________________
૨૯૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અભયકુમારે ચંડાલ પાસેથી આ રત્નનો ભેદ જાણી લીધો. અને સાથે એ પણ સમજી લીધું કે-“દેવાધિષ્ઠિત આ બકરો હોવાથી આ મેતાર્ય પણ કોઈ પુણ્યશાળી જીવ છે.” બકરો પોતાને ત્યાં મંગાવ્યો, તો ત્યાં દુર્ગંધમય વિષ્ટા કરવા લાગ્યો, એટલે પાછો મોકલ્યો. અને રાજાને કન્યા આપવા વિજ્ઞપ્તિ કરી. અને તેની પરીક્ષા માટે તેને કહ્યું કે-“વૈભારગિરિ સુધીનો માર્ગ ત્યાં પધારેલા મહાવીર સ્વામીને વાંદવા જવા માટે સરળ અને સડક જેવો બનાવી દે. શહેરનો કિલ્લો સુવર્ણમય કાંગરાનો બનાવી દે.” બન્નેય કામો તેણે દેવસાંનિધ્યથી તુરત જ સાધી આપ્યાં.
છેવટે એ શરત કરી કે “તું ઊંચા કિલ્લા સુધી પાણીથી ભરેલા સમુદ્રમાં તારા પુત્રને જાહેરમાં સ્નાન કરાવી શુદ્ધ કરે, તો જરૂર રાજા તેને પોતાની જ પુત્રી આપશે.”
ચંડાલે તેમ કર્યું. છતાં રાજાની ઈચ્છા પોતાની પુત્રી આપવાની થઈ નહીં. પરંતુ અભયકુમારને હવે કન્યા આપવામાં બાદ જણાતો નહોતો. કેમ કે-“એક તો પુણ્યવાન આત્માઓ અપવાદભૂત હોય છે. બીજું, પ્રભુ ઋષભદેવથી બંધાયેલી લોકવ્યવસ્થા પહેલાં ઉચ્ચ નીચ વણ નહોતા, એટલે વિશિષ્ટ સંજોગોમાં એ વાતને એકાન્તથી વળગી રહી શકાય નહીં. ત્રીજું, લોહીશુદ્ધિની ગવેષણાપૂર્વકના લગ્નસંબંધના વ્યવહારને ચમત્કારિક રીતે સમુદ્ર સ્નાનથી સંસ્કારશુદ્ધિ કરાવવાથી બાધ આવતો જણાતો નથી, સાચો પુણ્યપ્રભાવ બીજા કેટલાક અનિચ્છનીય સંજોગોને ઢાંકી દે છે વગેરે”. તેથી છેવટે રાજાએ પોતાની પુત્રી આપી અને પ્રથમના સંબંધવાળી આઠ કન્યાઓ સાથે પણ લગ્ન કરવા દીધું. રાજાએ મકાન પણ આપ્યું અને ત્યાં બાર વર્ષ પૂરાં કર્યા. દેવે પ્રતિબોધ કર્યો, એટલે પુત્રને ઘર સોંપી વૈરાગ્ય વાસિત થઈ દીક્ષા લઈ મેતાર્થે જિનકલ્પ આદર્યો.
શ્રેણિક મહારાજા ત્રિકાળ શ્રી જિનપૂજા માટે સોનાના જવ જે સોની પાસે રોજ ઘડાવતા હતા, તેને જ ત્યાં મુનિ ગોચરી માટે જઈ ચડ્યા. જવ ઘડતા પડતા મૂકીને મુનિને વહોરાવવા ગયો, એટલે પાછળથી એક ક્રૌંચ પછી તે ચણી ગયું. સોનીને મુનિ ઉપર વહેમ પડ્યો. અને રાજાની બીકથી જવ કઢાવવા મુનિને માથે સખત ચામડાની લીલી વાધરી બાંધી રાખી. મુનિ જાણવા છતાં “કૌંચ પક્ષીને જવ ખાતર મારી નાંખશે” એમ સમજીને મૌન રહ્યા અને પોતે દુઃખ વેઠ્યું. તેની આંખો નીકળી પડી, તેમને ભાવનાથી કેવળજ્ઞાન થયું અને મૃત્યુ પામી મોક્ષમાં ગયા. પરંતુ શરીર ધબ દઈને નીચે પડ્યું કે ફફડાટને લીધે ક્રૌંચ પક્ષીના પેટમાંથી જવ વાઈ ગયા.
લોકોમાં મુનિના નકામા મારવા માટે હાહાકાર થઈ ગયો, અને સોનીએ રાજાથી ડરીને સહ કુટુંબ મુનિવેષ ધારણ કરી લીધો. રાજાએ જમાઈ મારી નાંખ્યાની વાત સાંભળી, તેઓને પકડવા રાજસુભટો મોકલ્યા, પણ મુનિવેષમાં હોવાથી તેઓ તેને પકડી શક્યા નહીં. રાજાને તે સમાચાર મળતાં તેમણે હુકમ છોડ્યો કે-“ખબરદાર ! જે કોઈ પણ નિવેષ છોડશે તો મારી નાખીશ.” તેઓએ પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી અને સૌ મોક્ષમાં ગયા.
લજ્જાથી, ભયથી, વિતર્કથી, અહંકારથી, સ્નેહથી, લોભથી, હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગારાસક્તિથી, કીર્તિની ઇચ્છાથી, દુ:ખથી, કૌતુકથી, કુળાચારથી, કે વૈરાગ્યથી, એમ ગમે તે પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org