________________
૪૭૮
છે, પણ અશકત માટે
ઉત્સર્ગ નિયમનથી તો કૂકડીની જેમ પેટ ઉપર અધ્ધર પગ રાખીને સૂવાનો વિધિ છે. પરંતુ તેમ જે ન સૂઈ શકે, તેને જ ભૂમિ પ્રમાઈ સંથારો લાંબો કરી, તે ઉપર પગ લાંબા કરવાની છૂટ આપવામાં આવે છે નહીંતર, ખરી રીતે એ છૂટ ન લેવી જોઈએ.
પંચ પ્રતિક્રમણસૂત્રો
૩. હવે કદાચ માથું વગેરે કરવા માટે, કે પાછલી રાત્રે ધર્મધ્યાન માટે જાગવું પડે, ત્યારે પણ તુરત જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિચારણા કરવા માંડવું જોઈએ જેથી તરત જ નિદ્રા ઉડી જાય. “હું કોણ ? મારી આજુબાજુ કોણ ? અને કયાં દ્રવ્યો છે ? કયાં છું ? કયા મકાનમાં છું ? સંથારામાં કે બહાર ? વ્રતમાં કે વ્રત વિના ? મકાનમાં કે બહાર ? ગામમાં કે બહાર ? વગેરે. કેટલો વખત થયો હશે ? કેટલું ઊંઘ્યો ? ઊઠવા વેળા થઈ છે કે નહીં ? કેટલી રાત બાકી હશે ? વગેરે. હું કઈ પરિસ્થિતિમાં છું ? માત્રા વગેરેની શંકાવાળો છું ? કે જાગ્રત છું કે ઊંઘમાં ? પૂજ્યાદિનો વિનય સચવાય છે કે નહીં ? વગેરે.'' તેમ છતાં નિદ્રા ન ઊડે, તો નાક દબાવીને ઊંઘ ઊડે તેવી રીતે શ્વાસ રુંધવાથી નિદ્રા ઊડશે. બારણું ઊઘડેલું હોય, તો તે તરફ પ્રકાશ તરફ જોવું. તેમજ બારણામાં જતા આવતાને ઓળખવા નજર નાંખવી, અને આંખો ઉઘાડી ચારે તરફ નજર કરવી. આ પ્રમાણે સંથારામાં સૂવા તથા ઊઠવાનો ઉપદેશ ગ્રહણ કરી, આગળ ભાવનામાં ચડે છે.
૪. કાળનો ભરોંસો નથી. મરણ અનિવાર્ય છે. તે કયારે આવે, તે કહી શકાતું નથી. હાર્ટફેઈલ વગેરે કારણોથી ઘણી વાર રાત્રે સૂતા ને સૂતા અને સવારમાં ઊઠતાં જ પંચત્વ પામેલા જાણ્યાના સમાચાર સાંભળીએ છીએ, અરે ! કોઈ ઝેરી જંતુ, આગ, મકાન પડવા વગેરેના ઉપદ્રવ, વીજળી પડવી, ધરતીકંપ વગેરેથી પણ મરણનો સંભવ છે. કઈ વખતે મરણ ઉત્પન્ન કરનાર કો સંજોગ આવી પડશે તે કોઈ ચોકકસ કહી શકતું જ નથી. કેમકે, મરણ એક એવો બનાવ છે કે, કઈ વખતે અને ક્યા નિમિત્તથી અચાનક આવી પડે, તેને માટે કાંઈ પણ ચોકકસ કહી શકાતું જ નથી, એટલે રાત્રિમાં કદાચ મરણ આવી પડે, તો પણ આરાધકને ચિંતા ન રહે, માટે તે ખાતર તત્પર થઈને તૈયાર થઈ જાય છે. અહીં મરણ એટલે દેહનો એક જાતનો પ્રમાદ-મહાપ્રમાદ ગણ્યો છે, અને તેથી આહાર, ઉપધિ તથા શરીરનો પણ ત્યાગ કરી દે છે. શરીરસત્કારના ત્યાગમાં કપડાં, દાગીના, બાહ્ય ઉપભોગોનો ત્યાગ કરાવ્યો હતો. અહીં આગળ વધીને ઉપધિ અને શરીરનો પણ ત્યાગ કરાવે છે. પરંતુ એ સર્વનો આ રાત્રિ પૂરતો જ ત્યાગ કરે છે. મરણ ન આવે, તો ત્યાગ થતો નથી. જો સર્વથા કાયમનો ત્યાગ હોય, તો પછી તે ચીજોનો ઉપયોગ કરી શકાય નહીં; એવો ત્યાગ નથી પરંતુ એ શરતી ત્યાગ છે. ‘‘આ રાત્રિમાં જો મરણ આવે, તો જ ત્યાગ છે.’’ આ યોજનામાં જૈનાચાર્યો કેટલા દીર્ઘદૃષ્ટિવાળા અને વ્યવહારુ છે તે સમજાશે.
આ પ્રમાણે આ રાત્રિમાં મરણ આવી જાય તો−૧. આહારાદિનો ત્યાગ, ૨. ચાર મંગળ- ચાર લોકોત્તમોનો સ્વીકાર અને ચાર શરણાનું સ્મરણ-એકરાર, અને શરણ ગ્રહણ કરવામાં આવે છે. ૩. તથા અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવામાં આવે છે. આથી આત્મા તદ્દન નિર્મળ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org