________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૫૬૩
પુરાવા છે. જો કે ભવિષ્યમાં કાળી પ્રજાઓને અમુક હદ સુધી કાબૂમાં લીધા બાદ વિજ્ઞાન અને યંત્રવાદને બંધ કરવો પડશે જ. નહીંતર તે કાળીની માફક ગોરીનો પણ વિનાશ લાવી મૂકે, માટે બંધ કરવો જ પડશે. - ભારતીય આર્ય પ્રજાજનોને ભારતીય આર્ય સંસ્કૃતિને અનુસરતો માર્ગ તત્કાલીન અને પરિણામે પણ એકંદર હિત કરનાર જ છે. તેમજ પરંપરાએ પારમાર્થિક પણ હિત કરનાર છે.
ત્યારે નવયુગની સંસ્કૃતિનો જીવનમાર્ગ –
કેટલાક અપવાદોમાં તત્કાલીન વ્યાવહારિક હિતો સિવાય પરંપરાએ વ્યાવહારિક અને પારમાર્થિક, એમ બન્ને ય પ્રકારે અહિતકારક જ છે.
અલબત્ત, તેથી યુરોપવાસીઓને તત્કાલીન અને પરંપરાએ પણ વ્યાવહારિક લાભ તો છે જ. પારમાર્થિક લાભની તો તેઓને હાલમાં અપેક્ષા જ નથી. છતાં કદાચ ભવિષ્યમાં તેમાંથી તે લાભ ત્યારે જ મળે કે તે પ્રજા આધ્યાત્મિક જીવન તરફ વળે, હાલ તો તે પ્રજાના લોહીનું ખમીર આધ્યાત્મિક જીવનને અનુકૂળ એટલું બધું નથી, કે જેટલું ભારતીય આર્યપ્રજાના લોહી વગેરે તથા માનસિક તત્ત્વો અનુકૂળ છે.
આ વસ્તુ આપણે એટલા માટે જ વિચારવી પડે છે કે, સમ્યગ્દષ્ટિએ સત્ય સમજવું જોઈએ અને સત્ય સમજીને તેને વળગી રહેવું જોઈએ. તેમજ બીજા તથા પ્રકારના યોગ્ય જીવોને તે સમજાવવું જોઈએ અને તેઓને એકંદર યોગ્ય માર્ગે દોરવવા જોઈએ. આજના લોકો દરેક ધાર્મિક બાબતોમાંયે જમાનાને અનુસરવાનું કહ્યા કરે છે, જમાનાને અનુસરતાં ધાર્મિક સમાધાનો માંગે છે, ધાર્મિક તથા આપણા જીવનની સામાજિક વગેરે અનેક ઘટનાઓને જમાના સાથે ઘટાવવા માંગે છે, તેમ ઘટાવવાથી જ તેને સંતોષ થાય છે. તો જમાનો અને તેની ઈદ્રજાળ કેવી છે તે વિચારવાની ફરજ પડે છે.
પ્રથમ આપણે નવયુગની ઉત્પત્તિ વિષે વિચાર કરી પછી તેનું પરિણામ, તથા તેથી ભારતીય આર્યોને લાભાલાભ વિચારીશું અને આવા સંજોગોમાં ભવિષ્યના સમ્યગ્દષ્ટિ મહાન જૈનનું કર્તવ્ય શું હશે ? અને નવયુગમાં ફસાતા નવયુગના ગણાતા જૈન બંધુઓ તરફ, ઈતર પ્રજાજનો તરફ અને એકંદર માનવ જાતિઓને સમસ્ત પ્રાણી તરફ તેની ફરજ શી હશે ? અને તે, તે ફરજ કેવી રીતે બજાવવા તત્પર રહી શકાશે? એ વગેરે સામટું વિચારીશું.
આ આખા નવયુગની ભાવનાની ઉત્પત્તિ યુરોપના આધુનિક આદર્શ અને મહત્ત્વાકાંક્ષામાંથી ઉત્પન્ન થયેલ છે. તેને આપણે ખ્રિસ્તી સંસ્કૃતિ નહીં કહી શકીએ. કેમ કે, ખ્રિસ્તી, યહૂદી, અરબસ્તાની વગેરે ધર્મો પાળનારાઓની સંસ્કૃતિઓ તો ભારતીય સંસ્કૃતિની લગભગ અનુયાયી જેવી જ છે. કેમ કે, તેમાં અંશત: પણ આધ્યાત્મિક આદર્શ છે. પરંતુ હાલની નવી સંસ્કૃતિ તો તદ્દન નવીન જ ઊભી થઈ છે. જે “સાધારો” “સીવીલાઈઝ” વગેરે નામે કહેવાય છે અને તે તદ્દન જુદા જ પ્રકારની છે. કેમ કે, તે જડવાદ ઉપર નિર્ભર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org