SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૭૩ થઈને ઘેનમાં પડી છો ? તમારો પેલો કંટાળીને ચાલ્યો જાય છે. જાઓ દોડો દોડો, તેને પાછો લાવો. ન માને તો છેવટે ભરણપોષણ તો માગો જ. છોકરીઓ :- [વસ્ત્રો સરખાં પહેરી દોડતી દોડતી.] હૈ! શું ચાલ્યા ગયા ? વિશ્વકર્મા:- હા. [આંગળીથી બતાવી] એ જાય. તમારી [ક્રોધથી પગ પછાડી] મૂર્ખામીનું એ પરિણામ છે, મૂર્ખામીનું. છોકરીઓ :- આ અમે તેને પાછા લાવીએ છીએ. [દોડીને] પ્રાણનાથ ! અમને છોડીને કયાં જાઓ છો ? એક ભૂલ માફ કરો. આષાઢભૂતિ :- મારે આવવું નથી. બસ બહુ થયું. [જાય છે.] છોકરીઓ :- [પગે પડી] પરંતુ નાથ ! જવું હોય તો સુખેથી જાઓ. પણ અમારા નિર્વાહ માટે કાંઈ ? આષાઢભૂતિ :- ઠીક છે. તેનો પ્રબંધ કરી આપું છું. [કહી પાછો વળી વિશ્વકર્માને.] આર્ય! મહારાજને જણાવો કે, “આષાઢભૂતિ રાષ્ટ્રપાળ નામે મહાનાટક ભજવી બતાવવાની ઈચ્છા રાખે છે.” અને તેમાં પાંચસો રાજકુમાર જોઈશે, તેની પણ માગણી કરી રાખજે. વિશ્વકર્મા :- બરાબર છે, એ પ્રમાણે ગોઠવણ કરાવું છું. [જઈને પાછો આવી] મહારાજાએ તે પ્રમાણે હા પાડી છે. આષાઢભૂતિ :- ચાલો [બન્ને સ્ત્રીઓને] મારા દાગીના ઘરેણાં જે ઊતરે, તે તમારે આજીવિકા માટે લઈ લેવાનાં છે. સ્ત્રીઓ :- બહુ સારું, અમે પણ આપની સાથે જ આવીશું. રાજા :- વાહ! આષાઢભૂતિ ! ભરત ચક્રવર્તીનું નાટક અઙ્ગ ભજવ્યું. આષાઢભૂતિ :- જુઓ મહારાજ ! છ ખંડ સધાઈ ગયા-ચૌદ રત્ન, નવ મહાનિધાન મળી ચૂકયા. હવે અરીસા ભવનનો પ્રવેશ ભજવવાનો બાકી છે. કયાં ગયા પાંચસો રાજપુત્રો ? રાજપુત્રો :- આ રહ્યા. હાજર જ છીએ. આષાઢભૂતિ :- જુઓ, હું કરું, તેમ તમારે કરવાનું છે. રાજપુત્રો :- એમ જ કરીશું. આષાઢભૂતિ :- [અરીસા સામે ઊભા રહી વીંટી પાડી નાખી, એક પછી એક દાગીના કાઢી નાંખ્યા ને ભાવના ભાવવા લાગ્યા.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy