________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૦૯
માથામાં તેલ નાખતી વખતે તેની આંખમાંથી પડેલું આંસુ ધન્ય શેઠના ખભા પર પડ્યું. તે ઉપરથી શેઠે રુદનનું કારણ પૂછયું, ત્યારે દીક્ષા લેવાની ઈચ્છાવાળા તેના ભાઈની રોજ એક એક સ્ત્રી તજવાની વાત કહી. શેઠે કહ્યું કે, “તે કાયર છે. રોજ એક એક તજવાની શી જરૂર છે ?” ત્યારે તેની પત્નીએ કહ્યું કે “કહેવું સહેલું છે, કરવું દોહ્યલું છે.” શેઠે કહ્યું કે અત્યારે આ કરી બતાવ્યું” કહી દીક્ષા લેવા નીકળ્યા. આઠે સ્ત્રીઓએ ઘણું સમજાવ્યા, છતાં પાછા ન વળ્યા. અને સ્ત્રીઓએ પણ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો.
શાલિભદ્ર પાસે આવી કહ્યું કે, “આમ કાયરની માફક એક એક સ્ત્રીનો શું ત્યાગ કરે છે ? મેં તો એકી સાથે આઠેય તજી દીધી છે.”
તેવામાં પરમાત્મા મહાવીરદેવ તે નગરમાં સમોસર્યા. ત્યાં જઈ બન્નેએ દીક્ષા લીધી. આગમાભ્યાસ કર્યો, અને બહુશ્રુત થયા. અન્ય વિહાર કરતાં કરતાં ફરીથી બન્ને પ્રભુની સાથે જ રાજગૃહમાંઆવ્યા. પ્રભુને પૂછી ભિક્ષા માટે નીકળ્યા. પ્રભુએ કહ્યું કે, “આજે શાલિભદ્રની માતાને હાથે પારણું થશે.”
ફરતાં ફરતાં ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યા. પણ ભદ્રા તો વ્યગ્ર હોવાથી ઓળખી શકયાં નહીં. તેથી મુનિઓ પાછા ફર્યા પણ રસ્તામાં એક વૃદ્ધ ડોશીએ દહીં વહોરાવ્યું. તે લઈ બન્નેય આવ્યા, અને પ્રભુને સંશય પૂછયો. પ્રભુએ કહ્યું -“એ તારી પૂર્વભવની માતા જ છે. સાંભળ-શાલિગ્રામમાં ધન્ય ગામની વિધવા સ્ત્રીનો સંગમ નામે તે પુત્ર હતો. તને ખીર ખાવાનું મન થયું, તેથી ચાર પાડોશણોએ દૂધ, ચોખા, સાકર, ઘી આપ્યાં, તેમાંથી તને ખીર કરી આપી, ને પોતે પાડોશીને ઘેર જઈ બેઠી, તેવામાં માસખમણના તપસ્વી મુનિ આવ્યા. પોતે ખાવા માટે લીધેલી ખીર તેમને વહોરાવી દીધી, ને ઘણો હર્ષ પામ્યો. મુનિ ગયા, તારી માતાએ પાછા આવીને બાકીની ખીર તને ભૂખ્યો જાણીને આપી. તું તે ધરાઈને ખાઈ ગયો. તેથી અજીર્ણ થવાથી તું મૃત્યુ પામ્યો અને મુનિદાનના મહિમાથી શાલિભદ્ર થયો. તે તારી માતા હજુ જીવતી હતી, જેણે તને દહીં વહોરાવ્યું.”
પ્રભુનાં આવા વચનો સાંભળી આનંદથી પારણું કર્યું. પછી ત્યાંથી આજ્ઞા લઈ વૈભારગિરિ ઉપર અનશન લઈ કાઉસ્સગ્નધ્યાને ઊભા રહ્યા. ભદ્રાએ આવી ઘણી વિનંતિ કરી. શ્રેણિકે સમજાવ્યા, પણ તેઓ ધ્યાનમાં જ મગ્ન રહ્યા, ને સામું પણ ન જોયું, બને મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ભદ્રાએ પણ દીક્ષા લીધી, ને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે.
૨૭. ભદ્રબાહુસ્વામી : મૂળ ભદ્ર શબ્દ છે. તેનો અર્થ ભદ્રબાહુ સ્વામી છે. ભદ્રબાહુ સ્વામીનો કેટલોક સંબંધ સ્થૂલભદ્ર સ્વામીના ચરિત્રમાં આવી ગયેલ છે, ત્યાં પૂર્વ અને ઉત્તર દેશના વિહારના પ્રસંગો છે. ત્યારે અહીં મોટે ભાગે વરાહમિહિર સાથેનો સંબંધ વધુ વર્ણવાયો છે, અને દક્ષિણ દેશના વિહારના પ્રસંગો છે. બન્નેય કથાના પ્રસ્થાન જુદા પડી જતા જણાય છે.
દક્ષિણમાં આવેલા પ્રતિકાન (પંઢ) નગરમાં ભદ્રબાહુ અને વરાહ નામના બે ગરીબ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. શ્રી યશોભદ્રાચાર્ય વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા. તેમની દેશના સાંભળી બન્નેય ભાઈઓએ દીક્ષા લીધી, ભદ્રબાહુ અનુક્રમે ચૌદપૂર્વધર થયા અને આચાર્ય થઈ દઉનિર્યુક્તિઓ રચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org