________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૪૧
સાધુ સાધ્વી રૂપે સ્વેચ્છાથી બ્રહ્મચર્ય પાળનારો વર્ગ દેશમાં સારા પ્રમાણમાં મળી રહેલ હોવાથી વિધુર કે વિધવાના માનસિક દુઃખનાં અતિશયોકિતવાળાં ભાષણો પ્રજાના માનસને સ્પર્શી શકતાં નથી. પરંતુ જે દેશમાં બ્રહ્મચારી સ્ત્રી-પુરુષોની સંસ્થાઓ નથી ત્યાં એ ભાષણો અસરકારક લાગે છે. બ્રહ્મચારીઓની આવશ્યક સંસ્થા છે એ સહેજે સમજાય તેમ છે. રાજ્યાદિ દરેક સંસ્થામાં કોઈ કોઈ વ્યક્તિ લાંચ લેનાર હોય, તેથી આખી સંસ્થા ખોટી ઠરતી નથી. તે પ્રમાણે બ્રહ્મચર્ય પાળનારાઓની સંસ્થા વ્યક્તિના દોષથી સંસ્થાની જરૂરિયાત ઊડી જતી નથી.
શ્રાવક શ્રાવિકાઓ સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે તેઓએ પર્વ તિથિઓ, અરિહંત પ્રભુના કલ્યાણકના દિવસો, અઠ્ઠાઈઓ, મોટા પર્વ દિવસો ચૌદસ વગેરે દિવસોમાં ખાસ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ગુજરાતના પ્રદેશમાં નાનપણથી યુવક-યુવતીઓમાં આ રિવાજ રૂઢ રૂપે જોવામાં આવે છે, જે ઈચ્છવા યોગ્ય છે. દિવસે તો મૈથુનનું વર્જન જ આદેશ્ય છે અને રાત્રે પણ સંયમપૂર્વક નિયમ કરવો જોઈએ.
સ્વદારા સંતોષીએ પણ વર્ષમાં દિવસોના ખાસ નિયમો કરી લેવા જોઈએ. ખરી રીતે કેટલેક અંશે શ્રાવક શ્રમણ તુલ્ય હોવાથી જેમ બને તેમ અલ્પ કર્મબંધન થાય તેમ વર્તવાનો શાસ્ત્રકારોનો ઉપદેશ છે.
જ્યાં સુધી ભારતમાં સાધુ-સાધ્વીની બ્રહ્મચર્ય પાળનારી સંસ્થાઓ પોતાની વેગવંતી કારકિર્દી ધરાવશે, વ્રતો, નિયમો, બ્રહ્મચર્ય અને સંયમના જાહેર ઉપદેશો આપશે, તે પાળનારાઓની સંખ્યા કાયમ રહ્યા કરશે, ત્યાં સુધી પ્રજાનું ચારિત્રબળ નૈતિકબળ ઢીલું થવાનો સંભવ નથી. પરંતુ આર્ય ભાવનાઓ અને તેના જીવનની ફૂલગૂંથણીને ન સમજનાર પરદેશના વિચારકોના વિચારોને ઉછીના લઈ પરદેશીઓના વિચારોના અનુયાયી આ દેશના આપણા જ ભાઈઓ આપણા સમાજમાં અનેક પ્રકારના સાહિત્ય દ્વારા ફેલાવે છે. અમારી સમજ પ્રમાણે એવાં ચિત્રો, પુસ્તકો, વર્તમાનપત્રો, એવી ચર્ચાઓ ખાનદાન કુટુંબના લોકોએ પોતાના ઘરમાં ઘાલવી નહીં જોઈએ. તેમજ તેવી હવા પણ પોતાના ઘરમાં પેસવા ન દેવી, કેટલાક દવા વેચવાવાળા એવાં ચિત્રો, વર્ણનોવાળાં પુસ્તકો ફેલાવે છે, તેને હાથ પણ ન અડકાવો અને બની શકે તો જ્ઞાનની આશાતના ન થાય તેવી રીતે તેવાં સાધનો અદશ્ય કરી પ્રજામાં ફેલાતો અયોગ્ય ચેપ રોકવો જોઈએ. કેટલીક ચર્ચાઓ ઘરને ઓટલે પણ ન થવા દેવી. નાટક સિનેમાના ચેપથી જેમ બને તેમ ઊછરતી પ્રજાને બચાવવી. છતાં આ તત્ત્વો આ જમાનામાં પોતાનું કામ કરી રહ્યા છે એટલી પ્રજાની નીતિ અને આરોગ્ય બગડ્યાં છે.
આ વ્રત પર પ્રજાની નીતિનો આધાર હોવાથી તે વિષે કંઈક વિગતવાર વિચાર કરીને જૈન દષ્ટિથી પ્રજાને યોગ્ય માર્ગ બતાવવા પ્રયત્ન કરેલ છે. તેમાં હકીકતથી કે શાસ્ત્રોથી વિરુદ્ધ કાંઈ પણ લખાયા વિષે મિચ્છામિ દુકક દઈએ છીએ. આ વિષય ઘણો ગંભીર અને કોમળ છે. તેની ચર્ચા બહુ જ મર્યાદામાં રહીને કરવી પડે છે. સહેજ ચૂકે તો કંઈકની જિંદગી ખરાબ થઈ જાય ને કુટુંબો પાયમાલ થાય તથા પ્રતિષ્ઠા ધૂળધાણી થાય, અર્થમાંથી અનર્થ ન થવો જોઈએ. અમે ચેતવીએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org