________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
થયો હોય, અને તે પ્રયોગ કરનાર અને જેને માટે થયો હોય, તે બન્નેયને એ વિજયાદેવી શાંતિ જ કરે છે. એટલો બધો એ નામનો પ્રભાવ છે.
૨૫૨
શ્રી વિજયાદેવી પણ, સુજ્યા છે, અજિતા છે, અપરાજિતા છે, વિજયવંત છે, જય આપનારી છે. માટે સ્તોત્રકાર એ વિજયાદેવીની પણ આશીર્વાદાત્મક સ્તુતિ એવા શબ્દોથી કરે છે કે ખુદ્દ શ્રી વિજયાદેવી પણ તુષ્ટ તુષ્ટ થઈ જાય. સહજ રીતે જ જ્યારે વિજયાદેવી શાંતિ સાંભળીને શાંતિ ફેલાવી દે છે, તો પછી તેઓને પણ જ્યારે અનેક મિષ્ટ શબ્દોથી સંતોષ્યાં હોય, તો પછી અજબ શાંતિ કરે, તેમાં તો આશ્ચર્ય જ શું ?
આ રીતે તુષ્ટમાન થયેલાં, શાંતિ નામને આધીન શ્રી વિજયાદેવીને શાંતિમંત્રોપૂર્વક આકર્ષીને, કષ્ટો-ઉપદ્રવોનો નાશ કરવા અને શાંતિ તુષ્ટિપુષ્ટિ તથા કલ્યાણ સ્થાપવા સ્તોત્રકાર આમંત્રે છે. મંત્રાક્ષરોથી દેવીને કર્તવ્યમાં વધારે મજબૂત કરે છે. આટલા પ્રયત્નો પછી શાંતિ થયા વિના રહે કે ?
પરંતુ આચાર્ય મહારાજ વિશેષમાં કહે છે કે-‘‘યથાયોગ ભણનાર, સ્મરણ કરનાર, સાંભળનાર, કે ચિંતન કરનારને મોક્ષમાં લઈ જવાને પણ આ સ્તોત્ર સંપૂર્ણ સમર્થ છે.’’
૫. ભારતના તત્ત્વજ્ઞ શિરોમણિ જૈનાચાર્યોએ એક જ શબ્દને કેટલો ખીલવ્યો છે ? તે આ ઉપરથી આપણને બહુ જ સરસ રીતે જાણવા મળે છે. અને તેઓ ઉપર આપણને અનહદ માન ઉત્પન્ન થાય છે.
હાલના જમાનામાં પ્લેગ-મરકી વગેરે ઉપદ્રવો વખતે કોરંટાઈન ઉદરો વગેરેને મારી નાંખવા દવા માટે ડૉકટરની સ્પેશ્યલ યોજના વગેરે પ્રયત્નો ચાલે છે ત્યારે ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો આ રીતે મંત્રાક્ષરોથી જ અનેક ઉપદ્રવો શાંત કરી દેતા હતા અને તે હમણા સુધી એ પ્રકાર ચાલુ હતો. આમાં વહેમ, અંધશ્રદ્ધા કે ગતાનુગતિકતા નથી. પણ શુદ્ધ વૈજ્ઞાનિક તત્ત્વો છે. આ વસ્તુઓને ઉત્તેજન ન હોવાથી એ સાયન્સ મંદ પડતું જાય છે. પરંતુ જો તેને રીતસર ઉત્તેજન મળે તો જરૂર ખીલે, અને આ સાયન્સ ઘણું જ ઓછું ખર્ચાળ અને વધારે શકિતશાળી અને સરળતાવાળું છે. ૬. આ સ્તોત્રને પદ્યબંધ રચનાર ઉકત આચાર્ય મહારાજ નાડોલમાં ચોમાસું રહ્યા હતા. તે વખતે શાકંભરી નગરમાં શાકિનીએ પ્રવર્તાવેલ મરકીનો રોગ વધી પડવાથી ત્યાંના શ્રી સંઘે શ્રીમાનદેવસૂરી મહારાજને ઉપદ્રવ નિવારણ કરવા માટે વિજ્ઞપ્તિ મોકલી. તે ઉપરથી તેઓએ આ સ્તોત્ર બનાવીને મોકલ્યું. સ્તોત્રનો પાઠ કરવાથી સાંભળવાથી અને તેનાથી મંત્રેલું પાણી છાંટવાથી ઉપદ્રવની શાંતિ થઈ ગઈ.
શ્રીમાનદેવસૂરિ તપાગચ્છની પટ્ટ પરંપરામાં પ્રસિદ્ધ આચાર્ય છે. તેથી તેમનો ઇતિહાસ પટ્ટાવળીઓ વગેરેમાંથી સવિસ્તર મળી રહેશે જેથી અત્રે આપવામાં આવેલ નથી.
આ આચાર્ય મહારાજને પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓ સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org