________________
૩૩૮
પંચ પ્રતિકમાણસૂત્રો
દાસીને મૂડેલી જોઈ) સત્યભામાનો ગભરાટ વધ્યો. કૃષણને બોલાવ્યા ને કહ્યું કે “પેલી શરત પ્રમાણે રુકિમણીના કેશ અપાવો.” ત્યારે કૃષ્ણ કહ્યું કે, “તારા કેશ કયાં ગયા ? એ તો કહે.” સત્યભામાએ કહ્યું “મશ્કરી જવા દો.” ત્યારે કૃષણે બળભદ્રને રુક્મિણી પાસે મોકલ્યા. ત્યાં તો પ્રદ્યુમ્ન કૃષ્ણનું રૂપ કરીને સિંહાસન ઉપર બેઠો હતો. બળભદ્ર પાછા ફર્યા, ને કૃષગને બે રૂપ કરી પોતાને બનાવવા માટે ઠપકો આપ્યો. કૃષ્ણને આશ્ચર્ય થયું ને રુકિમણી પાસે આવ્યા. ત્યાં નારદ પણ આવ્યા. બન્નેયને પુત્રનું ઓળખાણ કરાવ્યું. પુત્ર માતાપિતાના ચરણમાં નમ્યો.
તો પણ પ્રદ્યુને પરાક્રમ કર્યા વિના જાહેર થવાની ના પાડી. રુકિમણીને ઉપાડીને નાઠો. યાદવી સેના પાછળ પડી. સૌને હરાવ્યા. કૃષગાદિ મોટેરાઓને પણ હંફાવ્યા. પછી જાહેર થયો ને સૌની માફી માંગી ને પટ્ટહતિ ઉપર શ્રી કૃષણે તેનો નગર પ્રવેશ કરાવ્યો. દુર્યોધને આવીને કન્યાના હરણની વાત કરી. કૃષગ શોધ કરવા લાગ્યા ત્યારે પ્રદ્યુને લાવી આપી. દુર્યોધને તે પરાક્રમી પ્રદ્યુમ્નને તે કન્યા પરણવા કહ્યું. પ્રદ્યુને કહ્યું કે, “એ મારા નાના ભાઈની વહુ ગણાઈ ચૂકી છે. મારાથી ન પરણાય. ખુશીથી તેને પરણાવો.” ભાનુના લગ્ન તે કન્યા સાથે થયા. અને બીજા વિદ્યાધરોએ એ સાહસિક પ્રદ્યુમ્નને અનેક કન્યાઓ પરણાવી.
એક વખતે સત્યભામાએ પ્રદ્યુમ્ન જેવો પરાક્રમી પુત્ર થાય તેવું કરવા કૃષણ પાસે હઠ લીધી. કૃષણે વચન આપ્યું. હરિણગમેથી દેવની આરાધના કરી. દેવે હાર આપ્યો. પ્રદ્યુમ્નને ખબર પડી. એટલે બૂવતીને સત્યભામાના રૂપમાં કૃષ્ણ પાસે મોકલી. કૃષણે તે હાર તેણીને પહેરાવ્યો, તે ગઈ. થોડીવારે સત્યભામાં આવી. સત્યભામાને ફરી આવેલ જોઈ શ્રી કૃષ્ણને સ્ત્રી જાતિની વિષયવાસના ઉપર તિરસ્કાર થયો. છતાં કૃષણે તેની સાથે વિલાસસુખ ભોગવ્યું. તેવામાં પ્રદ્યુમ્ન ભંભા વગાડી. એટલે કૃષ્ણ ચમકયા. અને સત્યભામાને “તારે પુત્ર થશે.” એવું વચન આપ્યું. સત્યભામા ખુશી થઈ ગઈ.
આ તરફ બૂવતીની કુક્ષિમાં મહર્તિક દેવ આવીને ઉત્પન્ન થયો. સવારમાં તેના કંઠમાં હાર જોઈને કૃષણે પ્રદ્યુમ્નના બધા ખેલનું અનુમાન કરી લીધું. વખત પૂરો થયે પુત્રનો જન્મ થયો. તેનું નામ સાંબ કુમાર પાડવામાં આવ્યું. સત્યભામાના પુત્રનું નામ ભિક પાડ્યું.
ત્યાર પછી ભિરૂકની પજવણી તથા બીજા અનેક પ્રકારના તોફાનથી શ્રી કૃષણે સાંબને, અને સત્યભામાએ પ્રદ્યુમ્નને બહાર કાઢી મૂકયા. પણ “અમે પાછા કયારે આવીએ?” એમ જ્યારે પ્રદ્યુને પૂછયું, ત્યારે સત્યભામાએ કહ્યું કે, “હું સાંબને મારે હાથેથી પકડીને લાવું ત્યારે તમારે બન્નેયે આવવું.” ભિરૂકને નવાણું કન્યા પરણાવતી વખતે એ બન્નેયે એવો ખેલ મચાવ્યો કે, સત્યભામા સાંબને કન્યા સમજીને હાથે પકડીને લાવી. અને તેની સાથે નવ્વાણું કન્યા પરણાવાઈ ગઈ. આ વાતની સત્યભામાને ખબર પડતાં રોષનો પાર ન રહ્યો. સાંબ વસુદેવ દાદાને પ્રણામ કરવા ગયો. ત્યાં પણ બોલ્યા વિના સખણો ન રહ્યો. “દાદાજી ! તમો તો ઘણાં વર્ષે ઘણી કન્યાઓ પરણ્યા. પણ તમારો આ બહાદુર પૌત્ર એકી સાથે ઘણી કન્યાઓ પરણી બેઠો. કોણ હોશિયાર ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org