________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૩૪
આવ્યો નથી. આ સિવાય દ્રૌપદીના પાંચ પતિ વગેરેના અપવાદભૂત અને બીજા એવા દાખલાઓ આર્યોની મૂળ સમાજરચનાનાં મૂળ તત્ત્વોને બાધક થાય છે, તેમ સમજવાનું નથી.
પુરુષમાં એક પત્નીત્વ સામાન્ય ભૂમિકા રૂપે છે, છતાં એકી સાથે અનેક પત્નીત્વના દાખલા ઘણા છે, એકના અભાવમાં અન્ય પત્નીત્વના દાખલા જેમ છે, તેમજ સ્ત્રીઓમાં પણ એક પછી એક એમ અનેક પત્નીત્વના દાખલા ઘણા બીજી બધી કોમોમાં છે. માત્ર આર્ય પ્રજાનો અમુક જ શુદ્ર ભાગ એવો છે કે જેમની પત્નીઓ બીજો પતિનો સ્વીકાર કરતી જ નથી. આ વ્યવસ્થા કે
ત્યાં સુધી ટકાવવામાં પ્રજાને હાનિ નથી, તેને તોડવામાં પ્રજાને હાનિ છે. ઉચ્ચ કુટુંબની પત્ની અન્ય પતિ ન કરે, તેમાં કોઈને વ્યક્તિગત નુકસાન થવાના દાખલા મળે, પરંતુ એ રિવાજ ચાલુ કરવામાં પ્રજાનાં શુદ્ધ તત્ત્વોને ધકકો લાગતાં આખી પ્રજાને જ મોટો ધકકો લાગે. માટે અમુક અંશે સ્વતંત્ર અને અમુક અંશે પરતંત્ર, અમુક અંશે સમાન અને અમુક અંશે અસમાન શ્રાવક અને શ્રાવિકાનું તત્ત્વ બરાબર વ્યવસ્થિત છે. “સ્ત્રી-જાતિ ઉપર પુરુષ જુલમ કરતો આવ્યો છે. તેના ઉપર સત્તા ચલાવતો આવ્યો છે.' એ વગેરે ખોટા આક્ષેપો છે, કારણ કે, જો તેમ હોય, તો પ્રજા જીવી શકે જ નહીં.
આર્ય જૈન મર્યાદા પ્રમાણે સ્ત્રી-પુરુષના સ્વાતંત્ર્યનો વિચાર
વ્યકિત-સ્વાતંત્ર્યની દૃષ્ટિથી સ્ત્રી કે પુરુષ બ્રહ્મચર્ય પાળવાને સ્વતંત્ર છે, પરંતુ કોઈ પણ ધોરણને અનુસરીને પતિ-પત્ની તરીકે જોડાય, એટલે સ્વાર્થ ઉત્પન્ન થયો ગણાય. અને સ્વાર્થ હોય ત્યાં વ્યવહારનું ધોરણ દાલ થાય છે. એટલે એક બીજાનો સ્વાર્થ જાળવવાને પરસ્પર બંધાયેલા રહે છે. એ સ્થિતિમાં સ્ત્રીની રજા સિવાય પતિ બીજી પત્ની ન કરી શકે. તેમજ પત્ની પણ અન્ય પતિ કરવાની છૂટવાળી જ્ઞાતિમાં હોય તો પણ અન્ય પતિ ન કરી શકે. પરંતુ બ્રહ્મચર્ય પાળવામાં કોઈ પણ કોઈને રોકી શકે નહીં. લગ્નના કાયદાનો અર્થ એ છે કે-એકબીજાની ઈચ્છા વિરુદ્ધ અન્ય પતિ કે અન્ય પત્ની કરી શકાય નહીં. એકબીજાની સલાહ, સમ્મતિ લે, એકબીજાની સગવડ અગવડનો વિચાર કરે, એ બધું વ્યક્તિઓની ઈચ્છાને આધીન છે, પરંતુ તેથી સ્ત્રી કે પુરુષના સ્વાતંત્ર્યને વાંધો આવતો નથી, અને લગ્નના કરારની જવાબદારી રહેતી નથી. બ્રહ્મચારી કે સર્વ ત્યાગી ન હોય ત્યારે તો પુરુષ સામાજિક કે કૌટુંબિક કાયદાઓને પરતંત્ર છે, તેમજ સ્ત્રી પણ વિશેષમાં સ્ત્રી સ્થિતિ-વિશેષમાં પિતા, પતિ અને પુત્રને પરતંત્ર છે, તેમજ પુરુષ પણ માતા, પિતા, પત્ની, વડીલો, પુત્રને પરતંત્ર છે. હાલના કાયદાના કરારથી માંડીને અનેક જાતના પ્રજામાં પ્રચલિત અનેક પ્રકારના લગ્નના કરારોની પદ્ધતિઓ કરતાં આર્યલગ્ન-વ્યવસ્થાના કાયદાઓ વધારે આદર્શ, સચોટ, વ્યવસ્થિત પ્રજાપોષક અને સુતત્ત્વરક્ષક છે. માટે જેમ બને તેમ આ પદ્ધતિ ટકાવવી. તેમાં ખર્ચ થાય છે, તે જીવનના ઉલ્લાસ માટે છે. તો પણ પરાણે ખર્ચ કરવાનું કોઈ કહેતું નથી. છતાં પ્રજા ખર્ચ કરે તેમાં પ્રજાની શકિતનું માપ છે. દેવું કરીને કરવું તેટલું સારું નથી, પણ કરજે ધીરનાર મળે તેમાં પણ પ્રજાની શકિતનું માપ તો છે જ. શક્તિ ઘટશે, તેમ ખર્ચ ઘટશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org