________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પંદર-એમ કુલ ૨૦ અતિચાર છે. તેમાંના ભોગોપભોગના પાંચ અતિચારો આ ગાથામાં બતાવ્યા છે – શબ્દાર્થ :- સચિત્ત-સજીવ. પડિબદ્ધે=સચિત્ત સાથે પ્રતિબદ્ધ-જોડાયેલ. અપ્પોલિ=અપવ. દુષ્પોલિ“દુષ્પવ. તુચ્છોસહિભણયા-તુચ્છઔષધિભક્ષણતા.
૧૬૮
'સચિત્તે પડિબઢે, અપ્પોલ- દુષ્પોલિએં ફ્રેંચ ‘આહારે। તુચ્છોસહિ-ભખણયા, '°પડિકમે દૈસિઍ સવ્વ ॥૨૧॥
‘સચિત્ત, [સચિત્ત] પ્રતિબદ્ધ, ‘અપક્ષ ’અને “દુષ્પ ‘આહાર, [તથા] તુચ્છ ઔષધિની ભક્ષણતાથી [જે અતિચારો લાગ્યા હોય તે] ‘સર્વ દિવસ સંબંધીનું પ્રતિક્રમણ કરું છું. ૨૧.
વિશેષાર્થ :- ૧. સચિત્ત આહાર-અતિચાર - સચિત્ત ત્યાગીને કે સચિત્ત પરિમાણીને, સચિત્ત કે પરિમાણથી વધારે સચિત્ત અનાભોગાદિક કારણથી વપરાઈ જતાં પહેલો સચિત્ત આહાર અતિચાર લાગે છે.
૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર અતિચાર - તાજો ઉતારેલો ગુંદર, રાયણ વગેરે પાકાં હોય, પણ બીજ સહિત મોઢામાં નાંખે તો સચિત્ત ત્યાગીને કે પરિમાણીને સચિત્ત પ્રતિબદ્ધ અતિચાર લાગે છે. જેમ કે-‘પાકી રાયણનો અચિત્તગર્ભ ખાઈશ અને સચિત્ત ઠળિયો કાઢી નાંખીશ.” એટલે ભંગાભંગ રૂપ અતિચાર લાગે છે. પાકી રાયણ અચિત્ત છે, અને ઠળિયો સચિત્ત છે પણ તે કાઢી નાંખે છે, છતાં મોઢામાં તો નાંખે જ છે, એટલે અતિચાર લાગે છે. પણ જો તે ઠળિયો ખવાઈ જાય, તો તેનો વ્રતભંગ પણ સ્પષ્ટ છે જ.
-
૩. અપાહાર અતિચાર ૧. અગ્નિથી પાકયા વગરનું, ૨. અથવા પાકેલી વસ્તુ જે રીતે ખાવાના ઉપયોગમાં લેવાતી હોય, તે પડ્વ ગણાય. અને તે સિવાયની અપક્વ ગણાય. કાચો લોટ વગેરે અચિત્ત હોય છે. છતાં પણ તે અપક્વ આહાર હોવાથી, તે ખાવાથી, અતિચાર લાગે છે. તે જ પ્રમાણે ફળ, શાકાદિક પણ કાચાં હોય, તો અચિત્ત થયે ખાવાથી પણ અતિચાર લાગે છે.
આટાની સચિત્ત-અચિત્તતા આપણે સમજી રાખવી
૧. ચાળેલો આટો - અંતર્મુહૂર્ત પછી અચિત્ત.
૨. ન ચાળેલો - મિશ્ર ગણાય છે, કેમ કે ધાન્યની નખલીઓ વગેરે સચિત્તનો તેમાં રહેવાનો
સંભવ છે.
શ્રાવણ ભાદરવામાં આસો કાર્તિકમાં
માગશર પોષમાં માઘ ફાગણમાં
Jain Education International
ન ચાળેલો
ન ચાળેલો
ન ચાળેલો
ન ચાળેલો
પાંચ દિવસ મિશ્ર.
ચાર દિવસ મિશ્ર.
ત્રણ દિવસ મિશ્ર.
પાંચ પહોર મિશ્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org