________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
અને અઠવાડિયામાં ૧૨ કલાક જ નોકરી કરી બાકીનો વખત ધર્મધ્યાનમાં ગાળનાર આર્યમર્યાદા પ્રમાણેના બાહોશ ગુમાસ્તાને તો એ સૌથીયે આગળ ગણવો. મહિનામાં એકાદ દિવસ કોર્ટમાં જઈ ૨૯ દિવસ ધર્મધ્યાન કરનાર બૅરિસ્ટર કરતાં ૧૪ કલાક દુકાન સંભાળી એક કલાક પણ માંડમાંડ ધર્મધ્યાનમાં રહેનાર આર્યમર્યાદા પ્રમાણેના કણિયાને આગળ સમજવો. અને મહિનામાં એક દિવસ દુકાન સંભાળી ૨૯ દિવસ ધર્મધ્યાનમાં ગાળનાર આર્યમર્યાદાના કણિયાને એ ત્રણેયમાં સૌથી આગળ ગણવો. આ તારતમ્ય દરેક વ્યવહારમાં બરાબર સમજવા માટે આટલું સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું. માટે શ્રાવકે જેમ બને તેમ શ્રાવકપણાનાં તત્ત્વો પોતાનામાં વધારે ટકી રહે તેવા ધંધા પસંદ કરવા, તે આ ઉપરથી ખાસ સમજવાનું છે.
૧૫૮
“આર્યત્વ વગેરે ક્રમસર ખીલે છે, તો પૂર્વની ભૂમિકા ખીલ્યા વિના પ્રથમથી જ સર્વથા ત્યાગનો ઉપદેશ આપવામાં આવે; તો પણ તદ્યોગ્ય પૂર્વ ભૂમિકામાંથી પસાર થયા વિના ઉપરની ઉચ્ચ ભૂમિકા જીવનમાં બંધબેસતી કેવી રીતે થઈ શકે ? માટે પ્રાથમિક ભૂમિકાને યોગ્ય ઉપદેશ પ્રથમ આપી, તેની તૈયારી કરાવી અનુક્રમે આગળ વધે, પછી તેને સર્વવિરતિ વગેરેનો ઉપદેશ આપી તદ્યોગ્ય જીવનની તાલીમ આપવી, એ ન્યાયસર જણાય છે. બાળકને પહેલેથી ઊંચામાં ઊંચા શાસ્ત્રના વિષયો સમજાવવાથી તેનો કાળક્ષેપ કરવા જેવું અને ઊલટો કંટાળો આપવા જેવું થાય. તેથી બાળકોને પ્રથમથી યોગ્ય પાઠ્યપુસ્તકો દ્વારા શિક્ષણ આપી, ક્રમે ક્રમે ઠેઠ સુધી લઈ જવામાં આવે છે, તે જ પ્રમાણે જીવનઘડતરની આ બાબતમાં પણ આર્યત્વ, માર્ગાનુસારિતા, વગેરેથી આરંભીને સર્વવિરતિના જીવન સુધી પહોંચાડવામાં આવે, તો તે યોગ્ય છે. માટે પહેલેથી જ સર્વવિરતિનો ઉપદેશ આપવો, એ કુદરતી ક્રમ પ્રમાણે જણાતો નથી.’’
આ પ્રશ્નના જવાબમાં સત્ય ખુલાસો એ છે કે, આપણે જેનો પૂર્વજન્મ અને તેમાં થયેલી પૂર્વ તૈયારીઓને માનીએ છીએ. એટલે કેટલાક જીવો ઉચ્ચ ભૂમિકાને યોગ્ય, અને કેટલાક તેથી ઊતરતી ઊતરતી ભૂમિકાને યોગ્ય તૈયારીઓ કરી ચૂક્યા હોય છે. એટલે જૈન મુનિઓનો વ્યાપક અને પ્રથમ દરજ્જાનો જાહેર ઉપદેશ સર્વત્યાગનો હોવો જોઈએ. એ ઉપદેશ વખતે સર્વવિરતિને યોગ્ય ભૂમિકાની પૂર્વભવની તૈયારીવાળા જીવો તરી આવી પ્રથમ ખેંચાઈ આવે છે. જેટલા ખેંચાઈ ન આવે, તેટલાની ભૂમિકા સર્વવિરતિને યોગ્ય નથી, એમ નકકી થાય. છતાં તેમાંના કેટલાક એ ઉપદેશથી સર્વવિરતિ સુધી ન પહોંચતાં વચલી કોઈપણ ભૂમિકા સુધી જરૂર ખેંચાઈ આવે છે. સર્વને સર્વવિરતિ તરફ ખેંચવામાં આવે, પરંતુ કેટલાક માત્ર ખેંચાઈને મનુષ્યપણા સુધી જ આવે, કેટલાક સભ્ય માનવપણું, આર્યપણું વગેરેથી માંડી દેશવિરતિ સુધીની કોઈ ને કોઈ ભૂમિકા તરફ ખેંચાઈ આવે. એમ દરેક પોતપોતાની પૂર્વ ભૂમિકા પ્રમાણે ગોઠવાઈ જાય અને આગળના ભવો માટે ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓની તૈયારીઓ કરે. સર્વવિરતિ ન પામી શકનારાઓને પણ ઉપદેશનાં ત્રણ પરિણામ થાય છે. એક તો પોતાની તે ભૂમિકાથી કંઈક ઉચ્ચ ભૂમિકા ઉપર ખેંચાણ, બીજું ચડી ન શકે, તો જ્યાં હોય ત્યાં સ્થિરતા, અને ત્રીજું ઊતરતી ભૂમિકા ઉપર ઊતરી તો ન જ પડાય, તેની સાવચેતી. માટે પ્રધાનપણે સર્વથા ત્યાગના ઉપદેશમાં–સર્વત્યાગની ખાતર જ ઉપર ઉપરની ભૂમિકાઓ ઉપર જીવાનો ખેંચવાના ઉદ્દેશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org