________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૪૩
અંતે જ સંપૂર્ણ થાય છે.
સારાંશ કે, છ આવશ્યક પછીથી હર્ષ નિમિત્તે થતી આ સંપૂર્ણવંદન વિધિના એક અંગ તરીકે નમોસ્તુ વર્ધમાનાય સ્તુતિ છે એમ સમજાય છે.
૪૦. શ્રી વર-કનક-સપ્તતિશત જિન-સ્તુતિ-૨-૧૩ શબ્દાર્થ - વર-કનક-શંખ-વિદ્રુમ-મરકત-ઘન-સત્રિભં ઉત્તમ-સોનું-શંખ-પરવાળા-પન્ના કાળાં વાદળાં-જેવું. વિગત-મોહમ=મોહ વગરનું. સપ્તતિ-શત એકસોને સિત્તેર. જિનાનામ=જિનેશ્વરોનું. સર્વામર-પૂજિતં=સર્વ દેવતાઓ વડે પૂજાયેલ. વન્દ વંદન કરું છું.
વર-કનક-શખ-વિદ્રુમ-, મરકત-ઘન-સનિભે વિગત -મોહમ્
*સપ્તતિશત "જિનાનાં, સર્વામર-પૂજિતં વન્દના સારી જાતના સોના-શંખ-પરવાળા-નીલમ અને કાળાં વાદળાંના રંગ જેવા, મોહ વગરના અને સર્વ દેવોથી પૂજાયેલા 'એકસો સિત્તેર "જિનેશ્વર પ્રભુઓને વંદન કરું છું. ૧
વિશેષાર્થ :- અઢી દ્વીપમાં એકીસાથે મળીને વધારેમાં વધારે ૧૭૦, જિનેશ્વર પ્રભુઓ હોય છે. (જંબૂઢીપમાં મહાવિદેહની ૩૨ વિજય, ભરત અને ઐરાવતની બે વિજય, મળીને કુલ ૩૪ વિજય થાય, તે ધાતકી અને પુષ્કરાર્ધદ્વીપમાં બમણી બમણી, એટલે ૬૮, ૧૮, એમ કુલ ૧૭૦) વિજયોમાં વધારેમાં વધારે એકીસાથે ૧૭૦ પરમાત્માઓ જુદા જુદા રંગના વિદ્યમાન હોઈ શકે. તેમાંના કેટલાક-સોના જેવા પીળા, કેટલાક શંખ જેવા ધોળા, કેટલાક પરવાળા જેવા લાલ, કેટલાક નીલમ જેવા લીલા, અને કેટલાક કાળાં વાદળાં જેવા શ્યામ હોય છે.
૪૧. અsaઈજ્જસુ-સર્વ મુનિ વંદન-સૂત્ર ૩-૧૪ શબ્દાર્થ :- અઢાઈજેસ-અઢી. દીવ-સમુદેસ દ્વીપો અને સમુદ્રોમાં. પનરસસુ-પંદર. કમ્મભૂમિસુ કર્મભૂમિમાં. રય-હરણ-ગુચ્છ-પડિગ્નેહધારા રજોહરણ, ગુચ્છા અને પતઘ્રહ-પાત્રને ધારણ કરનારા. ગુચ્છ=પાત્રાની ઝોળી. પંચ-મહવ્યય-ધારા પાંચ મહાવ્રતને ધારણ કરનાર. અઠારસ-સહસ્સ-સીલંગધારા અઢાર હજાર શીલાંગ રથને ધારણ કરનારા. અખિયાયારચરિત્તા=અક્ષુબ્ધયા અક્ષતાચાર ચારિત્ર્યા=અખંડ આચાર અને ચારિત્રવાળા.
“અઢાઈ જેસુ દીવ-સમુસુ, પનરસસુકમ્મ-ભુમીસુ, જાવંત કેવિ સાહૂ"-"-હરણ-ગુચ્છ-પડિગ્રહ-ધારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org