________________
૩૧૪
પંચ પ્રતિકમાણસૂત્રો
લાભ થવાથી પરિણામે નિરવદ્ય હોવાથી કહીએ છીએ કે-એકસો આઠ આયંબિલ કરવાથી જંબૂવૃદ્ધના સ્વપ્નથી સૂચિત પુત્ર થશે.”
ત્યાર પછી આયંબિલ કર્યા પછી વિદ્યુનમાલી દેવ ચ્યવીને ગર્ભપણે ઉત્પન્ન થયો. અને જન્મ પછી તેનું નામ બૂકુમાર પાડ્યું.
યુવાવસ્થામાં શ્રી સુધર્માસ્વામીનો ઉપદેશ સાંભળી મનથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. અને ત્યાંથી પાછા વળતા શહેરમાં આવતા શત્રુ સામે વાપરવાનાં મોટાં મોટાં યંત્રો દરવાજામાં ગોઠવાતાં હતાં. તે જોઈ આયુષ્યનું ક્ષણભંગુરપણું વિચારી પાછા વળી ગણધર ભગવંત પાસે સ્પષ્ટ બ્રહ્મચર્ય ઉચ્ચાયું, ને ઘેર આવી માતપિતાની દીક્ષા માટે સમ્મતિ માગી.
| માતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યું. રાત્રે તેઓને બોધ આપ્યો. અને વિધ્યાચળમાં આવેલા જયપુરના પાટવી કુંવર પ્રભવ તે જ વખતે તે ઘરમાં પ૦) ચોર સાથે ચોરી કરવા આવેલ, તે સઘળાને પ્રતિબોધ આપીને સસરા-સાસુ, સસરા, સ્ત્રીઓ માતાપિતા સાથે કુલ પર૭ પાંચસો સત્તાવીસ જણાએ શ્રી સુધર્મા ગણધર ભગવંત પાસે દીક્ષા લીધી. શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ દશમે વર્ષે જંબૂસ્વામીને આચાર્ય પદ આપ્યું, ને વીસમે વર્ષે મોક્ષમાં ગયા. સુધર્મા સ્વામી ગણધર ભગવંતના સર્વ આગમો બૂસ્વામીને ઉદ્દેશીને રચાયા છે. છેવટે તેઓ છેલ્લા કેવળી થઈ પ્રભવસ્વામીને પોતાની પાટ સોંપીને પ્રભુ મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૬૪ મે વર્ષે મોક્ષમાં ગયા.
૩૨. વંકચૂલ કુમાર : વિરાટ દેશના પેઢાલપુર નગરમાં શ્રીચૂળ રાજાને પુષ્પચૂલ અને પૂષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલ જુગારી, ચોર તથા મારફાડ કરનાર હોવાથી તેનું નામ વંકચૂલ જાહેર થયું. છેવટે તેના પિતાએ તેને પોતાની રાજધાનીમાંથી કાઢી મૂકયો. તે બહેન અને પત્નીની સાથે કોઈ પલ્લીમાં જઈને રહ્યો, અને ત્યાંનો નાયક મરણ પામવાથી તે પલ્લીનો નાયક થયો, ને ચોરની જેમ ધાડ પાડી પોતાનું જીવન ગુજારતો હતો.
હવે એક વખત જ્ઞાનતુંગસૂરિ તે પલ્લીમાં ચોમાસું રહેવા આવ્યા. કોઈને કાંઈ પણ ઉપદેશ ન આપવાની શરતે મુનિને વસતિ આપી. જ્ઞાન ધ્યાનમાં ચોમાસું પૂરું કર્યા બાદ વિહાર કરતાં વંકચૂલની હદ ઓળંગીને વોળાવવા આવેલ વંકચૂલની ઈચ્છાથી તેને ચાર નિયમ આપ્યા ૧. અજાણ્યાં ફળ ન ખાવાં. ૨. કોઈને વધ કરતાં પહેલાં સાત ડગલાં પાછું કરવું. ૩. રાજાની રાણી સાથે ભોગનો ત્યાગ કરવો. ૪. અને કાગડાનું માંસ ખાવું નહીં. - આ ચારેય નિયમો પાળવાથી તેને ઘણા ફાયદા થવાથી વ્રતોની પ્રશંસા કરતાં નિયમોમાં દઢ રહી, જિનદાસ શ્રાવકની આરાધના કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો.
ચાર વ્રતનાં ફળો તેને નીચે પ્રમાણે મળ્યાં હતાં :( ૧ ) એક વખત રસ્તામાં ભૂખને લીધે તેની સાથેના ભિલ્લ લોકોએ એક જાતનાં ફળ ખાધાં, તેથી
તેઓ મરી ગયા. પણ વંકચૂલે તે અજાણ્યાં ફળો ન ખાવાથી જીવતો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org