________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૬૧
યે રોગ કાઢી નાંખે તેવા છે, શરીરની કાંતિ વધારે તેવાં અદ્ભુત એ સાધનો છે. તો પછી રોગ થવાની તો વાત જ શી ? પરંતુ, ત્યાગી મુનિઓને સાધનિયમ પ્રમાણે ગોચરી લેવાની હોવાથી વિવિધ પ્રકારના તીખા, તેલવાળા, ખાટા, લૂખા, ટાઢા, નરમ, કઠણ, સૂકા એમ અનેક જાતના આહાર મળે, તેથી આહારપ્રક્રિયા બરાબર સચવાય નહીં અને અજીર્ણ થવાથી રોગનો સંભવ રહે છે. અથવા અનુભવી પુરુષોનું કહેવું છે કે એવા માપસર ખાધેલા ખોરાકો પણ બરાબર પાચન ન થાય ત્યાં સુધી વખત જવા દઈ પચી ગયા પછી ખરી ભૂખ વખતે પછીનો ખોરાક ખાવામાં આવે. તો હજમ થઈ જઈ પરિણત થઈ ગયા પછી કશું નુકસાન કરી ન શકે. છતાં કાંઈ રહી જાય, તો તપશ્ચર્યા અને વિહાર તેને સાફ કરી નાંખે છે. એટલે રોગોનો સંભવ ન ગણાય.
દાંત, આંખો વગેરે સાફ અને તેજસ્વી રહે. શરીર પણ ચમકદાર રહે, છતાં જે સાધુમુનિરાજોના હાલમાં શરીર રોગી જોવામાં આવે તો તેનું કારણ-પૂર્વનું પૂરતું પાચન થયા પહેલાં તેની ઉપર બીજી વખત પડે છે. અને એમને એમ વધારો થતાં પિત્ત વધી શરીર પીળાં પડતાં અજીર્ણ થવાથી જુદા જુદા રોગો થાય છે. કબજિયાત થઈ રોગોની શરૂઆત થાય છે, બપોરની ગોચરી પછી સાંજની ગોચરી વખતનું જે અંતર રહે છે તેટલા વખતમાં પૂર્વનો આહાર પચાવી શકે તેવી જઠરાગ્નિ બહુ થોડાની હોય છે. બધાની નથી હોતી, તેથી સાંજે પ્રવાહી, હલકો ખોરાક સામાન્ય માત્રાથી લે તો બીજા દિવસની ગોચરી પહેલાં બધું યોગ્ય ઠેકાણે પહોંચી જાય. એ રીતે દરરોજ ફાજલ ન રહે, તો થોડો થોડો કચરો ભેગો થવા ન પામે તો કદી રોગ થાય જ નહીં. ગુપ્ત અજીર્ણ અનેક જાતના હોય છે, તેથી બચી જવાય છે. કોઈ પણ મોટો રોગ નાના મોટા ઘણા રોગોના લાંબા વખતના સરવાળામાંથી જ ઉત્પન્ન થયેલો હોય છે. આ રીતે નીરોગી શરીરને દવાની જરૂર જ નથી પડતી. છતાં શરીરને શાસ્ત્રકારોએ રોગાયતને કહ્યું છે. ઋતુઓ વગેરેની વિષમતાથી, દેશકાળની વિષમતાથી, ચેપના ઊડવાના રોગો થવાનો સંભવ થઈ જાય છે, પણ જેના શરીરમાં જૂના રોગોનો સંગ્રહ નથી હોતો તેને વખત જતાં સહેજે જ એ સર્વ મટી જાય છે. પાણીની ખાડીઓ પાસે પડ્યા રહેનારા ખલાસીઓને પણ મલેરિયા કાંઈ અસર કરતા નથી, કારણ કે, તેના પોતાના શરીરમાં જીવનતત્ત્વો વધારે પ્રમાણમાં હોય છે. રોગના ચેપ ફેલાવનારા જંતુઓને મારી નાંખવા કરતાં પ્રજાના શરીરમાં જીવનતત્ત્વો વધારે સારા પ્રમાણમાં ટકાવવા એ પ્રજાના આરોગ્યનો ઉકેલ છે. પણ એક તરફ પ્રજાનું આરોગ્ય બગડતું જાય તેવા આહાર, વિહાર, ખાનપાન, દવાઓ અને બીજી તરફ રોગનો ફેલાવો કરનારા જંતુઓના ઉપર આરોપ દઈને તેમને મારી નાંખવા, એ બન્નેય ક્રિયા દોષમાત્ર છે. જેને રોગોત્પાદક માનવામાં આવે છે તેઓ પણ કુદરતી રીતે રોગોત્પાદક બીજાં તત્ત્વોનું ભક્ષણ કરનારાં હોય છે, તેઓના નાશથી એ તત્ત્વો વધારે પ્રમાણમાં ફેલાય છે. માટે રોગોત્પાદક તત્ત્વો ઉત્પન્ન ન થાય, તેમજ શરીરમાં અખૂટ જીવનશક્તિ ઉમેરાય એ જ પ્રજાના આરોગ્યનો યોગ્ય ઉપાય છે, જેથી સાધુજીવનની પાંચ સમિતિઓ અને બીજી જીવનચર્યાઓ એ સુંદર તત્ત્વોથી પણ ગૂંથાયેલી છે, પારિઝાપનિકા સમિતિ, એષણા સમિતિ વગેરેનો વિચાર કરવાથી આ વાત બરાબર સમજાશે. બીજી બાજુ બહારની પ્રજાઓના આજના રાષ્ટ્ર વિધાતાઓ પોતાની પ્રજામાં મુખ્યપણે જીવતત્ત્વો વધારવા પ્રયત્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org