________________
૩૨૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વિચ્છેદ જવાથી તે કલ્પતો નહીં પણ લગભગ તેના જેવી આખી જીવનચર્યા રાખીને તપશ્ચર્યા કરતા વિચરતા હતા.
આ આચાર્ય મહારાજાઓના વખતમાં સંપ્રતિરાજાએ જૈન ધર્મ પ્રાપ્ત કરીને જૈન ધર્મની મહાન પ્રભાવનાઓ કરી છે.
આચાર્ય મહારાજ શ્રી આર્યસુહસ્તિ સૂરીશ્વરજી મહારાજ આર્ય મહાગિરિ મહારાજની આજ્ઞાના પરમધારક અને મહાવિનયી હતા. પોતાની ભૂલ જલદી કબૂલ કરતા હતા અને તેનો સુધારો કરવામાં જરા પણ આગ્રહ રાખતા નહીં. તે જ રીતે પૂજ્ય આર્ય મહાગિરિ મહારાજ પણ જરા પણ દાક્ષિણ્ય રાખ્યા વિના કડકમાં કડક રીતે શાસ્ત્રનિયમો સમજાવીને શાસનની રીતભાત અને શૈલીનું રક્ષણ કરનાર મહાપુરુષ હતા.
એક વખત પાટલિપુત્રના વસુભૂતિ થાવકે પ્રતિબોધ પામી પોતાના કુટુંબને પ્રતિબોધ પમાડવા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સુહસ્તિ મહારાજને વિજ્ઞપ્તિ કરી. તેઓના ઉપદેશથી કુટુંબ પ્રતિબોધ પામ્યું. અને તેઓએ એવો રિવાજ રાખ્યો કે, “આ મુનિ મહારાજાઓ આપણને મોક્ષ માર્ગ દેખાડનારા છે, માટે તેઓની ખૂબ ભક્તિ કરવી.” એ જ કુટુંબમાં એક વખત આર્ય મહાગિરિ મહારાજ પધાર્યા ને ઉપયોગ દઈ વિચારતાં તેમને ગોચરી સદોષ લાગી. ત્યારે ત્યાંથી ન વહોરતાં વસતિમાં જઈ આર્ય સુહસ્તિ મહારાજને શિખામણ આપી કે, “તમારા ઉપદેશથી થયેલા શ્રાવકો અશુદ્ધ ગોચરી વહોરવા તૈયાર થાય છે.” ત્યારે આચાર્ય મહારાજે ક્ષમા માંગી અને કહ્યું કે, “હવેથી ફરીથી એમ નહીં કરું.”
એક વખત જીવંત સ્વામીની પ્રતિમાની રથયાત્રા જેવા બન્નેય આચાર્ય મહારાજાઓ અવંતી નગરીમાં આવ્યા. રથયાત્રા જેવાને ઝરૂખામાં બેઠેલા ત્યાંના સંપ્રતિ રાજાને આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજને દેખીને જાતિસ્મરણ જ્ઞાન થયું.
તુરત જ આવીને ત્રણ પ્રદક્ષિણા દઈ આચાર્ય મહારાજને વંદન કર્યું, અને પૂછયું કે, “પ્રભો ! જૈન ધર્મનું ફળ શું?” “સુપફવા ફળ અમૃત. બાકી અપફવ તો કલ્પનામાંયે ન આવે તેટલાં હોય છે.” “અસ્કૃષ્ટ સામાયિકનું ફળ શું?” “સામાયિકના ફળની સંખ્યા થઈ શકતી નથી. પરંતુ અસ્પૃષ્ટ સામાયિકથી રાજ્ય પ્રાપ્ત થાય છે.”
આપે મને ઓળખ્યો?”
ગુરુ મહારાજાએ ઉપયોગ મૂકીને કહ્યું કે, “હા. ઓળખાણ પડે છે, એક વખત અમો પૂજ્ય આર્ય મહાગિરિ મહારાજ સાથે કૌશાંબીમાં ગયા હતા. ત્યાં સાધુઓને ઉત્તમ ભિક્ષા મળતી જોઈ, એક રેકે તેમાંથી અન્નની માંગણી કરી હતી. પરંતુ સાધુએ “ગુરુની આજ્ઞા વિના તે આપી શકાય નહીં.” એમ કહ્યું. રેકે ગુરુ પાસે આવીને માંગણી કરી. ગુરુએ કહ્યું-“તું દીક્ષા લઈ અમારા જેવો થાય, તો તને જરૂર આ ખાવાનું મળે.” તે રકે દીક્ષા લીધી. પછી તેને સાધ્વી પાસે મોકલતાં સાધ્વીજીઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org