________________
ભૂમિકા
૨૩
૩૯. આધ્યાત્મિક જીવનમાં કાયમ જાગૃતિ ટકાવી રાખવા માટે પ્રતિક્રમણની જાહેર યોજના પણ એવી
જ ભવ્ય અને કલ્યાણકાર જણાય છે. ૪૦. સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, સરળતા, નિ:સ્વાર્થપણું, તપ-ઐચ્છિક કષ્ટ સહન, અલ્પ
જરૂરિયાતવાળું જીવન, સંયમ, સાદાઈ, નિખાલસતા, સમભાવ, પવિત્રતા, અલ્પ પરિગ્રહપણું, બ્રહ્મચર્ય, શુભ વિચારણા, શુભ કર્તવ્યો, શુભ મનન-ધ્યાન, વિશાળ હૃદય, મોટું મન રાખવું, તીર્થંકરાદિક સર્વોચ્ચ જગતના મહાપુરુષોની સતત ભક્તિ, ગુણ સ્મરણ, તત્ત્વ મેળવવા ગુરુની ઉપાસના વગેરે આધ્યાત્મિક ગુણો ખીલવવા માટે પડાવશ્યકની યોજના અને તેનું કરેમિ ભંતે'માં કેન્દ્રપણું કરવામાં એટલી બધી અસાધારણ વ્યવહારુતા અને યોજનાશકિત જણાય છે, કે આવી વ્યવસ્થિત, સર્વદેશીય, સંક્ષિપ્ત, સર્વગ્રાહી, સાદામાં સાદી અને ગંભીરમાં ગંભીર તથા સર્વ પ્રકારનાં પાત્રોને ગ્રાહ્ય થાય તેવી, કમ્રવિકાસની દૃષ્ટિથી, શિક્ષણની દૃષ્ટિથી, જગતુમાં કોઈ પણ યોજના મળી શકશે નહીં.
ઉપરના ગુણોનાં વિવેચનો અને ઉપદેશો આપવામાં આવે, તેનો અમલ કરાવવા પ્રજાને અનેક સાધનો પૂરાં પાડવામાં આવે, છતાં પણ સામાયિક અને કરેમિ ભંતે મારફત જેટલી સરળતાથી આધ્યાત્મિક જીવન શરૂ કરાવી શકાય, જીવનમાં ઉતારી શકાય, વ્યાપક કરી શકાય, અને છેવટે જીવનની ઊંચામાં ઊંચી કક્ષા સુધી લઈ જઈ શકાય તેવી કોઈ પણ વ્યવહારુ યોજના જગતમાં મળી શકશે નહીં. તીર્થંકરાદિ મહાદષ્ટાન્તભૂત આધ્યાત્મિક જીવનના અગ્રેસરોએ પણ આ જ વ્યવહારુ ક્રમથી પોતાના જીવનમાં અમલ કરવાના એ જાતના દાખલા પૂરા પાડેલા અહીંની પ્રજાની સામે છે. માટે તે રીતે આધ્યાત્મિક જીવન સહેલાઈથી જીવનમાં ઉતારી શકાય છે, માટે તે ખરી વ્યવહારુ યોજના છે.
આધ્યાત્મિક તત્ત્વોના ઉપદેશો ઘણાઓએ આપ્યા છે, પરંતુ તેનું આવું વ્યવહારુ સ્વરૂપ કોઈએ ઘડી આપ્યું નથી. આ જ જૈન ધર્મની મોટામાં મોટી, ત્રિકાળમાં અજોડ વિશિષ્ટતા છે.
આ જ તેની મહત્તા છે. ૪૧. આધ્યાત્મિક જીવન ન હોત તો કદાચ જગતમાં પરસ્પરના વ્યવહારનું સમતોલપણું હોત, એમ
માની લઈએ. પરંતુ કુદરતી અકસ્માતો અને કૃત્રિમ આતોમાં બચાવ રૂપ પરોપકારી મહાત્માઓ અને મહાન પુરુષોનું અસ્તિત્વ હોત જ નહીં. આજે તેઓએ પોતાના આત્મભોગથી ઉત્પન્ન કરેલી ઘણી સામગ્રી જનસમાજ અને પ્રાણીસમાજ ભોગવી રહ્યો છે.
“લોકોમાં સ્વાભાવિક પરોપકારની ઊર્મિ જગત અને પરોપકાર ચાલુ રહેત.” એમ કોઈ કહે, પરંતુ એ ઊર્મિનું મૂળ જ આધ્યાત્મિક તત્ત્વ છે. આધ્યાત્મિક તત્વ જ ન હોય, તો એ ઊર્મિ ઊઠે જ કયાંથી ? પરોપકાર પ્રવર્તે શાનો ? પ્રાણીઓને નિરાધાર દિશામાં આધ્યાત્મિક તત્વમાંથી અનેક જાતનો આધાર મળે છે, તે મળત જ નહીં.
બીજી રીતે વિચારીએ તો આજે પણ નિરાધારીમાં જે આધાર મળે છે, તે પણ આધ્યાત્મિક તત્વનું જગતમાં અસ્તિત્વ સાબિત કરે છે. આજનો જડવાદી પણ અંતરમાં તો તે કબૂલ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org