________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૯૩
શુદ્ધશાથવણોદ્યત, તત્વજ્ઞ, તત્ત્વચિંતક, સારગ્રાહી, દેવ ગુરુ ધર્મારાધક, સંયમી, ગુરુ શુશ્રુષા તત્પર, ધર્મમાર્ગપ્રભાવક, દાંત સ્વામીની, નિરભિમાની દયાળુ, દમામદાર સાદાઈયુકત અનુભટ પણ સ્વવૈભવનુરૂપ ઉદાર વેશધારી, અનુદ્ધત, સદાનમ્ર, કેળવાયેલ-વિનયી, વિવેકી, ખાનદાન, અભંગદ્વારી, અપ્રાર્થી, અપ્રાર્થનાભંજક, મકકમ, અકદાગ્રહી, સમતોલબુદ્ધિધારક, ધાર્મિક પરિણતિવાળા સાધર્મિક પાડોશીઓની વચ્ચે સ્વકુળ પરંપરાનુરૂપ વૈભવાતુસારિગૃહોમસ્કરયુકત, શ્રાવકકુલાનુરૂપ સર્વવ્યવહારી, સ્વવૈભવકુલ- ગુણ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ-આબરૂ વગેરેને અનુરૂપ તેવા જ સ્વપરપક્ષનાં સગાં સ્નેહીઓ વડે યુકત, જવાબદારી સમજનાર, સમજીને ઉપાડનાર, ઉપાડીને પાર મૂકનાર, સત્કાર્યોની અને સત્કાર્યોમાં આવતાં વિદ્ગોની ઉપેક્ષા ન કરનાર, ઉત્તમ કાર્યોમાં સચોટ લાગણી અને બેહદ કાળજી ધરાવનાર, ન્યાયી; અનુગ્રહ-નિગ્રહ સમર્થ, જનસ્વભાવગુણદોષપરીક્ષક, અવચ્ચક, અવંચનીય, નિદંભી, પરદંભશ, સભ્ય, સત્કારશીળ, ઉત્તમાર્થલક્ષી, સુરુચિવાન, કળાદક્ષ, કળાશ, કલાપ્રિય, ધર્મનિષ્ઠ, ઉત્તમ કુળ જાતિ સંપન્ન આપ્ન સેવી, આપ્ત શ્રદ્ધાળુ, વ્યવહારમાં સદા અવિશ્વાસુ, ઉપધાશુદ્ધ, લાયક-વિશ્વાસુ અને યોગ્ય-પરિવારયુકત, કુલપરંપરાગત-ગુણલક્ષ્મી-વૈભવ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ રક્ષક તથા સ્વયં ઉપાર્જક અને સંવર્ધક, કુટુંબપાલક, કુટુંબ સંસ્કાર, કુટુંબ વત્સલ, સર્વની પ્રીતિને પાત્ર, અને સૂક્ષ્મજ્ઞ હોવા જોઈએ. ગૃહસ્થના ભૂષણરૂપ આ ગુણોમાં જેટલી ખામી રહે તેટલા, આ જીવનમાં અને પરજીવનમાં પણ અનર્થ દંડ ભોગવવા પડે, એ સ્વાભાવિક છે. માટે ગૃહસ્થ ધર્મ, અર્થ, અને કામનું એટલે-અર્થનું એવી રીતે આચરણ કરવું જોઈએ, કે જેથી કરીને અધર્મ, અનર્થ અને દ્વેષરૂપ અનર્થ ઉત્પન્ન ન થાય.
કેટલાક ધર્માચરણ એવા હોય છે કે જેથી ધર્મ જ થાય. ત્યારે કેટલાક એવા પણ હોય છે કે, એકલા ધર્મના આચરણ માત્રથી અર્થ અને કામ પણ સાથે સાથે સિદ્ધ થાય. એવી જ રીતે અર્થ અને કામની આચરણાથી શુદ્ધ અર્થ અને શુદ્ધ કામ થાય, અથવા અર્થના આચરણથી ધર્મ અને કામ પણ ખેંચાઈ આવે, અથવા કામના આચરણથી ધર્મ અને અર્થ પણ ખેંચાઈ આવે. અથવા ઉપર ઉપરથી ધર્મ કરતાં જણાઈએ, પણ અધર્મ કે અનર્થ કે દ્વેષ પણ ઉત્પન્ન થઈ જાય, તે વખતે ત્રણેય અનર્થો થઈ જાય. એવી જ રીતે કામ સેવતા જણાતા હોઈએ, ને એકેક બબ્બે કે ત્રણેય અનર્થ ખેંચાઈ આવે.
અથવા એવો ધર્મ કરતાં હોઈએ, કે જેથી અર્થ કામ સંદિગ્ધ થઈ જાય, એ જ પ્રમાણે અર્થ અને કામ આચરતાં પણ ત્રણેય અર્થ સંદિગ્ધ થઈ જાય, અથવા ધર્મ આચરતાં એક તરફ ધર્મ અને બીજી તરફ અધર્મ થાય, અથવા એક તરફ અર્થ અને બીજી તરફ અનર્થ થાય, અથવા તથા એક તરફ કામ અને બીજી તરફ ઠેષ ઉત્પન્ન થાય. એ જ પ્રમાણે અર્થ કે કામ આચરતા હોઈએ, ને એક તરફ ધર્મ અને બીજી તરફ અધર્મ, તેમ જ એક તરફ અર્થ અને બીજી તરફ અનર્થ તથા એક તરફ કામ અને બીજી તરફ દ્વેષ થાય. આવી અનેક પ્રકારની જગના વ્યવહારમાં આંટીઘૂંટી છે. તેના આઠસો લગભગ ભેદો થાય છે. તેમાંથી જૈન ગૃહસ્થ એવી રીતે દક્ષતાથી પોતાનો વ્યવહાર ચલાવવો જોઈએ કે જેથી કરીને ધર્મનું સેવન અધિક ધર્મ અર્થ અને કામને ખેંચી લાવે. અર્થનું સેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org