________________
૪૯૬
પંચ પ્રતિકમાણસૂત્રો
સ્વાર્થમાં કરવાને મોટા પ્રમાણમાં પ્રચારકાર્ય ચાલે છે. માટે શાસ્ત્રકારોનાં વાકયોનો કયા ઉદેશથી ઉપદેશ આપવામાં આવે છે, તે વિવેકપૂર્વક સમજીને તેમાં પ્રવૃત્તિ કરવી. સામાન્ય રીતે ન્યાયને ધોરણે મેળવેલી, સંપત્તિ વડે પ્રજા સંપૂર્ણ સમૃદ્ધ હોવી જોઈએ. તે જ સંસ્કૃતિવાળી પ્રજા બની શકે અને તેમાંથી ત્યાગ કરનારા અપરિગ્રહધારી નીકળી આવે. તે વાજબી ગણાય. ત્યારે પ્રજાને વિશેષ ગરીબ કરવાને આજે ગરીબી જીવનની તાલીમ આપવામાં આવે છે, અને ચુસ્ત સુખી જૈનોને પરિગ્રહ પરિમાણનો ઉપદેશ આપવામાં આવે છે. છતાં જેઓ એ ઉપદેશ તરફ લક્ષ્ય ન આપે, તેમના તરફ સામાન્ય પ્રજાને ઉશ્કેરી મૂકી શકાય છે. અને ઉશ્કેરાયેલી પ્રજા વ્યવસ્થિત રીતે પોતાના દેશના જાતભાઈઓ સામે લડી શકે, માટે વ્યવસ્થિત રીતે મજૂર મહાજન વગેરે સંસ્થાઓ ખીલવાતી જાય છે. આ અંદરોઅંદર ભવિષ્યમાં પ્રાએ પ્રજાએ લડી લેવા માટેનાં જયંત્રો ધીમે ધીમે ગોઠવાય છે, જેમાં વચ્ચેથી પરદેશીઓને પોતાનો સ્વાર્થ સાધવાની સુંદર તક ગોઠવાતી જાય છે. પરિણામે નથી દેશી મજૂરોને ફાયદો, નથી દેશી માલિકોને ફાયદો. પરંતુ આ સત્યનું રહસ્ય હજુ થોડા દશકા બાદ જ્યારે તેનાં પ્રત્યક્ષ પરિણામો જોવામાં આવશે, ત્યારે જ સૌ કબૂલ કરશે.]
માટે બાર વ્રતોમાં આ શિક્ષાવ્રત ઉપર પ્રમાણે શ્રાવક શ્રાવિકાઓને ઉચ્ચરાવાય છે. તે જ પ્રમાણે દર્શનાચાર નામના બીજા આચારનો શ્રાવકો માટે સંક્ષેપ કરીને ચોકકસ સ્વરૂપમાં સમ્યકત્વ વ્રત રૂપે ઉચ્ચારાવાય છે.
સામાયિક - મન વચન કાયાથી ન કરવું ન કરાવવું એમ છ કોટિથી સર્વ સાવધનો ત્યાગ હોય છે. પરંતુ અનુમોદનાની પ્રતિજ્ઞા ન હોવાથી કરેમિ ભંતેમાં સવૅ સાવજે જોગ પચ્ચકખામિ એ ભાગમાં સળં શબ્દ બોલાતો નથી.
પોસહમાં - તો માત્ર આહાર, શરીર સત્કાર, સાંસારિક કામકાજ એ ત્રણનો ત્યાગ અને બ્રહ્મચર્યવ્રતનું પાલન – એ ચાર જ કરવાના હોય છે.
એટલે પોતહવ્રતમાં સ્થૂલ ત્યાગ છે, અને સામાયિક વ્રતમાં સૂક્ષ્મ-વધારે પડતો ત્યાગ છે. આથી પોસહ કરતાં સામાયિકમાં ત્યાગ વધારે છે. પરંતુ પોસહમાં સ્થૂલ ત્યાગ ચાર કે આઠ પહોર સુધી ટકાવવો પડે, ત્યારે સામાયિકમાં માત્ર બે ઘડી સુધી સૂક્ષ્મ ત્યાગ ટકાવવો પડે છે, અને દેશાવળાશિકમાં પોસહ કરતાં પણ સ્થૂલ છે. કેમ કે, તેમાં તો માત્ર અમુક જગ્યામાં જ રહેવા પ્રતિબંધ હોય છે. વધારે પ્રતિબંધ નથી હોતો. અતિથિસંવિભાગમાં સંપત્તિનું ઓછું-વતું દાન હોવાથી સંપત્તિનો ત્યાગ થાય છે, તેમાં અન્ન-પાનથી માંડીને સર્વસ્વનો ત્રણ રત્નના માર્ગમાં ખર્ચવા સુધીનો ત્યાગ થઈ શકે છે. છતાં સામાયિક અને પોસહ કરતાં તે સ્થૂલ ત્યાગ છે.
હાલમાં પોસહ પાર્યા પછી મુનિ મહારાજ જે ચીજ વહોરે તે જ વાપરીને અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરવામાં આવે છે. પરંતુ પોસહમાં પણ અતિથિ સંવિભાગ કરી શકાય છે. તે વાત પોસહ વ્રતની વિધિમાં જણાવેલ છે, એ રીતે પ્રતિમાપારી શ્રાવકો પણ લાંબો વખત પોસહમાં હોય ત્યારે પોતાના આહાર પાણીમાંથી અતિથિ સંવિભાગ કરી શકે છે. અરે મુનિ મહાત્માઓ પણ અતિથિ સંવિભાગ મુનિઓમાં કરી શકે છે.
વૃદ્ધ મુનિવર્યો પાસેથી સાંભળ્યું છે કે, “અમદાવાદમાં થોડાં વર્ષો પહેલાં અમુક અમુક મુનિ મહારાજાઓ ગોચરી વહોરી લાવી, ખાસ ખાસ ઉપાશ્રયે ફરીને આહારમાંથી જે મુનિમહારાજાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org