SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ગૃહિણી :- પધારો. મહાત્મન્ ! [પ્રણામ કર્યા.] મુનિ :- ભિક્ષા માટે પાત્ર ઘર્યું. ગૃહિણી :- પાત્રમાં એક લાડુ વહોરાવ્યો. મુનિ :- ધર્મલાભ [કહી ચાલ્યા. બહાર નીકળી મનમાં] આ એક લાડુ તો આચાર્ય મહારાજને માટે કામ આવશે. લાવ બીજે લાવું. [રૂપ ફેરવી નાંખી] ધર્મલાભ [કહી પાત્ર ધર્યું.] ગૃહિણી :- [બીજા મુનિ આવેલા જોઈ પ્રણામ કરી] પાત્રમાં લાડુ વહોરાવ્યો. મુનિ :- ધર્મલાભ [કહી બહાર નીકળી] આ તો ઉપાધ્યાયને આપશે. માટે બીજો માંગી લાવું. [રૂપ બદલી અંદર આવી] ધર્મલાભ [કહી પાત્ર આગળ કર્યું.] ગૃહિણી :- પધારો મહારાજ ! [પ્રણામ કરી લાડુ વહોરાવ્યો.] મુનિ :- ધર્મલાભ ! [બહાર નીકળી] આ તો બીજા સાધુઓને અપાશે. [બાળકનું રૂપ લઈ ફરીથી અંદર આવી] ધર્મલાભ [કરી પાત્ર આગળ ધર્યું.] ગૃહિણી :- પધારો મહારાજ ! [પ્રણામ કરી પાત્રમાં લાડુ મૂકયો.] મુનિ :- ધર્મલાભ ! કહી ચાલવા લાગ્યા. વિશ્વકર્મા નટ :- [મનમાં] અહો ! આ તો મહાકળાકુશળ પુરુષ છે. મારી બે દીકરીઓ આને પરણે તો મારું ઘર ધનથી ભરાઈ જ જાય. ઠીક છે એમ જ કરું. [પુત્રીઓ પાસે જઇ] પેલા મુનિ ગયા, તેને બોલાવીને મોદક વહોરાવો અને રોજ ભિક્ષા માંગવા આવવા નિમંત્રણ આપો. ૩૭૧ પુત્રીઓ :- બહુ સારું ! [કહી મુનિની પાછળ દોડી પાછા તેડી લાવી] પધારો મહારાજ ! મુનિ :- ધર્મલાભ ! [કહી વળી પાત્ર ધર્યું.] પુત્રીઓ :- [લાડુ લઈ પાકું ભરી દઈ] મહારાજ ! આપ તપસ્વીની ભકિતનો લાભ રોજ આપજો. પધારો મહારાજ ! અવશ્ય પધારો મહારાજ ! ન ચૂકતા મહારાજ ! ખાસ પધારજો હો ! મુનિ :- વર્તમાન જોગ [કહીને ગયા.] વિશ્વકર્મા :- [છોકરીઓને] એને વશ કરી તમારો પતિ બનાવી લો. મહાકળા કુશળ વિચક્ષણ પુરુષ છે. મેડા ઉપર બેઠા બેઠા તેણે કરેલાં રૂપપરિવર્તનોથી હું તો ચિકત જ થઈ ગયો છું. ( ૨ ) આષાઢભૂતિ :- ગુરુ મહારાજ ! મને હવે રજા આપો. મારે ગયા વિના ચાલે તેમ નથી. ધર્મચિ આચાર્ય :- મહાનુભાવ ! તારા જેવો કુળવાન્, શ્રુતવાન, કળાવાન્, બુદ્ધિમાન્, ને આ દશા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy