SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૧૯૧ અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ શબ્દાર્થ -કંદખે અશ્લીલ શબ્દો. ફાઈએ કીકુચ્ચ. મહરિ-મૌખર્ય-વાચાળપણું. અહિગરણઅધિકરણ. ભોગ-અઈરિને ભોગતિરિકત, ભોગોમાં અત્યન્ત આસક્તિ. દંડમિદંડમાં. અગઠ્ઠાએ અનર્થ. કંદખે કુકુઈએ મોહિર અહિગરણ ભોગઆઈરિસ્તે દંડમ્પિ અણઠાએ તઇઅમિ ગુણ-ધ્વએ નિંદે રજા ત્રીજા ગુણવતમાં કંદર્પ, કીકુ, મૌર્ય, અધિકરણ અને ભોગાતિરેક,[ઓ] અનર્થદંડોને નિંદું છું. વિશેષાર્થ:- ૧. કંદર્પ: કામવાસના જન્ય વાકય પ્રયોગ પણ કંદર્પ ગણી શકાય છે. અર્થાત-રાગાદિ વિકાર ઉત્પન્ન કરનાર મશ્કરી, અશ્લીલ શબ્દો, ગાળાગાળી, મશ્કરી વગેરે કંદર્પમાં સમાય છે.. ૨. કીકુ : ભૃકુટી, નેત્ર, હોઠ, નાસિકા, હાથ, પગ, મોટું વગેરે અવયવોના વિકારગર્ભિત એવી ચેષ્ટા-ચાળા કરવા સાથે ઠઠ્ઠામશ્કરી કરી વાંઢાના ચાળા કરવા જેથી કરીને પોતાને કે બીજાને હસવું આવે, મોહોત્પત્તિ થાય. બીજા આગળ હલકાઈ થાય એવું શ્રાવકને બોલવું કે ચેષ્ટા કરવી બિલકુલ ઉચિત છે જ નહીં. પ્રમાદથી તેવું આચરણ થતાં તે અતિચારરૂપ બને છે. પ્રમાદાચરણ રૂપ અનર્થ દંડના ત્યાગીને ઉપરના બન્નેય અતિચારો છે. ૩. મૌખર્ય : અસંબદ્ધ અને અસભ્ય ઘણું બોલવું. મૌખર્યની ટેવવાળાને પાપોપદેશનો વધારે સંભવ છે. તથા ઘણાઓને અનિષ્ટ થવાનું હોય, તેમાં વાચાળ પહેલો કુટાઈ જાય છે. પ્રસંગ જાણ્યા વિના ઉચિતતા-અનુચિતતાનો વિવેક કર્યા વિના બોલનાર મુખર માણસ અપ્રીતિનો ભોગ પહેલો બને છે. પાપોપદેશ-ત્યાગવ્રતનો આ અતિચાર છે. ૪. અધિકરણ : એટલે “સંયુકત અધિકરણ” એવો અર્થ લેવાનો છે. એટલે કે ખાંડણિયા, સાંબેલા, તલવાર વગેરેની સાથે સંબંધ રાખવાથી, આત્મા નરકાદિ દુર્ગતિનો અધિકારી થાય, તે સંયુકતાધિકરણતા. અથવા–“સંયુકત એવાં અધિકરણો' એવો અર્થ કરવો. જેમકે-ખાંડણિયો અને સાંબેલું, હળ અને કોશ, ધનુષ્ય અને બાણ, ગાડું અને ધોંસરું, છીપરડી અને ઉપરવટો, કુહાડો ને હાથો, ઘંટી અને તેનું ઉપરનું પડ, એ પણ સંયુક્ત અધિકરણો કહેવાય. વિવેકીએ ઉપરનાં હથિયાર તૈયાર-સજજ કરેલા રાખવાં જ નહીં, સજજ હોય તો બીજો માંગી શકે, તેને ના પાડી શકાય નહિ, અને સજજ ન હોય તો બનતા સુધી માંગે જ નહીં. એ જ પ્રમાણે અગ્નિ પણ બીજાએ સળગાવ્યા પછી પોતાને ઘેર સળગાવવો. ચરવા માટે ગાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy