________________
૫૫૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કર્યું જાય છે. ભલે તેનો અમલ ગમે ત્યારે કરવાનો હોય. આજના કાયદાઓનું વલણ એકંદરે ત્રણધારું કામ બજાવે છે : 1. જૂની સંસ્કૃતિ તોડવાનું, ૨. નવી સંસ્કૃતિને સ્થાન અપાવવાનું, ૩. જ્યાં એ બન્નેયમાંનું એકેય બની શકે એમ ન હોય, તેમાં ચાલતી સ્થિતિ ઉપર કાબૂ મેળવી નભાવ્યે જવાનું પછી તેમાં કેળવણી, દેશનેતાઓ, ધારાસભાઓ મારફત પ્રથમની બે ક્રિયાઓ પ્રસંગ મળે અજમાવવાની હોય છે.
આ ક્રિયાને ગતિમાં રાખવા માટે ઊછરતી પ્રજાને “દેશનો ઉદય” “સ્વરાજ્યની તૈયારી” વગેરે મોહક શબ્દોથી ભવિષ્યમાં કરવાના દેશોદય તથા સાંસ્થાનિક સ્વરાજ્ય સ્થાપવાનાં ચિહનો બતાવીને લલચાવી શકેલ છે. આ દેશના સંસ્કૃતિવાહકો કરતાં જુદી જ ભાવનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ તે ઊછરતી પ્રજાના મનમાં દઢ જમાવી, તે જાતના જુદા જ વર્ગો અને સમૂહો રચી જુદી જુદી સંસ્થાઓ, મંડળીઓના નામ નીચે તેઓ મારફત કામ લઈ રહેલ છે. ત્યારે પ્રજાનો, પ્રજાની શક્તિનો નાશ થતો જાય છે. અને પ્રજાનું પૂર્વાપરનું સ્વાતંત્ર્ય ઘવાતું જાય છે, પ્રજા નબળી પડતી જાય છે, બેકાર બનતી જાય છે. જેમ આર્ય સંસ્કૃતિનો વધુ ભકત તેમ વધુ ટીકાપાત્ર બનતો જાય છે. આ રીતે આ દેશમાં સ્વાભાવિક રીતે જ બે દળ બાંધી રૂઢ કરી દીધા છે. જેના નામ; જૂનું દળ અને નવું દળ. નવા દળનો ઉપયોગ જૂનાની સત્તા, સંસ્કૃતિ તોડવાના કામ આવે છે, અને નવા દળનો ઉપયોગ નવી સંસ્કૃતિનો અમલ કરવામાં અને પ્રચાર કરવામાં થાય છે. નવું દળ દેશોદય ચાહે છે, જૂનું દળ પ્રજાનો ઉદય ચાહે છે. અથવા પ્રજાનું સ્વત્વ ટકાવવા મથે છે. આ બે જુદા જુદા આદશોં ગોઠવાયા હોવાથી બન્ને વચ્ચે અથડામણી ચાલુ રહ્યા કરે છે. એક, એકને દેશદ્રોહી કહે છે અને બીજા, બીજાને પ્રજાદ્રોહી, ધર્મદ્રોહી કહે છે. નવા દળના નેતાઓ તે દેશનેતા, દેશનાયક વગેરે ગણાય છે. અને તેમાંનાને પણ પરદેશીઓએ મહાત્માઓ તરીકે જાહેર કરીને મુખ્ય આગેવાનો પૂરા પાડવામાં આવ્યા છે. ત્યારે જૂના દળના આગેવાનો પરંપરાના સ્થાપિત હકકોવાળા અગ્રેસર છે. નવા દળની સંસ્થા-કોંગ્રેસ, કૉન્ફરન્સો, પ્રજામંડળો, સ્વયંસેવક મંડળો, યુવક મંડળો, ઍસોસિયેશનો વગેરે છે. ત્યારે મૂળદળની સંસ્થાઓમાં મહાજન, સંઘ, ન્યાતો, પંચો, ગ્રામ્યપંચાયતો વગેરે છે. તેના અગ્રેસરો પટેલો, નગરશેઠો અને જગત શેઠો છે. અને તેમના આગેવાનોમાં ધર્મગુરુઓ ખાસ અગ્રેસર છે. આજના કેટલાક યુવાનો ધર્મગુરુઓથી વિરુદ્ધ કેમ જણાય છે ? તેનું કારણ સમજાશે. કેમ કે, ખાસ પ્રકારના ધર્મગુરુઓ નવી સંસ્થાઓને મદદ કરતા નથી.
નવા ધોરણે ચાલતી ધારાસભાઓ, એસેમ્બલીઓ, સ્ટેટકાઉન્સિલો, મ્યુનિસિપાલિટીઓ, લોકલબોર્ડો વગેરે મારફત નવા દળનું બળ સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. સર્વની પાછળ ટૂંકામાં ટૂંકા થોડાંક જ એવાં સચોટ વાક્યો પ્રજામાં પ્રચલિત કરવામાં આવ્યાં છે કે, સામાન્ય છતાં વ્યાપક થતા જતા શબ્દો પણ ઘણો જ પ્રચાર કરે છે. “કેળવણી લેવી, પરિવર્તન કરવું, જમાના પ્રમાણે ચાલવું, ગરીબને ધંધો આપવો, કચડાયેલાઓને સ્વતંત્ર કરવા, સ્વરાજ્ય, દેશોદય” વગેરે દ્વિઅર્થી શબ્દો ફેલાવવામાં આવેલા છે. આ દરેક શબ્દો કોયડારૂપ છે, પ્રજાનો કેટલોક ભાગ પોતાના લાભના ભળતા અર્થમાં સમજે છે. અને આધુનિક સંસ્કૃતિના મૂળ સંચાલક, વિદેશી વિદ્વાનો તેને જુદા અર્થમાં પ્રચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org