________________
પંચ પ્રતિક્રમાગસૂત્રો
૨૦૧
પ્રાથમિક સામાયિકમાં પ્રવેશ કરવાથી આગળ આગળ મળી શકે છે.
ઋદ્ધિમાન અને અદ્ધિમાન ગૃહસ્થના સામાયિક કરવાની વિધિઓ વગેરે વિશેષ હકીક્ત શાસ્ત્રોમાંથી જાણવી.
૧. સામાયિક વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ:- દુપ્પણિહાણે દુપ્પણિધાન-મન, વચન કાયાની એકાગ્રતા ન હોવી, અથવા તેઓનો કુવ્યાપાર. અણવટ્ટાણે અનવસ્થાન-સામાયિક કરવાનો અનાદર. સઈવિહૂાણે સ્મૃતિ-વિહીન, ભૂલી જવું. વિતકએ વિતથ કૃતે, સારી રીતે ન કર્યું, પણ નિષ્ફળ કર્યું. સિફખાવએ શિક્ષાવ્રતમાં.
તિવિહેબ દુપ્પણિહાણે અણવઠાણે તહાસઈ-વિહૂણે સામાઈય-વિતહકએ પઢમે સિફખાવએ નિંદ" રબા
પહેલા શિક્ષાવ્રતમાં સામાયિકને નિષ્ફળ કરનારા-ત્રણ પ્રકારના દુપ્રણિધાન અનવસ્થાનો અને સ્મૃતિભ્રંશની નિંદા કરું છું. ૨૭
વિશેષાર્થ :- ૧-૨-૩. : મનથી ઘર, દુકાન, કારખાનું વગેરે સંબંધી વિચાર કરવો કે બીજા કોઈ સાવઘ વિચારો કરવા, તે મનોદુપ્રણિધાન પહેલો અતિચાર. કઠોર શબ્દો બોલવા, અને એકંદર ભાષા સમિતિ ન જાળવવાથી વાળુ દુપ્રણિધાન નામનો બીજો અતિચાર. તે જ પ્રમાણે પ્રતિલેખન અને પ્રમાર્જના વિના ખાસ પ્રયોજન વખતે પણ શરીર કે તેના કોઈ પણ અંગો હલાવવાથી કાય દુપ્રણિધાન અતિચાર લાગે છે.
૪. અનવસ્થાન : મુહૂર્તનો વખત પૂરો થવા દીધા વિના, અથવા-જેમ તેમ- સામાયિક કરવું. અથવા સામાયિક કરવાનો વખત હોય તો પણ અનાદર બુદ્ધિથી સામાયિક ન કરવું, જ્યારે વખત મળે ત્યારે સામાયિક કરવાનો શાસ્ત્રકાર ભગવંતોનો આદેશ છે. માટે આદરપૂર્વક તે ઘણી વાર કરવું જોઈએ, તે પ્રમાણે ન કરવામાં આવે, તો પણ અનવસ્થાન અતિચાર લાગે છે.
૫. સ્મૃતિ વિહીન : નિદ્રા તથા પ્રમાદને લીધે, કે ઘરની ચિંતા વગેરેને લીધે “મેં સામાયિક કર્યું છે કે નહિ ? લીધું છે કે નહીં ? પૂરું થયું છે કે નહીં ? એમાંનું કાંઈ પણ, માત્ર ભૂલી જવામાં આવે, ત્યારે સ્મૃતિવિહીનત્વ નામનો પાંચમો અતિચાર લાગે છે. કારણ કે ઉપયોગ જાગ્રત રાખવો એ તો સર્વ મોક્ષનાં અનુષ્ઠાનોમાં મુખ્ય જ છે. - આ પાંચેય પ્રમાદને લીધે અનાભોગજન્ય આચરણ થાય, ત્યારે અતિચાર છે, અન્યથા અનાચાર થાય છે.
“મન-વચન-કાયાથી કરવા કરાવવાનું પચ્ચકખાણ કરવા છતાં મનનું દુપ્રણિધાન રોકવું મુશ્કેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org