________________
૩૧૬
નામના બ્રાહ્મણની સોમા નામની પુત્રી સાથે પણ જગસુકુમારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યું.
શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી તેણે દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરવા લાગ્યા. એક દિવસે સાંજે સ્મશાનમાં જઈ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પેલો બ્રાહ્મણ સસરો આવી ચડ્યો તેને મુનિને જોઈને ‘“પોતાની પુત્રીને પરણીને તરત છોડી દેવા' બાબતનો ક્રોધ ચડ્યો ને ઘડાનો કાંઠો તેના મસ્તક ઉપર મૂકી, તેમાં ખેરના અંગારા ભર્યા. મુનિ ધ્યાનમાં ચડ્યા, કેવળ જ્ઞાન થયું, અને મરણ પામી મોક્ષમાં ગયા.
પંચ પ્રતિક્રમણસૂત્રો
શ્રી કૃષ્ણે શ્રી નેમિનાથ પ્રભુને કુમારના સમાચાર પૂછયા. પ્રભુએ બ્રાહ્મણની મદદથી નિર્વાણ પામ્યાની વાત કરી ‘તે બ્રાહ્મણ કોણ ?’” તે પ્રશ્નના જવાબમાં પ્રભુએ કહ્યું કે ‘“તે તમને દરવાજામાં સામે મળશે ને તેનું પેટ ફાટી જશે. પણ તેના ઉપર ક્રોધ કરશો નહીં.’’ શ્રી કૃષ્ણે મુનિનો અગ્નિસંસ્કાર કર્યો. ત્યાંથી પ્રભુ પાસે આવ્યા. દેવકીજીનો શોક ઉપદેશથી ઓછો કરાવ્યો. ત્યાંથી રસ્તામાં આવતાં દરવાજામાં જ બ્રાહ્મણને આવતો જોયો અને ભયથી તેનું પેટ ફાટી ગયું. એટલે શ્રી કૃષ્ણે તેને આખા ગામમાં ઘસડાવ્યો અને જાહેર કર્યું કે-‘મુનિનો ઘાત કરનારના આવા હાલ થશે.’’
૩૪. અવંતીકુમાર : એક વખત શ્રી સુહસ્તિ આચાર્ય મહારાજ શ્રી જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે ઉજ્જયિની નગરીમાં આવ્યા. ત્યાં ભદ્ર શેઠની ભદ્રા પત્ન!થી શુભ સ્વપ્ને સૂચિત જન્મ પામેલ અવંતીસુકુમાર નામે ૩૨ પત્નીઓના પતિ એવા તેના પુત્ર હતા.
ભન્ન શેઠની અનુમતિથી ભદ્રા શેઠાણીએ આપેલ પોતાના ઘર પાસેની વસતિમાં પૂજ્ય આચાર્ય મહારાજ આવીને ઊતર્યા. સાંજે પૂજ્ય આચાર્ય મહારાજ નલિનીગુલ્મ વિમાનનું અધ્યયન ગણતા હતા. તે સાંભળી તેને ઊહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતે પૂર્વે એ વિમાનમાં દેવ હતો. “કયાં ત્યાંના સુખ ? અને કયાં અહીંના સુખ ?'' તેમાં મોટું અંતર જાણીને તે સુખ મેળવવાનો ઉપાય બતાવતા ગુરુ મહારાજને વિજ્ઞપ્તિ કરી. ગુરુએ તેનો ઉપાય સંયમ બતાવ્યો. તે લેવાને તે ઉત્સુક થયો. પણ કુટુંબીઓની સમ્મતિ વિના દીક્ષા આપવાની ના પાડી. તો પોતે પોતાની મેળે દીક્ષા લીધી ને સ્મશાનમાં જઈ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા.
તેની કોઈ પાછલા ભવની સ્ત્રી મરીને શિયાળ થઈ હતી તે ત્યાં આવી, મુનિ પર ક્રોધ કરીને બચકાં ભરવા લાગી ને છેવટે તેને પુષ્કળ બચકાં ભરી તેના કકડે કકડા કરી નાંખ્યા. મુનિ મરીને નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા.
સવારે માતાપિતા તથા સ્ત્રીઓએ આ અવસ્થા જાણી બહુ શોક કર્યો. ગુરુને પૂછવાથી બધો વૃત્તાન્ત જાણવામાં આવ્યો, તે ઉપરથી તેનાં માતાપિતાએ એક નલિનીગુલ્મવિમાનના આકારનું મહાકાળનું મંદિર બંધાવ્યું અને તેમાં શ્રી અવંતીસુકુમાર પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી. (તેની ગર્ભિણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલ તેના પુત્રે આ મંદિર અને પ્રભુ પ્રતિમા પધરાવ્યાં. અન્યત્ર એમ વાંચવામાં આવ્યાનું યાદ છે.) તેની સ્ત્રીઓએ પણ દીક્ષા અંગીકાર કરી સંયમ ધર્મની આરાધના કરી.
૩૫. ધન્ય કુમાર-શાલિભદ્ર શેઠના બનેવી, અને આઠ સ્ત્રીઓને એકી સાથે છોડી શાલિભદ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org