________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
રોહિણીએ શિયળ બચાવવાને નિશ્ચય કરી રાજાને આવવા આમંત્રણ દીધું. તેને રસોઈ તથા ફળો ખવરાવ્યાં. અને જ્યારે તેને ઊંઘ આવવા લાગી અને ઊંઘે, જાગે, એવી સ્થિતિમાં રસોઈની સરસતા અને વિરસતાનો ખુલાસો સતીને પૂછ્યો. એટલે રાજાને સ્ત્રીઓની સરસતા વિરસતા વિષે બોધ આપ્યો. રાજાએ ક્ષમા માગી. શિયળની પ્રશંસા કરી, બહેન કહી સ્વસ્થાને ગયો. શેઠ આવ્યા. દાસી પાસેથી રાજા આવ્યાની વાત સાંભળી. શેઠને શંકા થઈ. પરંતુ સાત દિવસ ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરમાં પાણી આવવાની તૈયારી થઈ, ત્યારે રાજાએ રોહિણીને બોલાવી પાણી રોકવા વિજ્ઞપ્તિ કરી. રોહિણીએ લાખો માણસોની મેદની વચ્ચે દરવાજા ઉપર ચઢી નમસ્કાર મંત્રનું સ્મરણ કરી હાથમાં અંજલિ લઈ જેવું ‘મારા શિયળનો પ્રભાવ હોય, તો પાણી પાછા વળો.' એવું બોલી કે પાણી આગળ આવતું બંધ થયું. શિયળનો પ્રભાવ ગવાયો. શેઠની શંકા ગઈ. રાજા તથા અંત:પુર અને અનેક લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો.
એક વખત ગુરુ પાસે ધર્મકથા શ્રવણ કરવા જતાં ગુરુએ રોહિણી તપનો પ્રભાવ કહ્યો અને રોહિણીના પૂછવાથી તેનો વિધિ પણ કહ્યો, “શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા આગળ રોહિણી નક્ષત્રમાં સાત વર્ષ અને સાત મહિના ઉપવાસ કરવા. એ પછી ઉજમણું કરી મોદક પ્રમુખ વસ્તુઓ એકાણું એકાણું પ્રભુ આગળ ધરવા. તપશ્ચર્યાં સર્વ સંપત્તિનું મૂળ છે.'' આ સાંભળી રોહિણીએ મોક્ષ પ્રાપ્ત કરાવનાર એ તપ કર્યો. અને પહેલે દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે.
૪૧૧
૫૧. રતિસુંદરી : સાંકેતપુરના કેસરી રાજાની કમલસુંદરી રાણીને રતિસુંદરી પુત્રી હતી. પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીના ઉપદેશથી સમ્યક્ત્વ સાથે શિયળવ્રત અંગીકાર કર્યું. નંદન નગરના ચંદ્રરાજા સાથે રતિસુંદરીના લગ્ન કરવામાં આવ્યાં. એક વખત કુરુદેશના રાજા મહેન્દ્રસિંહે ચંદ્રરાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે, “આપણા સંબંધને અંગે તમારી નવપરિણીતા રતિસુંદરીને અમને ભેટ તરીકે મોકલી આપજો.”
ચંદ્રરાજાએ જ્યારે પોતાની પત્નીને ન મોકલી એટલે બન્નેય વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં ચંદ્રરાજાને કેદ પકડી, રતિસુંદરી લઈ, પછી રાજાને છોડી મૂકી, મહેન્દ્રરાજા સ્વનગરે ગયો. ત્યાં રાજાને શબ્દોથી અનુરાગ બતાવી ચાર માસ સુધી વાતચીત સિવાય કાંઈ પણ સંબંધ ન રાખવાની માંગણી કરી આયંબિલની તપની શરૂઆત કરી. ચાર માસને અંતે પણ શાસનદેવને પ્રાર્થના કરી ગળત કોઢિયા જેવું રૂપ કરાવી. મહેન્દ્રરાજાએ જ કંટાળીને તેને પતિ પાસે મોકલી આપી. એટલે ત્યાં શાસનદેવના પ્રભાવથી તેનું દિવ્ય રૂપ થયું. અને બન્નેય પ્રીતિથી રહેવા લાગ્યા. રતિસુંદરી અનુક્રમે આયુ:ક્ષયને અંતે સ્વર્ગમાં ગઈ. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે.
૫૨. શ્રીમતી : રાજપુરી નગરીના જયરથ રાજાના રાજ્યમાં ધનદત્ત શેઠને ધનશ્રી પત્નીથી સાત પુત્રો પછી શ્રીમતી નામની પુત્રી જન્મી હતી.
શત્રુમર્દન પલ્લિ પતિએ ધાડ પાડવાથી તેની ધાવમાતા પારણા સહિત બાળિકાને લઈને વનમાં ગઈ. તરસ લાગવાથી ધાવ માતા પાણી શોધવા જતાં ત્યાં વડના ઝાડે બાંધેલા પારણામાં પક્ષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org