________________
પંચ પ્રતિકમણસૂત્રો
૧૯૯
અને આસેવન શિક્ષા એટલે સામાયિક, પ્રતિક્રમણ, દેવ પૂજા, પૌષધ, તપ, જપ, ઉપધાન, કાઉસ્સગ, દેવવંદન, ગુરુવંદન, સ્વાધ્યાય, પચ્ચક્ખાણ, મહોત્સવો, મહાપૂજાઓ, તીર્થયાત્રાઓ વગેરે ધર્માનુષ્ઠાન કરવાની ટેવ પાડવી, અને ઉત્તરોત્તર તે ટેવ દઢ કરવી, તથા આ પ્રમાણે શિષ્યને બાળકોને ટેવ પાડવી, તે આસેવનશિક્ષા કહેવાય છે.
આ સ્થળે શિક્ષા વ્રત એટલે મુખ્યપણે આસેવન શિક્ષા વ્રતના પ્રાધાન્યથી ૪ શિક્ષાવ્રત એવો અર્થ સમજાય છે. તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોએ સર્વસાવદ્ય ત્યાગરૂપયાવજીવનુંનવકોટિથી સામાયિક ધર્મનું આચરણ કર્યું હોય છે, મહામુનિ રાજાઓએ પણ એ આચર્યું હોય છે, અને અત્યારે પણ આચરે છે. એ સામાયિક ધર્મ જૈન ધર્મનું મુખ્યમાં મુખ્ય અનુષ્ઠાન છે : સર્વ જૈન ધર્મીઓએ આચરવાનું છે, તે જ સકલ જૈન ધાર્મિક ક્રિયાઓનું મુખ્ય મથક છે.
માટે ગૃહસ્થોએ પણ એ આચરવું જોઈએ. પરંતુ, દરેક ગૃહસ્થ સર્વથા નવોટિથી આચરી ન શકે, પણ દેશથી-અંશથી સામાયિક કરી શકે. દેશથી સામાયિક ધર્મના જઘન્યથી માંડીને અનુત્કૃષ્ટ સુધી અનેક પ્રકારો સંભવી શકે છે, તો જ્યારે દેશથી સામાયિક ધર્મનો પ્રકાર ગૃહસ્થો માટે બતાવવાનો હોય. તો પ્રથમ જઘન્ય પ્રકાર બતાવવો જોઈએ. આ દષ્ટિથી તીર્થકર ભગવંતોએ જે સામાયિક ધર્મનું આચરણ કર્યું છે, તેના સાક્ષાત નાના નમૂના રૂપ, ઓછામાં ઓછા છ કોટિક બે ઘડીના સામાયિકનો પ્રયોગ મહા પુરુષોએ ગૃહસ્થોના માટે યોજી આપ્યો છે. તે મહાસામાયિકની ઓછામાં ઓછી વાનગી છે. પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો તથા બીજાં અનુષ્ઠાનો તેની પૂર્તિરૂપ છે. અર્થાત્ તે પણ દેશ સામાયિકનાં અંગો જ છે. એ આઠ વ્રતો પાળવા છતાં આ નમૂનાનો પણ હમેશ નિયમિત અનુભવ કરવો જ જોઈએ, એવું ભાર દઈને ગૃહસ્થને કહેવામાં આવે છે. માટે રોજ કેટલા સામાયિક કરવા ? તે પ્રમાણે પોતાની શક્તિને અનુસરીને ગૃહસ્થને આ નવમું વ્રત આપવામાં આવે છે. મુનિઓ તો સામાયિકમાં જ છે. એટલે તેમને એ વ્રતની જરૂર રહેતી નથી. ગૃહસ્થ તો વ્રત સિવાયની બાબતમાં સાંસારિક છે એટલે તેને આ નિયમ વ્રત તરીકે સ્વીકારવો પડે છે.
માટે બે ઘડીના સામાયિકને પ્રથમ શિક્ષા વ્રત ગણવામાં આવ્યું છે. તેથી વધીને આખો દિવસ કે રાત કે રાતદિવસ એક જ જગ્યામાં સ્થિર રહી સામાયિકમય ધર્મધ્યાનમાં ગાળે, તે દેશાવકાશિક વ્રત ગણાય છે. એટલે સામાયિક ધર્મની વિશેષ તાલીમ માટે એ વ્રત છે. અને તેથી વિશેષ તાલીમ માટે આહારત્યાગ, બ્રહ્મચર્ય પાલન વ્યાપાર ત્યાગ, શરીર ભૂષાત્યાગ સાથે અષ્ટ પ્રવચન માતાના પાલનપૂર્વક સામાયિકમય પૌષધોપવાસ વ્રત છે. તથા તીર્થંકર ભગવંતોએ વાર્ષિક દાન આપીને અને મહાવ્રતો ધારણ કરીને મહત્યાગ આચર્યો છે. તેની તાલીમ પાત્રને-દાનને યોગ્ય વ્યકિતઓને-દાન દેવા રૂપ દેશથી ત્યાગની તાલીમ અતિથિસંવિભાગવતથી ગૃહસ્થ મેળવે છે.
આ રીતે હવે પછીના ચારેય વ્રતો શિક્ષા વ્રતો કહેવાય છે, તેનું કારણ હવે બરાબર સમજાયું હશે. આથી આગળ વધીને શ્રાવકની અગિયાર પડિયા, ઉપધાન તપોવહન; ઘણા દિવસના પૌષધ, પ્રતિક્રમણો વગેરે પણ સામાયિક ધર્મની જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ કોટિની કોઈને કોઈ શિક્ષા-આસેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org