________________
ભૂમિકા
(૧) પહેલી દલીલમાં માર્મિક રીતે આજની અવનત સ્થિતિનો ક્રિયા ઉપર જ દોષ ઢોળાય છે. “પોતપોતાની શક્તિ પ્રમાણે ઓછી વધતી ક્રિયા કરનારા જ આજની અવનતિનું મૂળ છે.” એવો ગર્ભિત આક્ષેપ તેમાં પડેલો છે. અને સારામાં સારી રીતે ક્રિયા કરવાના આકર્ષક વાકયથી દલીલ તરફ જનસમાજનું લક્ષ્ય ખેંચવાની યુકિત છે. એટલે સારામાં સારી થાય નહીં, ને જન સમાજ ક્રિયા કરી શકે નહીં. યથાશકિત જે થતી હોય, તેય બંધ પડે. એટલે એ દલીલ પણ ગોળે વટલી વિષની ગોળી જેવી કોઈ મુત્સદીએ જ પ્રચારમાં મૂકેલી છે, જે અગ્રાહ્ય છે. - (૨) બીજી દલીલ પણ એવી જ હાનિકારક છે. “ઊંચામાં ઊંચા દરજે ક્રિયા કરવી જોઈએ.” એ સારી વાત છે. પરંતુ કાળક્રમે કુદરતી રીતે જનસમાજ જે દરજજા ઉપર ઊભો હોય તે જાતની શકિત પ્રમાણે ક્રિયા તે કરી શકે. તેને ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરવાથી તે મૂળ ભૂમિકા ઉપરથી ચુત થાય. અને ઉચ્ચ કાર્યક્રમ તો કોઈ અપવાદ સિવાય સર્વને માટે શકય ન બને. એટલે પણ મૂળ ભૂમિકા ઉપરથી પાડી નાંખવાના કામમાં એ દલીલનો ઉપયોગ થાય છે. ૩. વળી આપણા પૂર્વજોએ તીર્થંકર, ગણધરાદિ આચાર્યોના પરિચયમાં આવીને સમજપૂર્વક
ધર્મનો સ્વીકાર કર્યા બાદ, જીવનમાં અને વારસાથી કુટુંબમાં તેની ક્રિયા ઉતાર્યા બાદ, ફરીથી તેને બાજુએ રાખીને જ્ઞાન તરફ વળવું, એ સમ્યગું ચારિત્રના પગથિયાથી ઊતરવા બરાબર છે, જે ચડેલાને હાનિકારક ગણાય. સમજીને સ્વીકાર્યા બાદ સંશય થવાથી ફરીથી સમજવાને પ્રયત્ન કરાવવો, એ સિદ્ધ સાધન દોષ છે. છતાં આવા આવા વિચારો વાતાવરણમાં વહેતા મૂકીને અને અવળું સમજાવીને અને કૃત્રિમ પુરાતત્ત્વની મદદથી “તમો સમજો છો, તે કરતાં ભૂતકાળમાં જુદું હતું, અને તમારા બાપદાદાઓએ જુદું સ્વીકાર્યું હતું. એટલે હાલ તો ભૂલમાં છો” એમ ભુલાવીને પરદેશીઓ અહીંની પ્રજાની શ્રદ્ધા ચલિત કરી શકેલ છે. અને આવું આવું સમજાવવા જ જુદાં જુદાં બહાનાં નીચે છતાં પોતાના હિતની સિદ્ધિ માટેની કેળવણીની સંસ્થાઓ સ્થાપવામાં તો – પહેલાં “લોકો ભણશે, તો પોતાના ધર્મની ક્રિયાઓ સમજીને સારી રીતે કરી શકશે. માટે કેળવણીની આવશ્યકતા છે” એવી દલીલોથી પ્રજાનો સહકાર મેળવી શકે છે. પરંતુ તેને રસ્તે બુદ્ધિ ચડાવી દેવામાં આપણને લાભ નથી થયો. લાભ છે પણ નહીં જ. પુરાતત્ત્વની શોધો પણ આવી જ રીતે ચાલુ બુદ્ધિમાં ભેદ કરવાના કામમાં આવે તેવી રીતે ચલાવેલ છે. પ્રાચીનતાપ્રિય આ દેશની પ્રજાની સામે પ્રાચીન વસ્તુઓ મુકાય, તે તેના દિલને આકર્ષણ કરનારી જરૂર થાય છે. એ પ્રમાણે દિલ આકર્ષાયા પછી ભળતી જ વાતો તેમની સામે મૂકીને શ્રદ્ધા ચલિત કરવામાં તેનો ઘણી સારી રીતે ઉપયોગ થયો છે, ને થાય છે. પુરાતત્ત્વ અહીંની ઐતિહાસિક ગવેષણાઓમાં ભારે ખોટી ભ્રમણાઓ મોટા મોટા માણસોના દિલમાં અને કેટલાક જુવાનોના દિલમાં ખાસ ઉત્પન્ન કરી છે.
સારાંશ કે, ઉપાશ્રયોમાં અને મંદિરોમાં ચાલુ સંજોગો પ્રમાણે જે ક્રિયા ચાલે છે, તેથી જ આપણે સંતોષ માનવો જોઈએ. તે ખરા દ્રવ્ય, કાળ, ભાવ, ક્ષેત્ર છે. અને ઊછરતી પ્રજામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org