________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૧૩
ભોયણામોએ ભોજનાભોગ-ભોજનમાં ઉપયોગ, અથવા. ભોઈણાભોએ ભોઈ એટલે હોઈ. આણાભોગે અજાણતાં. પોસહ-વિહિ વિવરીએ પૌષધવ્રત-વિધિથી વિપરીતપણું. તઈએ ત્રીજા.
સંથારુચ્ચાર-વિહી પમાય તહ “ચેવ ભોયણાભોએ પોસહ-વિહિ-વિવરીએ 'તઈએ સિફખાવએ નિંદે રહેલા
ત્રીજા ‘શિક્ષાવ્રતમાં-સંથારા વિધિ અને ઉચ્ચારવિધિમાં થયેલો પ્રમાદ તેમજ ભોજનની ચિંતા અને પૌષધની વિપરીત વિધિની નિંદા કરું છું ૨૯
વિશેષાર્થ :-સંથારો શબ્દથી પોષાતીને સૂવા માટેનું દર્ભનું સૂકું ઘાસ, કે કાંબળી તથા પાટલો કે પાટિયું. ઉચ્ચાર શબ્દથી મળ-મૂત્ર, ઘૂંક, શ્લેષ્મ, પરસેવો વગેરે સમજવાં. ઉચ્ચાર માટેની શુદ્ધ ભૂમિઓને માટે સ્થડિલ ભૂમિના બાર માંડલા કરવાના હોય છે. તેમાંના છ પૌષધશાળાની અંદર અને છ પૌષધશાળાની બહાર કરાય છે. ૧. સંસ્થારાનાં ઉપકરણો કે ભૂમિનું અપ્રતિલેખન કે દુપ્રતિલેખન રૂપ પ્રમાદ અનાભોગથી કરવો તે
૧ લો અતિચાર. ૨. સંસ્થારાના ઉપકરણ કે ભૂમિનું અપ્રમાર્જન કે દુષ્ટમાર્જન રૂપ પ્રમાદ અનાભોગથી કરવો તે ૨
જે અતિચાર. ૩. ઉચ્ચારનાં ઉપકરણો કે ભૂમિનું અપ્રતિલેખન કે દુષ્પતિલેખન રૂપ પ્રમાદ અનાભોગથી કરવો તે
૩ જો અતિચાર. ૪. ઉચ્ચારનાં ઉપકરણો કે ભૂમિનું અપ્રમાર્જન કે દુષ્પમાર્જન રૂપ, પ્રમાદ અનાભોગથી કરવો, તે ૪
થો અતિચાર. ૫. તથા ચારે પ્રકારના ત્યાગરૂપ પૌષધવ્રતનું સારી રીતે પાલન ન કરવા રૂપ અને વિપરીત રીતે કરવા
રૂપ પાંચમો અતિચાર સમજવો. સુધાને લીધે “પારણા માટે અમુક અમુક ચીજો કરાવીશ” એવા વિચારો પૌષધમાં કરવા, તે વગેરે વિપરીત વિધિ ગણાય. અથવા “ભોયાણાભીએ” એવા પાઠમાં ભોજનાભોગ. ભોજનનો આભોગ એટલે વિચાર-ચિંતા. એટલે “કયારે પૌષધ પૂરો થશે ? જેથી જમવાનું મળે.” વગેરે વિચારો કરવા, પણ પાંચમો અતિચાર ગણાવેલ છે.
પષધોવાસમાં તો ખાસ કરીને નિર્જળ એટલે ચઉવિહારો ઉપવાસ કરવાનો હોય છે. તે કરવાની અશક્તિ હોય, તો તિવિહાર ઉપવાસ કે આયંબિલ કરીને પણ પર્વ દિવસે પૌષધ અવશ્ય કરવો. સાવદ્ય વ્યાપારના ત્યાગનું ઘણું જ સારું ફળ મળે છે. પૌષધવિધિ અને તેના હેતુઓ બીજા મોટા ગ્રંથોમાંથી ગુરુગમથી જાણવા. છેવટે પુરિમઢ એકાસણું કરીને અને બાળજીવો સાઝપીરસી કરી શકે, તો તેમ કરીને પણ પોસહ કરવાનો અભ્યાસ પાડવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org