ચિંતવી હતી અને લાગણી બતાવી હતી. તેઓ ઉપરના આટલા જુલમથી પોતાની અજાણ્યાવસ્થા બતાવી હતી.
અહીંના દેશનેતા નહેરુજીને ઇંગ્લેંડ બોલાવવામાં આવ્યા હતા. હિંદી પ્રધાને સત્તાવાદ ઉપરથી તેમની કડકમાં કડક ટીકાઓ શાંત મગજથી સાંભળી લીધી હતી અને જર્મનીના શાહીવાદે યહૂદીઓને કચડી નાખ્યા એ વાત તેમના ધ્યાન ઉપર આવવા દઈને, યહૂદીઓ તરફ સહાનુભૂતિ ઉત્પન્ન કરાવી હિંદમાં આમંત્રણ અપાવરાવી દીધું કે, શ્રી નહેરુજી હિંદમાં વિજય સાથે આવી પહોંચ્યા અને સ્પેનના ગરીબોને અન્નવસ્ત્ર મોકલાવરાવ્યું. તે બહાના નીચે ગોરી પ્રજાઓએ જાહેર દિવસ અમેરિકામાં પણ ઊજવ્યો.
૫૮૯
સારાંશ કે, આજે અહીંનાં ખેતી, ધર્મ, સામાજિક સંગઠન તોડવા યુરોપીય પ્રજાઓને અહીં વસાવવી, અહીંની પ્રજાને બહાર ધંધા માટે લઈ જવી. આ વગેરે હવેના કાર્યક્રમો છે. તેની પ્રાથમિક ભૂમિકા નાંખવા માટે આજની લડાઈ છે.
જો કે આ લડાઈ બાદ પણ જર્મન લોકો અને તેના પક્ષકારો, ઇંગ્લેંડ અને તેમના પક્ષકારો સામે વિરોધી વલણ ટકાવી રાખતા માલૂમ પડશે જ. કેમ કે, એવા વલણથી પોતપોતાની તૈયારી કડક રીતે કરી શકાય છે. વિરોધી વાતાવરણ વિના લોહી ગરમ નથી રહેતું અને માણસ ઠંડો પડ્યો રહ્યો છે એટલે વિરોધી વાતાવરણથી આગળ વધ્યે જ જશે. અહીંની સત્તા તેમનો સામનો કર્યે જશે અને પછી ઢીલું મૂકયે જશે. દેખાવ એવો કરશે કે, “બળીયાના બે ભાગ. શું કરીએ ? જર્મનીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org