________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
જવાનો અવગ્રહ નકકી કરી લેવામાં આવે છે.
પ્રથમ સંથારાની આજુબાજુ નજીક, મધ્યમાં અને દૂર એમ પેશાબ સાથે ઝાડાને માટે ત્રણ પ્રમાર્જના, અને એવી જ કેવળ પેશાબને માટે ત્રણ પ્રમાર્જના થાય છે. એમ ૬. તથા એ જ પ્રમાણે ઉપાશ્રયના બારણા પાસે અંદરના ભાગમાં ૬, અને ૬ બહારના ભાગમાં, અને ૬ ઉપાશ્રયથી ૧૦૦ સો ડગલાં દૂર, એમ ૨૪ માંડલા થાય છે.
ભાવાર્થ એમ સમજાય છે કે, કોઈ ઉગ્ર શારીરિક રોગ થઈ આવે, તો સંથારાની બાજુમાં, ઉપાશ્રયના બારણાની અંદર, કે બહાર નજીકમાં જ ઝાડા, પેશાબ થઈ જાય, કે કરવા પડે, અથવા કોઈ બહાર નીકળવાને ભયાદિકારણ હોય, તેવે પ્રસંગે સંથારા વગેરે ત્રણેયની પ્રમાર્જના પ્રતિલેખના થવી જોઈએ. અને કાંઈ પણ એવું કારણ ન હોય, તો પણ સો ડગલાંની અંદર જ જઈ શકાય, તેથી બહાર તો જવાય જ નહીં. માટે છેલ્લામાં છેલ્લું માંડલું ૧૦૦ ડગલાં કરવામાં આવે છે.
૪૬૯
અહીં માંડાલાં-એટલે મંડલો. મંડલ શબ્દ ઉપરથી એમ સમજવાનું છે કે, ચારેય દિશાએ ફરતો ગોળાકાર લેવાથી કોઈ પણ દિશા માટે સમજવાના છે. તેથી માંડલામાં દિશાનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી.
આસન્ન - એટલે નજીકમાં, મધ્ય અને દૂર એટલે વચમાં અને છેટે, એ અર્થ તો સ્પષ્ટ છે. ઉચ્ચાર એટલે વડીનીતિ-ઝાડો. અને પાસવણ એટલે પ્રસવણ-લઘુનીતિ-પેશાબ. એ અર્થ પણ સ્પષ્ટ છે.
પહેલાં બે માંડલમાં આજે શબ્દો છે. તેનો અર્થ અગાઢ કારણે ખરી મુશ્કેલી વખતે સંથારાની બાજુમાં પણ ઝાડા પેશાબ કરવા પડે, તો પણ પ્રતિલેખના પ્રમાર્જના કરી લઉં છું. માટે ૧૨ માંડલમાં આગાઢ શબ્દ વપરાયો છે. એટલે સંથારાની બાજુમાં કે ઉપાશ્રયના બારણાની અંદર જ ઝાડા પેશાબ કરી લેવા પડે. અને એવું અગાઢ કારણ ન હોય તો, બાકીના બહારના બાર માંડલા સમજવા એ અર્થમાં આણાગાઢ શબ્દ જણાય છે.
અહિયાસે અને અણહિયાસે - એ બે શબ્દોનો ભાવાર્થ એ જણાય છે કે, અગાઢ કારણે પણ ઉપાશ્રયની બહાર ન નીકળી શકાય તેમ હોય, ત્યારે-સહન ન થઈ શકે-રુકાવટ ન કરી શકાય, તો સંથારાની બાજુમાં જ ઝાડા પેશાબ કરવા પડે. અને સહન થઈ શકે તો સંથારાથી દૂર જઈ બારણાની અંદર કરવા. એ જ રીતે અગાઢ કારણ ન હોય, અને ઉપાશ્રયની બહાર નીકળવામાં હરકત ન હોય તો બહાર નીકળીને પણ સહન ન થઈ શકે તેમ હોય તો બારણાની બાજુમાં જ ઝાડો પેશાબ કરવો પડે, અને સહન ન થઈ શકે, તો સો ડગલાં દૂર જવું. આ માટે એ બે શબ્દોમાંના અગહિયાસે શબ્દો ૧લા અને ત્રીજા માંડલમાં વપરાયેલ છે. અને બીજા તથા ચોથા માટે અહિયાસે શબ્દ વપરાયેલ છે.
અહિયાસેનો શબ્દ અભ્યાસે અથવા અધ્યાસે સંભવે. અને અણહિયાસેનો અનભ્યાસે અથવા અથવા અનઘ્યાસે. મુખ્ય તો અભ્યાસ એટલે નજીક. એ અર્થ બેસતો નથી. અને અધ્યાસ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org