SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ પંચ પ્રતિકમાણસૂત્રો માધવી :- તેણે કહ્યું કે, “હું મારા આનંદમાં સદા મસ્ત છું.' દેવદત્તા :- પછી ? માધવી :- હું તો પછી કંટાળીને પાછી વળી, એટલે ઊભા થઈ તેને જોરથી મારી પીઠમાં એક ધબ્બો લગાવ્યો. દેવદત્તા :- હે તને ધબ્બો માર્યો ? માધવી :- પરંતુ તેથી મને ઘણો આનંદ થયો છે. કેમ કે મારી ખૂંધ બેસી ગઈ, અને હું સરખી સોટા જેવી થઈ ગઈ, જુઓ ને! દેવદત્તા - હા અલી ! બરાબર. તારો સદાનો રોગ ગયો. જા, બીજી વાર જા. અને ગમે તેમ કરીને ચોકકસ તેડી લાવ. એ કોઈ ગુણી ચતુર પુરુષ જણાય છે. માધવી :- તમે કહો છો, તો જાઉ છે. પરંતુ તે આવશે નહીં. [જાય છે.] [પાછી આવીને.] લો. આ એ તમારા ગુણી પુરુષ પધાર્યા. દેવદત્તા - પધારો, મહાશય ! બિરાજો. આ આસન પર. ઢિંગુજી :- [બેસીને] મહાશયે ! મને કયા પ્રયોજને બોલાવ્યો છે ? દેવદત્તા - ગુણીનો ગુણાનુરાગ એ જ પ્રયોજન, બીજું શું હોઈ શકે ? કિંગુજી :- અનુરાગ માનસિક ભાવ છે, તેમાં અહીં બોલાવવાનું પ્રયોજન શું? [રસ્તા પરથી વીણાનો મધુર અવાજ આવે છે.] દેવદત્તા :- [મનમાં] અહો વાફચાતુર્ય પણ અપૂર્વ છે. [પ્રગટ] માધવી ! જોઈ આવ તો. વળી આ મધુર વીણાવાદન કોણ કરી રહ્યું છે? માધવી :- આ ચાલી. [મનમાં] એવા તો કંઈક આવ્યા કરશે. કર્મીની જીભ ને અકર્મીના ટાંટિયા. [જાય છે.] દેવદત્તા :- મહાશય ! કૃતિ, ગ્રામ, મૂછનાની જમાવટથી કેવું દિલ ડોલાવે તેવું માધુર્ય ઝરે છે ? હિંગજી :- [ખડખડાટ હસીને] માધુર્યનું તો પૂછવું જ શું? દેવદત્તા :- શું આપને તેમાં કંઈ ખામી જણાય છે ? ગિજી :- ના, ના, કાંઈ નહીં. દેવદત્તા :- ના ના, કહો કહો, જે હોય, તે કહો. ઢિંગુજી - હું જાણતો હતો કે “ઉજ્જયનીના લોકો પૂરા ચતુર હશે” પરંતુ મારો એ ભ્રમ આજે બરાબર ભાંગી ગયો. દેવદત્તા :- આપને શી ખામી જણાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy